________________
ધરતા નથી. આવા વાતાવરણમાં મનમાં વેર રાખી ખાલી ખાલી પ્રતિક્રમણ કરવું ઉચિત નથી. તમે લોકો અત્યારે ઝઘડો મીટાવો અને વેર શમાવો, નહિંતર હું આ પાટ પરથી ઉઠવાનો નથી.” | સંઘમાં ખળભળાટ મચી ગયો, સહુ દોડ્યા. ગુરુદેવને ઘણું કહ્યું કે, આ બધું થોડા સમયમાં પલટાવી ન શકાય, પણ ગુરુદેવ તો કોઇની વાત કાને સાંભળે જ નહીં, બધા ભેગા થયા, ટેલિફોનના દોરડા ઝણઝણ્યા, ઘણા પ્રયત્નો પછી મૌખિક રીતે, બધુ સમેટી લઇ ઝગડાઓનો અંત લાવવાની બાંહેધરી અપાઇ અને વર્ષોથી ન બોલનારા બોલતા થયા, આમગુરુદેવે સંઘને એક કર્યો. | આત્મસાધનાનો તેમનો ઇતિહાસ જૈનસંઘમાં સુવર્ણાક્ષરે લખાય તેવો છે. સુંદર સાધના, કડક આચારપાલના, હરપળે ઉન્નત ભાવોનું ભાથું, અંતરની આરાધના, અકલ્પનીય તપસ્યા સહ યાત્રાઓ, આયંબિલવ્રતની યશોગાથા આ બધું જ... છતાં ન કયાંય માન-સન્માનની અપેક્ષા, સહુના આત્મભાવ અને આત્મસાધનાની ચિંતા, આવું ઉન્નત ચારિત્ર હતું. જેઓ તેમનો સંગ પામ્યા તેમનું જીવન પલટાવી દીધું. પૂ. ગુરુદેવશ્રી સાથેની યાત્રાઓ, વિહારો, વળામણા, પ્રતિક્રમણ, પ્રવચન, સ્વાધ્યાય, પ્રભુભક્તિ આદિ અનેક પ્રસંગોની સ્મૃતિથી આજેય હૈયું ભર્યું ભર્યું છે, પણ અફસોસ એ જ છે કે ગુરુદેવશ્રીની ધર્મપાલન અને સંયમજીવન ગ્રહણ કરવાની ટકોરોને કર્મજડતાના પરિણામે અમે પૂરેપૂરી વધાવી ન શક્યા.
પોતાની ધર્મસાધનામાં પણ સદા અપ્રમત, તેમણે ક્યારેય તપ, જપ, કે અનુષ્ઠાનો માટે કોઇને પણ સામેથી સૂચનો કર્યા નથી. સંઘના ભાવિકો વિનંતિ
કરે તો પણ સાવધાની રાખવા માટે કેટલીય સૂચનાઓ આપે. નાનામાં નાની બાબત પણ તેમના ધ્યાન બહારનરહે.
પૂ. ગુરુદેવનું છેલ્લું ચાતુર્માસ ગિરનાર તળેટીએ થયું. કારતક સુદ ૧૩ના દિને ગુરુદેવ પાસે અમે વંદનાર્થે ગયા. ગુરુદેવે ઘણી વાતો કરી અને ગામમાં પધારવાની વિનંતિનો સ્વીકાર કર્યો. નિયત દિવસે ગુરુદેવને ખુરશીમાં બેસાડી ઉત્સાહપૂર્વક ગામમાં લાવ્યા ત્યારે ક્યાં ખબર હતી કે થોડાં સમય પછી આ જ રીતે પૂજયશ્રીના નશ્વરદેહને લઇને પુનઃ સહસાવન રડતા હૈયે પાછા જવાનું થશે?
હે ગુરુવર ! આપે તો જીવન જીવી જાણ્યું અને સમાધિમૃત્યુ પામી કાળને ય જીરવી જાણ્યો. આપ જ્યાં પણ ગયાં હશો ત્યાં આપની સાધનાનું અને આપના પ્રભાવનું ક્ષેત્ર વિસ્તૃત થયું હશે. આપના એ પ્રભાવક્ષેત્રમાં અમે સહુ ભક્તોને આવરી લેજો. ગુરુદેવ પેલા દ્રવિડ અને વારિખિલ્લના સૈનિકોની જેમ. એ સૈનિકો મિથ્યાત્વના પ્રભાવે દ્રવિડ અને વારિખિલ્લની આગેવાનીમાં બાર વર્ષ માંહોમાંહ લડ્યા અને વેરના અનંત કર્મજાલ ઉપાર્જિત કર્યા, પણ એ બંનેનો માહ્યલો જાગી જતાં દીક્ષા લઇ સ્વામી પ્રત્યેના પૂજ્યભાવને લીધે સૈનિકોએ પણ તેમની સાથે જ દીક્ષા લઇ આજ્ઞાપાલનને પોતાનો ધર્મ બનાવ્યો અને તેથી તેઓ મુક્તિગામી બનવા સમર્થ બન્યા.
તેવી જ રીતે હે ગુરુવર ! આપ અમને સહુને પણ મોક્ષાભિલાષી બનાવો અને અમે પણ એ સેનિકો જેવો આપ પ્રત્યે પૂજ્યભાવ દર્શાવી શકીએ તો ક્યારેક મુક્તિની વરમાળા પામી શકીશું.
૧૬૨
Education International