________________
સુહાગૌરવ
- પ.પૂ. સા. ચંદ્રજ્યોતિશ્રીજી
પરમતપસ્વી પૂ. પાદ આ.ભ.ની નિશ્રામાં ગિરનારને પ્રદક્ષિણા દેવાનું સમૂહમાં નકકી થયું. યાત્રાસંધ તેઓશ્રીજીના પગલે પગલે પાછળ ચાલતો હતો. પૂજ્યશ્રીજીનું ઇર્યાસમિતિનું પાલન, વચનગુમિનું પાલન કરતાં કરતાં છેક બપોરે ૧/૧ાા વાગે તળેટીએ એકાસણાં કરવા પામ્યા. વગર પર્વતિથિએ પણ રસોડામાં કેળા સિવાય કોઇ જ લીલોતરીનો વપરાશ થયો ન હતો.... પૂજ્યશ્રીજીના હૈયામાં જીવો પ્રત્યેની દયા + કરુણા સાથે આરંભ સમારંભથી થતા પાપનો ભય કેવો ઉચ્ચકોટિનો વસેલો હશે ? તે આ પ્રસંગે સમજાયું....
અમદાવાદથી પાલીતાણાનો છ'રી પાલિત આયંબિલ કરવા પૂર્વકનો સંઘ લઇને પધાર્યા, એ સંઘમાં આયંબિલનું રસોડું મોટું હતું... બધા યાત્રિકો આયંબિલ કરીને ચાલતા હતા... ખુદ પોતે આયંબિલ કરતા ! એ પણ એક આશ્ચર્યકારી અહોભાવ ભરી ઘટના કહી શકાય.
સંચમશુધ્ધિના ચાહક : પૂજ્યશ્રીજી જૂનાગઢ મુકામે ચાતુર્માસ હતા. અમારે ચાતુમાર્સ બાદ ત્યાં જવાનું થયું સહસાવનનો જિર્ણોદ્ધાર પૂજ્યશ્રીજીના માર્ગદર્શન નીચે ચાલુ હતો. હજાર ઉપરના આયંબિલ થઇ ગયેલ..... આવા સંયોગોમાં પૂજ્યશ્રીજી સૂર્યોદય પછી જ ધીમે ધીમે ઉપર પહોંચતા આયંબિલ ઉપર કરવાનું હોય તો પણ ગોચરી ઉપરની નહીં , પણ નીચેથી નિર્દોષ તેમના માટે વ્હોરીને વૈયાવચ્ચમાં રહેલા પૂ. સાધુભગવંત લઇ જતા અને એ ઠંડી ગોચરીથી જ આયંબિલ ગમે ત્યારે થતું ? કોઇ અપેક્ષા નહી, ! ધન્ય છે તેમની સંયમરક્ષાને અને ધન્ય છે આવા સવપ્રેમી સાધુભગવંતને ! ગોચરી ઉપાડીને ભરતડકામાં ચડતા જોઇને ભલભલાનું મસ્તક નમ્યા વિના ન રહે !
સ્વાધ્યાયપ્રેમી : અમે પાલીતાણા ચાતુર્માસ હતા. પૂજ્યશ્રી જીવલાલ પ્રતાપશીના બંગલે હતા. સંઘમાં ચાલીને આવ્યા બાદ પગની તકલીફ વધી જતા આરામ અર્થે પૂજ્યશ્રીને રોકાવાનું થયું અમે તળેટી યાત્રા માટે નીકળીયે એટલે વંદન માટે ત્યાંથી પસાર થઇએ. | કોઇવાર સઝાય ચાલતી હોય ! કોઇ વાર પ્રભુદર્શનમાં લીન હોય ! સાથેના વૈયાવચ્ચી સાધુ પુસ્તક લઇને ગોખવા-ભાણવા બેસી ગયા હોય.
આવી ગ્લાન અવસ્થામાં પણ અદ્ભુત સ્થિરતાપૂર્વકની તેમની સર્વ ક્રિયાઓ જોઇને તેમનો સંયમ-સ્વાધ્યાય પ્રેમ જણાઇ આવતો! વાપરવાની બિલકુલ પરવા નહિ દવા માટે નવકારશીનું પચ્ચખાણ કરવું પડે તેમાં દ્રવ્ય કેટલા હોય ? તેમાં સમય ન જાય અને સ્વાધ્યાયને હાનિ ન પહોંચે તે જ લક્ષ હતું! આવા ક્રિયાચુસ્ત અને સ્વાધ્યાય પ્રેમી પૂ. ગુરુદેવ જયવંતા વર્તા! આપના ચરણોમાં કોટિ કોટિ વંદન!
OF A DOOD
Jan Education international
' 17
Forevete a polcany
Day