________________
અમારા પરમોપકારી, તપસ્વી ગુરુદેવ
શાહ રોહિણી ચંદ્રકાન્ત (જેતપુર) ગરવાગિરનારના પગથારના પ્રણેતા પ. પૂ. આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાએ સં. ૧૯૮૬નાં ચાતુર્માસમાં આસો માસમાં ઉપધાનતપની આરાધનામાં અમને પ્રવેશ કરાવેલ. હું અને શ્રાવક ઉપધાનતપની રૂડી આરાધનામાં જોડાયા. પ.પૂ.સાહેબશ્રીની નિશ્રા, તપ અને જપના મંડાણ તથા નવકારની વાચના આમત્રિવેણી સંગમના સથવારે અમારી યાત્રા ચાલુ થઇ, અને મોક્ષની માળા અમે ગુરુદેવના હાથે પહેરી.
હું અને શ્રાવક પૂ. ગુરુદેવના અવિરત કૃપાબળથી શ્રાવકજીવનમાં આરાધના કરી શક્યા, અને જીવનને તપોમય બનાવી શક્યા.
તપસ્વી ગુરુદેવના ઉપકારની, હિતશિક્ષાની, વાત્સલ્યભાવ આદિ અનેક ગુણોની ભૂરિ, ભૂરિ અનુમોદના કરી રહ્યા છીએ.
અમારા પરોપકારી તપસ્વી ગુરુદેવ અમપર કૃપા વરસાવશો.
મૂકીને આશિષ આપ્યા. ગુરુદેવના આશિષ ગ્રહણ કરતી વખતે બંધ આંખોમાં અલૌકિક પ્રકાશની અનૂભુતિ થઇ.
ગુરુદેવ સાથે જયેશભાઇ તથા મુનિ હેમવલ્લભવિજયજી મહારાજ અને અન્ય શિષ્યગણની હાજરીમાં ગુરુદેવના સ્વાથ્યની પૃચ્છાથી વાતચીત શરૂ થઇ. પૂ. ગુરુદેવના પગ પાસે બેસી ગુરુદેવના પગ દબાવવાની સેવાનો લાભ લીધો. આ સમયે ગુરુદેવ સાથે થયેલી વાતચીત કંઇક અદ્ભુત હતી. પૂ. ગુરુદેવના સ્વાથ્ય માટે શ્રી નેમિનાથ પ્રભુની વધુમાં વધુ આરાધના કરવાની વાત થઇ. | ગુરુદેવશ્રીના પ્રવર્તમાનગ્રહો તથા તેની સ્થિતિ ઉપર પૂ. ગુરુદેવ તથા જયેશભાઇ સાથે વાતચીત થઇ. પૂ. ગુરુદેવશ્રીના ખગોળવિઘાના જ્ઞાન અને ગ્રહોની સ્થિતિના જ્ઞાનની જાણ આ વાર્તાલાપમાં થઇ. કઇ તિથિએ કયા વર્ષે અને ક્યા સમયે સૂર્ય, ચંદ્ર, મંગળ, ગુરૂ આદિ ગ્રહો કઇ સ્થિતિમાં હશે તેની વાત ક્ષણનાયે વિલંબ વિના ગુરુદેવ કહેતા હતા.
ગુરૂદેવશ્રી જયેશભાઇને ગિરનારની યાત્રા માટે કોઇ પણ અમાસના દિવસે યાત્રા કરવાની સુચના આપી. અમાસ શા માટે ? આ પ્રશ્નના ઉત્તરમાં પૂ. ગુરુદેવે જણાવ્યું કે શાસનદેવી અંબિકા દર અમાસના દિવસે અચૂક સાક્ષાત્ ગિરનારના ગિરિમંડળમાં બિરાજમાન રહે છે.
ગુરુદેવશ્રીના જન્માક્ષરના ગ્રહો જોઇને ગ્રહો અને નક્ષત્રોની ચાલના અભ્યાસથી જયેશભાઇએ પૂ. ગુરુદેવને જણાવ્યું કે આપનું આયુષ્ય દીધું છે અને આપ ૧0 વર્ષ ઉપરાંતનું આયુષ્ય ભોગવવાના અધિકારી છો. આપ ઈચ્છામૃત્યુના સ્વામી પણ છો. પૂ. ગુરુદેવે આ વાત હસીને ટાળી દીધી.
પૂ. ગુરુદેવ સાથેની વાતમાં માગસર સુદ ૧૪ની મધ્યરાત્રીએ ૧ર કલાક અને ૩૯ મીનીટે દેહોત્સર્ગથી આત્માની ગતિ દેવલોકની થવાના યોગની વાત થઇ. આ દિવસ ઉત્તમ છે, અને બધાજ ગ્રહોની સ્થિતિની વાત થઇ, આ પૂ. ગુરુદેવના માટેનો
ઈચ્છામૃત્યુના યોગસાધક
| દેવીદાસ મનહરલાલ દડીયા (અંધેરી) વિ.સં. ૨૦૫૮માં વિલેપાર્લેવાળા મુરબ્બી શ્રી જયેશભાઇ શાહ સાથે શ્રાવણ સુદ ૧૫ના દિવસે અજાહરા શ્રી પાર્શ્વનાથ પ્રભુની પૂજા , સેવા કરવાનો કાર્યક્રમનક્કી થતાં ત્યારબાદ જુનાગઢ ગિરનાર તળેટીમાં બિરાજતા પ.પૂ. આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ ગ્રહણ કરવાનો કાર્યક્રમ નક્કી કર્યો.
અજાહરા પાર્શ્વનાથ પ્રભુની સેવાભક્તિ કરીને અમો જુનાગઢ મોડી સાંજે પહોંચ્યા. પ. પૂ. ગુરુદેવના દર્શન કરવા ગયા ત્યારે પ્રતિક્રમણ ચાલતું હતું, પ્રતિક્રમણ પૂર્ણ થતાં જ હું તથા જયેશભાઇ ગુરુદેવને વંદન કરવા ગયા. સ્નેહથી ગુરુદેવે બન્નેના શિર પર હાથ
૧૪૮
Y
Jain Education Internationale