SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનો તેજ સિતારો... ચિરાગભાઇ જે. શાહ (અમદાવાદ.) પ.પૂ. આ. ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ.પૂ. આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ ઊંમર, સંયમપર્યાય, તીવ્ર શાસન અને સંયમરાગ આદિ બાબતોમાં સામ્યતા ધરાવતા હતા તેથી છેલ્લા વર્ષોમાં અમદાવાદ મધ્યે વારંવાર શાસનની ચિંતાદિ કાર્યાર્થે તથા એકબીજાના સ્વાસ્થ્યની ચિંતાથી મળવાના પ્રસંગો બનતા. એકવાર પ.પૂ. આ. ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ સાહેબને માત્રાની તકલીફ થયેલ હોવાથી પેશાબ બંધ થઇ જવાથી ઉપાશ્રયમાંજ એક નાનું ઓપરેશન કરવાની તૈયારી થઇ ચૂકી હતી. થોડીવારમાં જ આ ઓપરેશન થવાની પળો ગણાતી હતી. તેવામાં પ.પૂ.આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની પુણ્ય પધરામણી થઇ અને હજુ ઉપધિ આદિ ગોઠવાય ત્યાંતો આચાર્ય મહારાજ ઓપરેશનના સમાચાર જાણી એકદમચિંતાના ચકડોળે ચડી ગયા અને તેના પરિભ્રમણથી પેદા થયેલ ચિંતનની ચિનગારીઓથી આચાર્યમહારાજના તે અવસરે ઉદયમાં આવેલ અશાતાવેદનીય કર્મો ભસ્મીભૂત થઇ ગયા અને આચાર્ય મહારાજને કોઇપણ જાતના ઉપચાર વગર તાત્કાલિક માત્રાની શંકાનું નિવારણ થઇ ગયું અને આચાર્યભગવંત પૂર્વવત્ પોતાની આરાધનામાં લયલીન બની ગયા. ૧૮૪ Jain Education Internationa ધન્ય તે પર્રહચિંતક પૂજયશ્રી ! • નવકાર ફલેટ ઉપાશ્રય-વાસણા મધ્યે ૫.પૂ. આ. ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ પધાર્યા અને સુદીર્ઘ ભીષ્મઅભિગ્રહપૂર્વકના આયંબિલ તપનું પારણું કરવા વિનંતી કરી ત્યારે પૂજ્યશ્રીએ શાસનસેવા માટે ખપી જવાનું શ્રેયઃ જાણ્યું પરંતુ પારણું કરવાની તૈયારી ન બતાવી. પૂજ્યશ્રીએ માત્ર શાસનની ચિંતા માટે શરીરનું બલિદાન આપી દીધું. • જ્યારે જ્યારે જૈનશાસનના કોઇ અગત્યના કાર્ય અંગે પૂજ્યશ્રીને સમય આપવા વિનંતિ કરતો ત્યારે સાહેબજી હંમેશા બધા મહાત્માઓ સંથારી જાય અને ગૃહસ્થોની અવર જવર પણ બંધ થઇ જાય ત્યારે રાત્રે ૧૧ વાગે આવવાનું કહેતા જેથી શાસનના કાર્યની વિચારણામાં વચ્ચે કોઇ વિક્ષેપ ન રહે. દિવસ હોય કે રાત સતત શાસન ચિંતા-ચિંતનમાં તત્પર સૂરીશ્વર! • માસક્ષમણ તપની આરાધનાર્થે પૂજ્યશ્રીએ અક્રમના પચ્ચક્ખાણ આપતાં કહ્યું કે ‘પ્રસન્નતાપૂર્વક આરાધના કરવી, કોઇ સંકલ્પ-વિકલ્પ ન કરવો.' પણ ચોથા દિવસે મન ડામાડોળ થવા લાગ્યું. ચિત્ત વિચારશૂન્ય બનવા લાગ્યું, છતાં ચોથા દિવસે પચ્ચક્ખાણ લેતી વખતે સાહેબજીને પુછ્યું ‘સાહેબજી! તપ તો સુખપૂર્વક થશે ને ?’ તરત સાહેબે કહ્યું . ‘શંકા કરવાથી વિઘ્ન ચોક્કસ આવશે' પરંતુ તપ અને પચ્ચક્ખાણના મહિમાના પ્રભાવથી તથા પૂજ્યશ્રીના સ્વયંના તપોબળ, સંયમબળ અને વચનસિદ્ધતા ઉપરની અતૂટ શ્રધ્ધાના બળે આ દીર્ઘતપ કઇરીતે પૂર્ણ થયો તેની ખબર જ ન પડી! આ છે વિરલપુરુષની વચનસિધ્ધતા! Y୩ નિઠોર્જચર્યાનાં ચાહક હતા... vale & Personal Use Only www.jainelibrary.org
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy