________________
શૈશવનાં. EU-Uthapaths જ્ સંભારણાં
For Private & Person
પરમ તવી પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજ તથા પ્રશાંતમૂર્તિ પૂ. યાદવ શ્રીમદ્ભગવંત વરસૂરીશ્વરજી મહારાજાનું નામસ્મરણ થતાં જ સંયમજીવનના શૈશવકાળની કેટલીય મૂર્તિઓ તાજી થઇ જવા પામે છે. કારણ કે સિંહસવા સ્વામી પૂ. આચાદિત શ્રીમદ્વિજયમુકિતા સૂરીશ્વરજી મહારાજાની નિશ્રા ઉપરાંત ઉભય પૂજ્યોની સવિશ્રામાં સાંગલીબિજાપુરના ચાતુર્માસ સહિત શેષકાળમાં પણ ઠીક ઠીક રહેવાનું બન્યું હતું. ત્યારે પંન્યાસપદા ધારક તરીકેનો ઉભય-પૂજ્યોનો પર્યાય ચાલતો હતો.
ભીષ્મ સાધના, કઠોર જીવનચર્યા, ખડક જેવું ખડતલપણું, અપૂર્વ ત્યાગવૃત્તિ, અન્યને માટે કુસુમ જેવી કોમળતા છતાં જાત માટે વજ્ર જેવી કઠોરતા, સાંભળતા પણ છાતી ધબકારા ચૂકી જાય એવું તીવ્ર-તપશ્ચરણ ઇત્યાદિ અનેકવિધ ગુણોનું સદેહે પ્રગટીકરણ અને વિચરણ એટલે જ જાણે શ્રીહિમાંશુસૂરીશ્વરજી મહારાજ !
માત્ર પડ્યો બોલ જ ઝીલી લેવાની તત્પરતા નહી, પરંતુ વડીલોના ઇંગિતાકાર પરથી જ અંતરના ભાવો કળી જઇને એ ભાવોની પૂર્તિ કરી દેવાના પુરુષાર્થ પૂર્વકનો વિનયોપચાર, ક્ષણેક્ષણે – પળેપળે અને પગલે પગલે જયણાપ્રધાન વૃત્તિ-પ્રવૃત્તિ, બાળક જેવી નિખાલસ અને સાલસ મનોવૃત્તિ, શરીરથી ખેંચાઇને પણ પિતા– મુનિની સેવા ખાતર ઘસાઇ જવાની ભાવના, પિતામુનિ તરફથી મળતા ઠપકાને ગોળની જેમ ગળ્યો માનીને હસતે મુખે ગળી જવાનો અતિવિરલ ભક્તિસભર બહુમાન ભાવ ઇત્યાદિ જવલ્લે જ જોવા મળતા ગુણોની હાલતી-ચાલતી મૂર્તિ એટલે જ જાણે શ્રીનરરત્નસૂરીશ્વરજી મહારાજ !
પિતા-પુત્ર તરીકેની અજોડ જોડી તરીકે સમુદાય અને સંયમ માટે આદર્શભૂત એક નવો જ અદ્ભુત ઇતિહાા સુવર્ણાક્ષરે અંકિત કરી જનારા ઉભા પૂજાની સાથે પૂ. પરમગુરુદેવશ્રી મુક્તિયદ્રસૂરીશ્વરજી મહારાજાનેં ભવો ભવતો કોઇણાળુબંધ હશે. એમ કહ્યા લખ્યા વિના ચાલે એમ નથી. વિહાર દરમિયાન જ્યારે બંનેનો ભેટો થઈ જવા પામે, ત્યારે સાંજનું પ્રતિક્રમણ પૂર્ણ કરીને તેઓ એવી જ્ઞાનગોષ્ઠિમાં ખોવાઇ જતા ડે, રાત ક્યાં પસાર થઇ જતી અને સવાર કયારે ખીલી ઉઠતી, એવો ખ્યાલ જ ન રહેતો અને સવારનું પ્રતિક્રમણ પણ એ જ બેઠક પર પૂર્ણ થતું. આમ છતાં એ જ્ઞાનગોષ્ઠિ પૂર્ણ થવાની તૃપ્તિનો મૉડકાર પણ ા અનુભવાતો.
આવા ધર્મબેટના ડારણે જ સાંગલી-બિજાપુરના રાાતુર્માસ પછી પિંડવાડા સુધીનો વિહાર, આ પછી જેસલમેર તરફનું વિહાર-વિરારણ વગેરે અબેંક સ્થળે બૉલા પ્રસંગોમાં તેોશ્રીની હિંમત, ખમીરી અનેં સાહસિકતાનો જે અનુભવ થવા પામ્યો, એ આજે વર્ષોના વર્ષો વીતવા આવ્યા છતાં ભૂલાયો નથી.
Y.org