SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ વય પંચાશી વર્ષની થાતા, યાત્રા સિધ્ધગિરિમાં, વળી ગિરનારની કરતા આંબેલ, સાથે ધીમા ધીમા, | વૈશાખ માસની ધીખતી ધરામાં, કરતા ઉગ્રવિહોરા...ll૧૧il. ભીષ્મ પ્રતિજ્ઞા સંધએકતા, કાજે ગુરુવર ધારે, શતએકાદશ આંબેલ પૂરા, કરતા સંઘની વહારે, I બાર દિવસમાં રાજકોટથી, અમદાવાદે જુહારા.... //લરા સળંગ આંબિલ સો મી ઓળીથી કરવા અભિગ્રહ લીધો, બાવનસો પચાશ આંબિલનો તપ અખંડિત કીધો, અષ્ટોત્તર શત વર્ધમાનતપની ઓળી કરી જયકારા.....ll૧૩ાા લુકુનું – સુકુ આંબેલ ગુરુનું, અલ્પદ્રવ્યથી થાતું. પ્રાયઃ એકાશનથી ઓછું, કદીયે નહિ પચ્ચકખાતુ, એવા અજોડ તપસ્વી શી રીતે , ગાઉ હું ગુણલા તમારા.... //૧૪ ઢાળ- ૪ હુહી નિજ તપગુણથી ઓપતી, રોપે ધર્મના બીજ, ભાવુક ભક્તો વશી થયા, વાસણામાં પડી વીજ, લા/ ઉભય/ક પ્રતિક્રમણમાં, જોડાયા બહુ લોક, અચિત્તલના પાનમાં, પણ લાગ્યો જેને થોકે, ||૨|| એ ઉપકાર ગુતાગો, ભૂલ્યો નવિ ભૂલાય, એમ કહે બહુ ગામના, લોક તણો સમુદાય. |||| ઢાળ | (રાગ : હંસલો ચાલ્યો જવાનો એકલો રે.....) વિજયાન્વિત હિમાંશુ મુનિવરો રે, ગુરુવર આણા ધરી દિલમાંહિ.... | પિતા-પુત્રની જોડી બની રહી રે, ગામે ગામ ચોમાસુ કરવા જાય રે......લા સોરઠદેશે ચોમાસા બહુ કીધા રે, લીમડી, વલભી, પાદલિપ્તપુર રે.... | જીાર્ગદુર્ગમાંહે બહુલા કર્યા રે, રાજકોટ, જામનગર, વાંકાનેર રે....../રા. વહીવટ દેખી ઉદ્ધાર કીધો વાગો રે, વલભીપુરનો સંઘ વિશેષ રે... ધર્મદ્રવ્યના દોષથી ઉગારીયો રે, ટાળ્યા બહુલા સંઘના ક્લેશ રે......) ગુર્જરદેશે ધંધુકા ગામમાં રે, કીધા ચોમાસા બહુ હિતકાર રે. સાણંદગામે ચોમાસુ આપનું રે, કીધો સંઘનો જયજયકાર રે....//જા કચ્છદેશવિષે વળી વિચર્યા રે, ફરા તીર્થ ભદ્રેશ્વર સાર રે....... વિજય-વિજયાશેઠાણી ભોમમાં રે, પાવનકારી યશો ધરનાર રે....../પા રાજસ્થાનમાં ઉગ્ર વિહારીયા રે, રેગીસ્તાનમાં તપે તનુ તાપ રે... વિધ વિધ તીર્થની યાત્રાઓ કરી રે, તારક તીર્થોથી ધોતા પાપ રે......૬ દેશ મહારાષ્ટ્ર પણ વિચર્યા રે, કુંભોજગિરિ જગવલ્લભ પાસ રે સાંગલી ચોમાસું કરતા થકા રે, યોગી ભગવતીસૂત્ર સુવાસ રે.....llણા ગણિપદ સિટી સાતારામાં ધર્યુ રે, મુક્તિવિજયગણી ખાસ રે.... અહમદનગરે વૈશાખશુદી ષષ્ઠીએ રે, કરતા પંન્યાસપદ નિવાસ રે...../૮ સૂરિ યશોદેવ નિશ્રા વિશે રે, સંયમ લગનીમાં બેઉ જોડ રે.... ગુર.બંધુ પાણ ગુર સરીખા ગાગ્યા રે, શિવવધૂ વરવાના ધરી કોડ રે......લા પૂના નગરીમાંહે સમોસર્યા રે, ગુરુવર પ્રેમ સૂરીશની સાથરે ..... વિધવિધ તપતેજે શૂરા થયા રે, ગાતા ગુરુવરની સંગાથરે.....I/૧Oા કર્ણાટકમાંહી બીજાપૂર રે, વસીયા વષવાસ સોલ્લાસ રે..... સુરત, પાટાગમાં ચોમાસીયાર, વાસી ગુરુકુળના મુનિખારે...l/૧૧// ક્ષેત્રસ્પર્શના યોગે વિચર્યા રે, વિધવિધ દેશ હજારો ગાઉં રે. પૂર્વ મુનિ સંયમ સંભારતા રે, કષ્ટ વેઠીને નિર્મલ થાઉં રે.... I૧ રા વીશ અઠ્ઠાવીશ શુભ સાલમાંરે, વર્ષાવાસ પાદલિપ્તપુર રે.... ગુરુવર આણથકી ધાર્યુ તિહા રે, સૂરિપદ વાળુ અધિકુતૂર રે...../૧૩ વીશ એકાગટ્વીશ માગસર તાણી રે, શુક્લ બીજ દિવસ સુખકાર રે.... | ત્રીજુ પરમેષ્ઠીપદ પામીને રે, વહેતા ધુરા વિક્ષેપ ના લગાર રે.../૧૪ અમદાવાદ શાંતિનગરે કીધું રે, ચાર્તુમાસ આરાધના સાર રે..... સંઘ ધર્મચક્ર તપસ્યા કરે રે, સાથે હેમચંદ્રસૂરિ ધાર રે.....II૧૫ા. વાસણા નવકાર નામે સંધમાં રે, અંજન કરતા પ્રતિષ્ઠા આપ રે.... કીધા બહુલા ચોમાસા તિહા કને રે, સંઘ કહે આપ હો અમ મા-બાપ રે...ll૧૬II સંયમપર્યાય એકુણસાઠનો રે, સાધિક ત્રણ સહસ ઉપવાસ રે.... સહસ સાર્ધ એકાદશ આપના રે, આંબિલ યોગ ટાળ્યા અઘત્રાસ રે..../૧૭ કરવા અંતિમ ચોમાસુ આવતા રે, ભાવના ગિરનારની ગોદમાંહિ રે... લાવતા ચોમાસું કરવા ભાવુકો રે, ગાવતા નેમીશ ગીત ઉચ્છાંહી રે...... /૧૮
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy