________________
મા તો ડગે પણ જના માનડી નો ડગે...
ઉદય શશીકાંત શેઠ- ભાયંદર (જુનાગઢવાળા)
બાળપણથી પૂ. દાદાના દર્શન કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. સમજણ આવી ત્યારથી પૂ. દાદાના સંપર્કમાં રહેવાનું થયું હોવાથી જીવન જીવવાની સાચી સમજણ પૂ.
દાદા પાસેથી મળી અને પૂ. દાદા અવસરે અવસરે આત્મલક્ષી હિતશિક્ષા આપતાં અને પૂ. માતાપિતાના વિનય-બહુમાન-ભક્તિ આદિ માટે સુચન કરતાં હતાં. - પૂ. દાદાનું વ્યક્તિત્વ એક નોખી જ ભાત પાડતું હતું. તેઓશ્રીનું સત્ત્વ સિંહ સમાન હતું. ગમે તેવો વિકટ સમય આવે પણ તે પોતાના સંકલ્પથી એક ડગ પણ પાછા કદિ નથી ફર્યા. સાચુ સાધુપણ શું હોય? તે તેમના જીવનથી જાણવા મળ્યું.
નેમિનાથ દાદાને ભેટવા માટે પૂ. દાદાએ આખા ગિરનારને ચારેય બાજુથી ખૂંદી નાંખ્યો હતો. ક્યારેક વડાલથી ગિરનાર ચઢતાં... ક્યારેક રાણપુર-ભેસાણથી ગિરનાર ચઢતાં તો ક્યારેક ભવનાથ થી ચઢતાં હતાં.
- શત્રુંજય થી ગિરનારનાં આયંબિલપૂર્વક છરી પાલિત સંઘમાં તેમની જિનાજ્ઞાપાલનની કટ્ટરતાનો પ્રત્યક્ષ અનુભવ થયો નિત્ય સવારે સામુહિક ચૈત્યવંદન, ભક્તામર, કાયોત્સર્ગ, ખમાસમણા આદિ આરાધના બાદ સાહેબનું માંગલિક થાય અને ત્યારબાદ વાસક્ષેપ નંખાવીને સંઘનું પ્રયાણ સૂર્યોદય બાદ થતું અને તેમાં પણ બે દિવસ તો સવારે ધુમ્મસનું વાતાવરણ હોવાથી સંઘના યાત્રિકોને દેરાસરના ટેન્ટમાં બેસી મનમાં જાપ કરવાનું જણાવી ધુમ્મસ દૂર જતાં લગભગ ૮ વાગ્યાબાદ પ્રયાણ કરવાની સંમતિ આપી હતી. | એકવાર પૂ. દાદાને પૂછયું “દાદા ! ૭વર્ષની ઉંમરના બાળકને શું ભાન હોય ? આ રીતે ૭ વર્ષના દીકરાને દીક્ષા અપાવી આપે જબરજસ્તી કરી તેવું ન કહેવાય ?’’ દાદા કહે ‘દરેક મા-બાપ પોતાના સંતાન નાના હોય ત્યારે તેના ભવિષ્યને લક્ષમાં રાખી પોતાના બાળકન્ન તેવા માર્ગે વાળવા પ્રયત્ન કરે છે. આજે ધર્મના મર્મથી અજ્ઞાત એવા મા-બાપો પોતાના સંતાનના ભવ્ય ભૌતિક ભવિષ્યને લક્ષમાં રાખી પરાણે પણ કોન્વેન્ટ વગેરે કુલોમાં દાખલ કરે છે તે વખતે બાળકને સ્કુલમાં જવાની ઈચ્છા નથી હોતી તેમ મેં આ બાળકના આધ્યાત્મિક ભવ્ય ભાવિનો વિચાર કરી તેને સંયમગ્રહણ કરાવ્યું તેમાં શું ખોટું છે ?’’ અને ખરેખર પોતાના એકના એક પુત્રને માત્ર ૭ વર્ષ અને ૪ માસની ઊંમરે દીક્ષા અપાવી ૧૧ માસ પછી પોતે પ્રભુએ ચિંધેલા માર્ગ વળનાર પૂ.દાદા એ પોતાના સંતાનનું જીવન સાર્થક કરી દીધું. તે બાળકે આગળ
For