________________
સ્તુતિ પ.પૂ.સા. જિનનિધિશ્રીજી
“જેનું તપોતેજથી, શોભતું હતું ભાલ, જેનું ચરિત્ર જોઇને, નમી જતાં આબાલ; માણેકપુર ગામનો, જે હતો કોહીનુર બાલ, તે આચાર્ય હિમાંશુસૂરિને,
વંદના ત્રિકાલ.
“મિલન માટે ઓ ગુરુ, અધીરો બન્યો આ આતમા, ભેટવા ગુરુમાં આપને, આતુર બની મુજ ચેતના; અશ્રુ વહાવે નયનો મારાં, છે અસહ્ય વિરહવેદના, ખોળે તમારાં મુકુ મસ્તક, એક મુજ છે ભાવના.’’
“તારા વિરહની વેદના, વસમી આજે લાગે બહુ, જીવંત છે આ આતમા, તુજ આશરે મારાં ગુરુ; ભલે જયાં રહો પાઠવજો, આશીષ અંતરથી બહુ, ભલે જયાં રહું ત્યાં મેળવું, તુજ પ્રેમના પરમાણુ સહું.'
295on international
સ્તુતિ અષ્ટક ૫.પૂ. આ.જગવલ્લભસૂરિ મ.સા.
માણેકપુરમાં જન્મપામી જન્મ મરણ નિવારવા, ત્રિકરણ ત્રિયોગે રત્નત્રયીને સાધી જનુ અજવાળવા; સૂરિ દાન હસ્તે વરદ સંયમ પામી પાપ નિકંદતા, વૈરાગ્યપૂર્ણ સૂરિ હિમાંશુ ચરણ કમલે વંદના........ શિક્ષાગ્રહણ આસેવની લઇને પરમગુરુ શરણમાં સૂરિ પ્રેમયોગે સાધતા જીવન વિશુધ્ધિ ચરણમાં ગુરુ રામચંદ્રસૂરીશ્વરાન્તવાસી ગુરુ વયણે રતા જયોતિષ વિજ્ઞા સૂરિ હિમાંશુ ચરણકમલે વંદના........ હિમાંશુ શીતલા સૂર્ય સમ તેજસ્વિતા ધારક સદા, ગુરુ આપ તરતા જગત તારક સાધના યોગે મુદ્દા; ઉઘતવિહારી દેવ-ગુરુની ભકિતનું પીયૂષ પીતા, જ્ઞાનીગરિષ્ઠા સૂરિ હિમાંશુ ચરણ કમલે વંદના.......... વીશ વાર વીશ ઉપવાસથી અરિહંતપદ આરાધના, પણ અક્ષરે અડ્ડાઇપંચક પદ બીજું ગુરુ સાધતા; સગશય વળી ઉપવાસ શ્રેણિ - વર્ધમાન તપોધના, તપતેજ શૂરા સૂરિ હિમાંશુ ચરણકમલે વંદના......૪ નિશ્રા ધરી જેણે તમારી તેહની રક્ષા પુરી, ચંદન-શીતલ વયણાંબુથી આત્મપ્રક્ષાલન કરી; જાતે કઠોર છતાંય કોમળ કમળશ્યા જે નિરંજના, વાત્સલ્યપૂર્ણ સૂરિ હિમાંશુ ચરણકમલે વંદના....... સજ્ઞાનસંયુત સંયમે પરિણામ ચઢતા જેહના, શીત વાયુ કે લૂ ગરમ વાતી તો તે ફરકતી રેહ ના; દિન દિન કાંતિ અધિક વાધે ઓઘ બહુ આનંદના, ઘનઘાતીચૂરક સૂરિ હિમાંશુ ચરણકમલે વંદના.......૬
ઉગ્રવિહારે આવી સૂઇલા પ્રેમવયણે તત્પરા, નરરત્નને સહયોગી ચંદનમુનિતલા વ્હાલેશ્વરા; જસવંતને પ્રભુ જગતવલ્લભ નામના દીઘા ધના, દીક્ષાપ્રદાતા સૂરિહિમાંશુ ચરણકમલે વંદના........૭ જે ટુંક પંચમ વિમલગિરિની નામ રૈવતગિરિતણા, સુવિશેષ આરાધક તમે પરિકમ્મી યાત્રા નહિ મણા; પ્રાન્તે પ્રભુ નેમીશ ને ગિરનાર અંતર ધારણા, નેમીશ્વરોપાસક હિમાંશુ ચરણકમલે વંદના..........
ગુરુવર તુજ જીવનનું....
પ.પૂ.સા.જિનનિધિશ્રીજી
(રાગઃ ઓઘો છે અણમૂલો) ગુરુવર તુજ જીવનનું, એક બુંદ મને મળજો; ગયા આપ મુકી અમને, કયાં દર્શન હવે મળશે ? ..... (૧) જોવું વાટલડી તારી, રોએ આંખલડી મારી; મુજ જીવનનૈયાના, હતાં આપ ગુરુ બેલી; ભવસાગર છે ભારી, હાથઝાલી લ્યોને ઉગારી ..... (૨) જિનાજ્ઞા શ્વાસ હતો, સાદાઇ હતો સંદેશ; પ્રમાદનો અંશ હતો, નહિ જીવનમાં લવલેશ; સુસંયમ જીવનમાં, રગરગમાં હતો સમાવેશ ..... (૩) ધ્યાનયોગ હતી ચાહત, હતું શિવસુંદરી એકલક્ષ; શ્રી સંઘનું એકત્વ, સદા રહેતું નજરની સમક્ષ; હતી તડપન જીવનમાં, બસ એક મળો મને મોક્ષ .... (૪) દેવ-ગુરુનું સ્મરણ, હતું સંયમનું શરણ; નિમગ્ન સદા રહેતું, બસ નેમ પાસે મન; ગુણવૈભવની પ્રતિમા, યાદ રહેશે જનમોજનમ.......(૫) સિધ્ધિ વચનમાં જેના, ગિરનાર હૃદયમાં એના; જવલંત વૈરાગ્ય એનો, બોધિબીજના જેઓ પ્રણેતા; અક્ષય સુખ મેળવવા, મનોમંથન સદા તનમાં....... (૬)
www.ginlibrary.org