________________
આપણને જે પ્રશ્ન અઠવાડિયાથી મુંઝવતો હોય તેનું ત્યાં આઠ સેકન્ડમાં નિવારણ થઇ જાય !
દાદાનો સ્વભાવ ખૂબજ અનેરો હતો. દાદા જ્યારે ખુશ હોય ત્યારે તેમનું હાસ્ય કંઇક આકર્ષણ ભર્યું રહેતું. તે આનંદમાં રહીને જે વાત કરતા હોય તેની પાછળ કંઇક હેતુ રહેતો.
એકવખત દાદાના વંદન માટે અમદાવાદ ગયા ત્યારે દાદાને ચાતુર્માસ માટે વિનંતી કરી તો દાદાના જે શબ્દો હતા તે ઉપરથી તો નક્કી થયું કે દાદા મહાન જ્ઞાની હતા. તેમણે કહેલું કે ‘હું અત્યારે નથી આવતોપણ મારે મારું છેલ્લું ચોમાસુ નેમનાથ ભગવાનની નિશ્રામાં જ કરવું છે? અને એજ થયું!
દાદાનો સ્વભાવ થોડો કડક હતો, પણ તેની પાછળ એમનો હેતુ સંઘને સાચવવાનો અને સ્થિર રાખવાનો હતો. બહેનોએ માથે ઓઢીને જ આવવાનું, સૂર્યાસ્ત પછી નહીં આવવાનું, આવા કડકનિયમોનું જીવનના અંત સુધી પાલન કર્યું.
દાદા જે વાત કહે તે ‘તહત્તિ’ કહી સ્વીકારવામાં હિત છે. એવો અનુભવ અમારા પરિવારને થયો. મારો નાનો ભાઇ અને મારા મમ્મી બંને તળેટીમાં ચાતુર્માસ દરમ્યાન પર્યુષણમાં પચ્ચકખાણ લેવા માટે ગયા. ત્યારે દાદામહારાજે મુખ જોઇ તરત જ ભાઈને ૯ ઉપવાસ અને મમ્મીને ૧૬ ઉપવાસનું એકી સાથે પચ્ચકખાણ લેવાનું કહ્યું. ભાઈ ત્યાં જ હતો તેથી તેણે તહત્તિ કહી સ્વીકારી લીધું. પણ મમ્મીને મનમાં થયું કે થશે કે નહી? પણ છેલ્લે ૧૧ ઉપવાસના પચ્ચકખાણ લીધા. બંનેને શાતા એવી હતી કે કોઇને પણ ખબર ન પડે કે આમને આટલા ઉપવાસ હશે. પછી મમ્મીને થયું કે ૧૬ ઉપવાસના લીધા હોત તો ? પણ પછી શું.... દાદાએ આપેલા પચ્ચક્ખાણના શબ્દોમાં કોઇ ફેરફાર ન હતો, પણ કોણ આપે તે મહત્વનું હતું ! જો. દાદાના સમય મુજબ પચ્ચખાણ લેવાય તો તમે જેતપ ધારેલા હોય તે તપ નિર્વિઘ્ન પૂર્ણ થઇ જાય અને શાતા પણ સારી રહે.
# ૧૨-૪૦ મિનિટે દાદા કાળધર્મ પામ્યા. દાદાની પાલખી સહસાવન પહોંચી ત્યારે પવન સુસવાટા મારતો હતો. જ્યારે અગ્નિસંસ્કાર થયો ત્યારે આશ્ચર્યકારી ઘટના એ બની કે પવન એકદમશાંત પડી ગયો. પૂજયશ્રીની અંતિમસમયની જે ઘટનાઓ છે તે તો બોલતા વિચારતા પણ કંઇક અંતરની અનેરી અનુભૂતિ કરાવે છે.
પૂ. દાદા હયાત નથી પણ દાદાના ગુણો આજ પણ હયાત જ છે.
સત્સંગનો પ્રભાવ વંથલી ગામના વતની અજૈન દેવાભાઈ વાણવીએ પૂજ્યશ્રીના અંતિમ ચાતુર્માસમાં ગિરનારની ગોદમાં સાહેબની નિશ્રામાં રહી માસક્ષમણ સાથે એક લાખ નમસ્કાર મહામંત્રની આરાધના અપ્રમત્તભાવે કરી હતી. પછી થોડા જ વખતમાં વર્ધમાન આયંબિલતપનો પાયો નાંખ્યો, અખંડ ૫૦૦ ઉપરાંત આયંબિલ પણ કર્યા અને આજે પણ લગભગ એકાસણા જ કરે છે.
૧૩૮
Jain Education International