________________
માણેકપુર ગામમાં બિરાજમાન વર્તમાનવિશ્વના અજોડ તપસ્વીસમ્રાટ ૫.પૂ. આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબના સ્વમુખે પચ્ચખાણ લઇ દીર્ધકાલીન તપશ્ચર્યાનો પ્રારંભ કરવા અમે માણેકપુર ગયા, ૫.પૂ. હેમવલ્લભવિજયજી મહારાજ સાહેબની પાસે શ્રાવિકાને પચ્ચખાણ લેવાની ભાવના વ્યક્ત કરી. તેમણે કહ્યું, ‘તમારે સાથે નથી કરવાનો?’ કહ્યું ‘નવકારશીનું પચ્ચખાણ પારીને આવ્યો છું.’ તેમણે કહ્યું ‘સાહેબજીને પૂછી જુઓ, પાછળથી પ્રાયશ્ચિતવાળી આપવાની તૈયારી સાથે વાત કરો.' પૂ. આ. ભગવંત જાપમાં હતાં. સાહેબે પચ્ચખ્ખાણ લેવાનું મંગલમુહૂર્ત તે અવસરે બપોરે ૧૨ કલાક ૨૧ મિનિટનું આપ્યું. અમે દેરાસરમાં સુવર્ણગુફામાં આદિનાથ પરમાત્માની ભક્તિમાં બેઠાં. મારું મનવર્ષીતપના વિચારોના વમળમાં ઊંડુ ઉતરતું ગયું અને જો! આચાર્યભગવંત હા પાડે તો હું પણ વર્ષીતપ કરું એવો સંકલ્પ કર્યો. શુભ મુહૂર્ત વેળાએ સાહેબજી પાસે ગયા ત્યારે મનની ભાવના વ્યક્ત કરી. સાહેબે વિચાર કરી પ્રાયશ્ચિત વાળી આપવાની તૈયારી હોય તો શરૂ કરવા સંમતિ આપી. એ ધન્ય પળે પૂજ્યશ્રીના સ્વમુખે મહામંગલકારી દીર્ઘકાલીન તપશ્ચર્યાનો પ્રારંભ કરવાના પચ્ચખાણ થયા. તપશ્ચર્યા દરમ્યાન અનેકવિધ કસોટીઓ આવી પરંતુ સાહેબની વચનસિદ્ધિના પ્રભાવે તપ આરાધના સહર્ષ પૂર્ણ થઇ. જીવનમાં નહી કલ્પેલું અચ્છેરું, થઇ ગયું. સ્વપ્રમાં પણ ન ચિંતવેલ આરાધના થઇ. સાહેબજીના વચનના પ્રભાવ અને તેમના પચ્ચખાણ પ્રત્યેના શ્રધ્ધાના બળેવર્ષીતપ પૂર્ણ થયો.
એ ઉપઠારીના ઉપઠા૨ શ્રી ની વિસરાય...
- ગુણવંતભાઇ વોરા (વાંકાનેર) મુંબઈ વાંકાનેરમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ... પૂજ્યશ્રીની અસીમકૃપાથી શંખેશ્વર પાર્શ્વનાથ, વાસુપૂજ્યસ્વામી, મલ્લિનાથ આદિ પરમાત્માનો અમૂલ્ય લાભ....
પ્રતિષ્ઠા અવસરે સિધ્ધચક્રમહાપૂજન, કુંભ-દીપક સ્થાપનાનો લાભ, સાથે સાથે સકળસંઘના નવકારશી જમણનો અમૂલ્ય લાભ...
વાંકાનેરમાં ઉપધાનતપની આરાધનાનો મંગલ અવસર...
મારા જીવનમાં એકપણ પૌષધ નહિ કરેલ... સાહેબ કહે જીવનમાં એકવાર ઉપાધાન કરવા જેવું છે. મારા ચિત્તના શાંત જલમાં પૂજયશ્રીના આ વચનથી વિચારોના વલયો ફેલાવા લાગ્યા. આ મહાપુરુષના વચનના પ્રભાવે ફેલાયેલા વલય એક નિર્ણય ઉપર સ્થિર થયા. પૂજ્યશ્રીને જણાવ્યું * * મારે ઉપધાન કરવા છે, હું મુંબઇથી જરૂર ઉપધાન કરવા આવીશ.”
માગસર સુદ ૯ના મંગલદિને મહામંગલકારી ઉપધાનતપનો પ્રારંભ થયો. પ્રારંભિક ત્રણ દિવસમાં માંડ માંડ ચાર બાંધી નવકારની માળા ગણાતી હતી, તેવામાં તાવ પણ આવ્યો... મનમાં વિચાર વમળો ચાલુ થઇ ગયા... ઉપધાન છોડી ઘરે જવાની તીવ્રભાવના થઇ પૂજયશ્રીને મનોવ્યથા જણાવી. .. પૂજયશ્રીએ ડૉક્ટરને બોલાવી દવા અપાવી સાથે કહ્યું કે “કોઇ સાધુ થોડી અગવડતા પડે તો ઘરે જવાની ઇચ્છા કરી શકે?
પૂજ્યશ્રી જાનકોની EgIII[નાના સંઘર્ષ હતા
૧૮૬
Jain Education International