________________
પરમાનંદભાઇની દુકાન લઇને જેચંદભાઇને અપાવી અને જેચંદભાઇની દુકાન સંઘને અપાવી અને અત્યારે જે દ્વારનું દેરાસર છે તે બનાવવાનું શક્ય બન્યું. ત્યારબાદ બીજી બે દુકાનો સંઘને અપાવીને વિશાળ રંગમંડપ બનાવડાવ્યો. આ છે સાહેબનો ઘેટી સંઘ ઉપર મહાન મહાન ઉપકાર.. દેરાસરનું કામજ્યાં ચાલતું હતું ત્યાં પણ ઘણી સલાહ સૂચના અને માર્ગદર્શન આપ્યું.
સાહેબ ઘેટી ચોમાસુ હતા ત્યારે દેરાસર લગભગ તૈયાર થઇ ગયું હતું. મૂળનાયક તરીકે પ્રાચીન મુનિસુવ્રતસ્વામી પધરાવવાનું નક્કી કર્યું. મને અને પરમાનંદભાઇને ઘોઘાથી મારવાડ સુધી પ્રતિમાજીની તપાસ કરવા સાહેબે મોકલ્યા. એક જગ્યાએ પ્રતિમાજી નક્કી કરીને આવ્યા, પણ તે પ્રતિમાજી મળ્યા નહિ. ત્યારબાદ સાહેબ મુંબઇ પધાર્યા. ત્યાં દાદર જૈનસંઘને વિનંતી કરી કે અમારે ઘેટીમાં મૂળનાયક તરીકે શ્રી મુનિસુવ્રતસ્વામી પધરાવવા છે તો મહેરબાની કરી અમને આપો, પરંતુ દાદરમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના ભક્તો ઘણાં હતાં તેઓ છોડવા તૈયાર થયા નહિ, સાહેબે તે લોકોને સમજાવ્યા કે તમારા ભગવાન તીર્થના ગામમાં મૂળનાયક તરીકે જાય છે, તેથી ખુશ થઇને રાજીખુશીથી ભગવાનને ઘેટી લઇ જવાની રજા આપી. સાહેબે તાત્કાલિક મુહૂર્ત કાઢી આપ્યું અને ભગવાન ઘેટી લાવ્યા. આટલો બધો ઉપકાર અમારા ગુરુભગવંતનો!
દેરાસર તૈયાર થઇ ગયું. સાહેબને પ્રતિષ્ઠા કરાવવા વિનંતિ કરી ત્યારે આગળપાછળનો ખૂબ વિચાર કરીને કહ્યું કે આ કાર્ય તમે આચાર્ય ભગવંત ઉદયસૂરિ મહારાજા પાસે કરાવવા વિનંતી કરો. ઘેટી સંઘે તે પ્રમાણે કર્યું, તો તેઓશ્રીએ પૂ. આ.ભ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. પાસે પ્રતિષ્ઠા કરાવવાનું કહ્યું, પણ જ્યારે સંઘે કહ્યું કે એમણે જ આપની પાસે મોકલ્યા છે અને પ્રતિષ્ઠા આપને જ કરાવવા કહ્યું છે તેથી આ.ભ. ઉદયસૂરીશ્વરજી મ.સા. પ્રતિષ્ઠા કરવા કબૂલ થયા અને ધામધૂમથી પ્રતિષ્ઠા થઇ.
Education
१७०
પ્રતિષ્ઠા બાદ તુરત જ સાહેબ ઘેટી આવ્યા અને હિસાબમાં દેવદ્રવ્યમાં, સાધારણદ્રવ્યમાં જે ક્ષતિ હતી તે દૂર કરી અને વહીવટ ચોખ્ખો કર્યો અને ભવિષ્યમાં ખોટી પ્રણાલિકા ન પડે તેવું માર્ગદર્શન આપ્યું.
ઘેટી જેવા નાના ગામમાં સાહેબના ત્રણ ત્રણ ચોમાસા થયા તેમજ સાહેબને ઘેટીની ધરતી પ્રત્યેનું આકર્ષણ અને સંઘ ઉપરના અપાર લાગણી અને મહાન ઉપકાર છે. નિર્દોષ ભિક્ષાચર્યા ગોચરીમાં દોષિત ગોચરી આવે નહિં તેની ખૂબ જ કાળજી રાખતા હતા. ઘેટી પહેલીવાર ચોમાસુ આવ્યા ત્યારે સાથે બીજા ચાર મહાત્મા હોવા છતાં ભૂલે ચૂકે દોષિત ગોચરી આવી ન જાય માટે પોતે જ ગોચરી માટે નીકળતા સાહેબને પોતાને આયંબિલ ચાલતા હતા. જો કોઇને આયંબિલ ચાલતા હોય તો જ તેના ઘેરથી આયંબિલની વસ્તુ વહોરે તે પણ જેણે આયંબિલ કર્યું હોય તેની ભાવતી વસ્તુ હોય તે જ વહોરવાની.
સાહેબજી ઘેટી આવે ત્યારે સાહેબની સાથે યાત્રા કરવા જઇએ પણ સાહેબ તો દાદાના દરબારમાં બેસી જાય અને કેટલા સ્તવન બોલે તેનો કંઇ હિસાબ જ નહિં કલાકોના કલાક દાદાના દરબારમાં જ હોય.
મારું બાયપાસનું ઓપરેશન થયેલું હોવાથી ડૉક્ટરે એક પણ યાત્રા કરવાની મનાઇ કરી હોવા છતાં પૂજ્યશ્રીનાં આપેલ મુહૂર્તે મેં ૯૯ યાત્રા શરૂ કરી અને નિર્વિઘ્ને પૂર્ણ કરી. શ્રાવિકાને પગનો સખત દુઃખાવો, નબળાઇ રહેતી હતી, છતાં પણ સાહેબજીના શુભાશિષથી તેમણે પણ ૯૯ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ કરી.
સાહેબના સંયમજીવનના બધાજ ગુણ સતત યાદ આવે છે અને ગુણો ગાતાં જીભ થાકતી નથી, અને મોઢું દુઃખતું નથી. દરેક મહાત્માઓ વ્યાખ્યાનમાં ખૂબજ ઉમળકાભેર સાહેબના ગુણો ગાય છે. હજુ સુધી ગુણાનુવાદ ચાલે છે. મુલુન્ડમાં પૂ. દેવરત્ન મ.સાહેબે ખૂબ જ કહ્યું હતું કે “આવા તપસ્વી મ.સાહેબને આવું દર્દ આવ્યું કેમ? એમદરેકને પ્રશ્ન થાય, તેમણે તેનો ખુલાસે કર્યો કે જ્યારે કોઇપણ પેઢી કે બેંક
For Private Personal Use Only
*******5] ]]