________________
આચાર્યભગવંત વાંકાનેર ચાતુર્માસાર્થે પધારતા જેતપુર (કાઠીનું) પધાર્યા. આયંબિલ તપ ચાલુ જ હતો ! સાડાદસ વાગ્યાનો સમય, બે-ત્રણ શ્રાવિકો બેનો સાથે વંદનાર્થે ગયેલ, વંદન બાદ મનસુખશાતા પૃચ્છા કરેલ, મેં પૂજ્યશ્રીને મારા દર્દની વાત કરેલ, ચાર દાયકાથી પેપ્ટિક અલ્સરની બિમારી છે. હોઝરીમાં ચાંદા પડેલ ત્રણ વાર ઓપરેશન કરાવેલ છે, એકવાર આંતરડાનું ઓપરેશન કરાવેલ છે, આહાર કશો નથી પચતો, આટલી વાત કરેલ, મને કહે, થાય તે આરાધના, સાધના, સ્વાધ્યાય કરો, જાપ કરવો હિતશિક્ષા સુંદર આપેલ, સાધ્વી આચારનું સુંદરપાલન કરશો વાસચૂર્ણ મસ્તકપર નાખી આશીર્વાદ આપેલ. મુખ પર વાત્સલ્ય ભાવ જોતા મારા નયનો સજળ થઇ ગયા આવા ઘોર તપસ્વી ગુરુદેવ અનેક ગુણોના ભંડાર હતાં તેમની રગે રગમાં અહંદુભક્તિ, સાધ્વાચારનું ચુસ્તપાલન, શાસનકાજે ઘોર તપના મંડાણ, આજીવન, વાત્સલ્યભાવ, વચનસિદ્ધપુરુષ, મુહૂર્તદાતા, મુખપરની પ્રસન્નતા, નિર્દોષ ભિક્ષાના આગ્રહી, જિનાજ્ઞાના પાલક, પુષ્પની કોમળતા જેવી હૃદયની કોમળતા, આનંદધન જેવા મસ્ત ફકીર, પૂજ્યશ્રીના મુખના દર્શન કરતા ઋષિ ધન્ના આગગારની યાદ આવે, અરે ! સુકલક્કડી કાયા જોતા આપણું મસ્ત ચરણોમાં ઝૂકી પડે કલમ – કાગળ ટુંકા પડે ! વાંકાનેરથી ગરવા ગિરનાર શ્રી યદુપતિનંદનને ભેટવાની તાલાવેલી, ઉગ્રવિહાર, જિનાલયમાં પરમાત્મા સમીપ ભક્તિમાં તરબોળ અને આવા અનેક ગુણો નજરે નિહાળ્યા છે.
જિનશાસનના ગગનાંગણે તેજસ્વી, તપસ્વી, તારલો હતો, સુદીર્ઘ આયંબિલ તપના શિરોમણિ હતા! સંયમના રાગી તપના ભોગી, આવા યોગીને નિહાળવા, સાંભળવાએ પણ જીવનનો એક લ્હાવો હતો, જીવનચર્યા નિર્દોષ, ભિક્ષાચર્યા પણ નિર્દોષ, શાસન - સંધની કોઇપણ બાબત હોય કયાંયે બાંધછોડ નહીં મક્કમતા કટ્ટરતા અને સરળતા આવા તપસ્વીરત્ન આપણા શાસનમાંથી વિદાય લીધી છે ! સંયમધર આ મહાપુરુષના ચરણાવિંદ વંદના.
જિનશાસનુની નીલjjનનો તેજર-સ્વી તારલો
- પ.પૂ.સા.પાયશાશ્રીજી
૧૨૬ |