SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ મારો આજ પાવ].... - પ.પૂ. સા. હેમચંદ્રાશ્રીજી મહાપુરુષોના નામસ્મરણ માત્રથી પણ તેમના ગુણોનું સ્મરણ થાય છે. હિ = ભવ્યભારતની ભૂમિના રક્ષણ કાજે સરહદ ઉપર હિમાલયની હારમાળાઓ છવાયેલી છે તેમ જિનશાસનના સડળસંઘના રક્ષણ કાજે આવા મહાપુરુષના તપ અને સંયમબળની હારમાળાઓ હતી. માં = વિજીવોના આત્મવિકાસ માટે મા સમાન વાત્સલ્યની વર્ષા કરતા. શુ = શ્રીસઽળસંઘના મંગળ-કલ્યાણ માટે જિનશાસનના ભોમંડલમાં શુક્ર સમ ચમકતા તેજસ્વી સિતારા હતા. વર્તમાનકાળમાં જેમ કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને મહોપાધ્યાય યશોવિજયજી મહારાજનું નામ સ્મરણ ખૂબ આદર અને બહુમાન પૂર્વક લેવાય છે તેમ અનેક ભવ્યજનો સાથે હું પણ સ્વર્ગસ્થપૂજ્યશ્રીનું સતત નામ સ્મરણ કરી પૂ. જ્ઞાનવિમલ સૂ.મ. ની પંક્તિનું સતત રટણ કર્યા કરું છું. જન્મ મારો આજ પાવન, નીરખીયો તુજ નૂર રે; ભવોભવ અનુમોદના જે, હુઓ આપ હજૂર રે...... લૌકિક પારસમણિ માટે તો સાંભળ્યું છે કે તેતો લોઢાને પણ હેમ કરે ! કિંતુ આપ કેવા પારલૌકિક પારસમણિ કે આપે તો હેમને પારસમણિ બનાવ્યો! આવા દાદાના સ્મરણ-વંદનથી આપણા સર્વદોષો અને પાપો નાશ થાઓ! સકળસંઘનું મંગલ થાઓ ! તેઓશ્રીનું સ્મરણ ત્યારે જ સાચું લેખાય જયારે આપણે આપણી સર્વશક્તિ એકત્રિત કરી પૂજ્યશ્રીની વિશ્વશાંતિ અને શ્રીજૈનસંઘની એકતાની ભાવનાને પરિપૂર્ણ કરવા પ્રયાસ આદરી સફળ બનીએ! Jan Education international આંતરસાધનાના અણગાર પ.પૂ. સા. પુષ્પાશ્રીજી ફુલ ખીલે છે અને કરમાય છે એમાં એની કોઇ વિશેષતા નથી એ સુવાસ ફેલાવે છે એમાં જ એનું ગૌરવ રહેલું છે.. સૂર્ય ઉગે છે અને આથમે છે એમાં એની ઝાઝી કિંમત અંકાતી નથી, પરંતુ એ પોતાના પ્રકાશથી સમસ્ત જગતને પ્રકાશિત કરી દે છે એથીસ્તો એની કિંમત અંકાય છે.... મહાપુરુષો પણ જગતમાં જન્મે છે અને મૃત્યુ પામે છે એ એટલું મહત્ત્વનું નથી પણ વચગાળામાં પોતાના જીવન દરમ્યાન સંયમ અને સાધુતાની સુવાસ ફેલાવી જાય છે. એજ મહત્ત્વની વાત છે. જન્મ, જીવન અને મરણ જગતમાં અનેકોના થાય છે. આપણે એમને યાદ પણ નથી કરતા પણ જેઓએ, તપ-ત્યાગ-વૈરાગ્ય-સાધુતા-અપ્રમત્તતા-સ્વાધ્યાય રસિકતાદિ સહ ગુણસુમનોને જીવનોદ્યાનમાં ખીલવ્યા હોય છે એમની સ્મૃતિ જન-માનસ પર સહજતયા અંકિત થયેલી હોય છે. જગતમાં જન્મીને,જગતથી નિરાળા રહી, જગત્પિતા પરમાત્માને દષ્ટિ સમક્ષ રાખીને જ, સ્વપરોપકારાર્થે જ જીવન-જીવનારા વ્યક્તિઓનું જીવન જ એમને સહેજે મહાપુરુષની કોટિમાં મૂકી દેતું હોય છે. સ્વ. પૂજ્યપાદશ્રીના જીવનની એક-એક પળ પ્રેરણાનો અમૃતકુંભ હતી જીવનના પ્રત્યેક પ્રસંગો બોધદાયક હતા, પૂજ્યશ્રીની સ્મૃતિઓ માત્ર સ્મારક નહીં પણ પ્રેરક હતી, દરેક આરાધનાઓ માત્ર અનુમોદનાનો વિષયજ નહીં પરંતુ આદરણીય હતી... ટૂંકમાં.... પૂજયશ્રીનું જીવન સાધક આત્માઓ માટે માત્ર પ્રેક્ષણીય, વંદનીય નહીં કિંતુ સ્પૃહણીય બની ગયું. For Private & Personal Use Only પરમતારક સ્વ પૂ. પાદ.આ.ભ. શ્રીની ગુણસંપદ્ ને શબ્દદેહ આપવો એ મહાસાગરની ગહરાઇને ફુટપટ્ટીના માધ્યમથી માપવી, ગગનમાં ચમકતા તારલાઓની ગણના કરવી અને હાથના માધ્યમથી મેરુની અવગાહનાને માપવા જેવી બાલિશ ચેષ્ટા છે છતાં પણ “વાનોઽપિ વિ નિનાદુ-યુમાં વિતત્વ, વિસ્તીર્ણતાં વથયતિ સ્વઘિયામ્બુરાશે ?’’ એ ઉક્તિનો આશ્રય લઇને પૂજ્યશ્રીની ગુણ સમૃદ્ધિને શબ્દમાં કંડારવાની હિંમત કરી રહી છું. જીવનભર પ્રચંડ સાધનાની ધૂણી ધખાવીને બનેલા સેંકડો સદ્ગુણ-સંપદ્યમ્રાટ, એટલે પ.પૂ. આ.ભ. હિમાંશુસૂ.મ.સાહેબ! www.jainlibrary.org ૧૧૫
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy