SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ કૃપાથી કાર્યસિદ્ધ | હંસાબેન- અમદાવાદ સળંગ પSO આયંબિલતપની ભાવના હતી પણ .... કેમથશે? પૂજ્યશ્રીએ આપેલ શુભદિવસે તેમના હસ્તે પચ્ચખાણ કરીને શરૂ કરેલ અને અમારા માટે અત્યંત કઠીન તપ પણ પૂજ્યગુરુજીની કૃપાથી થઇ શક્યો, પછી સહસ્ત્રકૂટના ૧૦૨૪ એકાસણા, વર્ષીતપ આદિ કરી શક્યા. પૂજ્યશ્રી તો મહાવિદેહક્ષેત્રમાંથી ભૂલા પડેલા એક રત્ન હતા. પૂજયશ્રીની અદ્રશ્યકૃપાથી જ અમારું જીવન સફળ થઇ શકશે. એ ગુરુવરના ગુણ ઘણાં... પ્રવિણભાઇ ઝવેરી (પાલિતાણા) પૂજ્યશ્રી સંયમના ચુસ્ત આગ્રહી ! દોષ ન લાગે તેની પૂર્ણ તકેદારી...! મર્યાદાના ચાહક, કોઇપણ બહેનો ઉધાડે માથે આવે તો તરત જ ના પાડતા. કોઇપણ ગમે ત્યારે આવે વંદન કરી મસ્તક નમાવે એટલે વાસક્ષેપ નાખે. મારા ઉપર મહાન ઉપકાર કરેલ છે. સિદ્ધગિરિમાં હું યાત્રા કરીને પ્રતાપનિવાસમાં પૂજ્યશ્રીને વંદન કરવા જતો, તરત વાસક્ષેપ નાંખી આપતા. એમનો વાસક્ષેપ પડતા અનહદ શાંતિની અનુભૂતિ થતી. મારા કલ્યાણમિત્ર ખાંતિભાઇ (મહેતા ડેરીવાળા)ને તો આજે પણ પૂજ્યશ્રી પ્રત્યક્ષ દર્શન આપતા હોય તેમઅનુભવે છે. પૂજયશ્રીના નામસ્મરણપૂર્વક મેં અભિગ્રહ કર્યો કે વરસે ૬૦ આયંબિલ કરવા. મારી જરાપણ અનુકૂળતા ન હોવા છતાં સાહેબજીની કૃપાથી આજે હું આયંબિલ કરી શકું છું. દાદાની યાત્રામાં દાદાનો સથવારો હતો. સ્વરૂશ્રી સંયુબૅકબદ્ધકહ્યું હતું.... વિરલ વ્યક્તિત્વના સ્વામી પી.બી.શાહ - (ધંધુકાવાળા) કોઇપણ નગરમાં ઉકરડાં ખૂબ જ હોય પણ બગીચા ખૂબ જ ઓછા હોય. બગીચા બન્યા પછી પણ સચવાય નહીં તો ઉકરડાં બની જાય. તેમદુનિયામાં પણ ઘણાં વ્યક્તિ ઉકરડાં જેવા હોય જે વ્યસન કુટેવોમાં જીંદગી પસાર કરી દેતા હોય, જ્યારે બગીચા જેવા ઓછા હોય, ફક્ત વેઢે ગણાય એવા, જેઓના જીવનથી ઘણાંના જીવન સુવાસિત બન્યા હોય તેવા વિરલવ્યક્તિ હતાં પૂજ્ય શ્રી આચાર્યભગવંત... જો તેમના ગુણો લખવા બેસું તો નોટોની નોટો ભરાય. ટૂંકમાં કહું તો એટલું જ કહી શકાય. આંબાના ઝાડપર આંબા ઉગે, આંબાની વાડીમાં આંબા મળે, ચીકુની વાડીમાં ચીકુ પણ એક એવી વાડી હોય કે બધા જ ફળો તેમાંથી મળે, તેમપૂજ્યશ્રી એવા હતાં કે સર્વ ગુણો તેમને આશ્રયી રહેલા હતાં. મહાપુરુષોના ચિત્તને કોઇ ઓળખી શકતું નથી, તેમની પાસે સતત રહેનારા પણ જાણી શકતાં નથી. ફક્ત પ્રસંગે પ્રસંગે તેની ઝાંખી આપણને થાય છે. એ તપ કરતાં હતાં એમનહીં પણ સ્વયં તપરૂપ હતાં. તપ જીવનમાં એવો વણી લીધેલો કે જીવનનાં અંત સુધી તેને છોડ્યો નહિં, ખૂબ જ નબળી પરિસ્થિતિમાં કોઇ કાચો પોચો હોય તો નવકારશીમાં બેસી જાય, ત્યારે તેઓ એકાસણું-બેસણું નહીં પણ છ વિગઇના મહાત્યાગરૂપ આયંબિલ કરતાં. આવા મહાન તપસ્વીનું સાંનિધ્ય માણવા કોણ ન ઝંખે ! મહાપુરુષોના પુરુષાર્થ-સત્ત્વ- પુણ્યની ઉર્જા એટલી જોરદાર હોય કે તેમની આજુબાજુ રહેલાને પણ તેનો ફોર્સ મળી રહે.પૂ. હેમવલ્લભ મ.સા.પણ પૂજ્યશ્રીનો કૃપાપ્રસાદ પામી આયંબિલ નૌકામાં બેસી ગયા. મહાપુરુષો પોતાના આશ્રિતોને પણ મોક્ષપુરમાં પહોંચાડે છે. વિરલવ્યક્તિનું વર્ણન કરવું સર્જનોને પણ મુશ્કેલ હોય છે, તો મારા જેવા અશને શું? છતાં શ્રુતદેવતાને પ્રાર્થના કરી આરંભ કરું છું. પૂજ્યશ્રીએ ધંધુકા ચોમાસું કરેલ ત્યારે ૧૦૯ www.spinelibrary.org
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy