________________
એકવાર અમદાવાદ-વાસાણામાં પૂજ્યશ્રીનો જાપ પૂર્ણ થતાં મેં પ્રશ્ન કર્યો ‘સાહેબ મારી દીક્ષા થશે ? કયારે થશે ? આ ભવમાં થશે ?'' ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : થશે અને આ ભવમાં જ થશે” પૂજ્યશ્રીના વચનોથી મારો ઉલ્લાસ ખૂબ વધી ગયો અને મહાપુરુષના વચનમિથ્યા ન જાય તેમ વિચારી પરમાત્માભકિતવૈયાવચ્ચ-સ્વાધ્યાયાદિના ભાવ ઉંચકાવા લાગ્યા અને તેઓશ્રીના પ્રભાવે સંયમગ્રહણના ભાવો દઢ થતાં ગયા તે વખતે મારા સંસારી લઘુબંધુ મુનિ શ્રતરત્નવિજયજી મ.સા. નું ચાતુર્માસ પાલનપુરમાં હતું, તેમની પાસે જઇ મારા ભાવો પ્રગટ કર્યા સાથે સાથે મારી દરેક આરાધનાઓમાં હંમેશા મને સાથસહકાર અને પ્રોત્સાહન આપનાર શ્રાવિકાને પણ તૈયાર કરવા પ્રયત્નો કર્યા પરંતુ તેમની ભાવના તીવ્ર ન બનતી હોવાથી તરત નીકળવા તૈયાર ન થવા છતાં સંયમજીવન માટે મને સહર્ષ અનુમતિ આપી મારા ઉપર મહાન ઉપકાર કર્યો. ભાઇ મહારાજ સાથે વિચારણાઓ કરી સંયમગ્રહણ કરવા માટેના મારા મનોરથપ.પૂ. આ.યશોવિજય સુ.મ.સા. પાસે પ્રગટ કર્યા ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું કે : તપસ્વી સમ્રાટ પ.પૂ.આ.હિમાંશુ સુ.મ.સા.નો તથા મુનિ હેમવલ્લભવિજયજીનો તમારા ઉપર મોટો ઉપકાર છે તેથી આચાર્ય ભગવંતની સુચના મુજબ યોગ્ય નિર્ણય કરવો તમે ત્યાં દીક્ષાગ્રહાણ કરો તેમાં મારી સહર્ષ સંમતિ છે.”
પ.પૂ.આ.યશોવિજય સુ.મ.સા.નો નિર્ણય લઇ હું સીધો ઘેટી ગામમાં ચાતુર્માસ સ્થિત પૂજ્ય આ.હિમાંશુ સુ.મ.સા. પાસે ગયો ત્યારે પૂજ્યશ્રીએ મુનિ હેમવલ્લભવિજયજી મ.સા. સાથે ચર્ચા વિચારણા કરી મને જણાવ્યું કે “તમારા ભાઇ મહારાજ તથા અન્ય પૂજ્યો પણ સંસારી સંબંધમાં થતાં હોવાથી તમારે ત્યાંજ દીક્ષા લેવાનું ઉચિત જણાય છે.” ઉભયપક્ષે પૂજ્યોની અરસપરસ કેવી પરાકાષ્ઠાની નિઃસ્પૃહતા ? [ આ કાળમાં જ્યારે પોતાના શિષ્યો બનાવવા માટે એકબીજાની ખેંચાખેંચી ચાલતી હોય ત્યારે આવી નિઃસ્પૃહતા કયાં જોવા મળે ? .
સેંકડો વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગિરનાર મહાતીર્થની તળેટીમાં સામુહિક ચાતુર્માસિક આરાધનાનું આયોજન પૂજ્યશ્રીની પાવનનિશ્રામાં સં. ૨૦૫૮માં થયેલું હતું ચાતુર્માસ દરમ્યાન આરાધના કરવાની અમૂલ્ય તક મને મળી અને ચારે માસ આયંબિલની આરાધના, નિત્ય સ્નાત્રમહોત્સવ, ગિરનારભક્તિ, નિત્ય રાત્રિ પૌષધ, શીધ્રસિધ્ધપદની પ્રાપ્તિ માટે પૂજ્યશ્રીએ માત્ર બે વ્યક્તિને સળંગ ૯૦ આયંબિલ સાથે વિશિષ્ટ જાપની આરાધના કરાવી હતી તેમાં પણ મારો નંબર લાગી ગયો હતો તે મારી ધન્ય ઘડી આજે પણ સ્મૃતિપટ ઉપર આવતાં નેત્રો અશ્રુભીના થયા વિના રહેતાં નથી. ચાતુર્માસિક આરાધનાની સાથે સાથે સુવિશુદ્ધ સંયમપાલન માટેની તાલિમ પણ પામી શકયો, પૂજ્યશ્રીના અચિંત્ય પ્રભાવથી મારા જીવનમાં અનેકવિધ આરાધનાના બીજાંકુર ફૂટીને પાંગરવા લાગ્યા અને લગભગ રાા વર્ષના સંયમપર્યાયમાં આજે ખૂબ જ મસ્તીથી આરાધના કરી શકું છું તે પૂજ્યશ્રીની જ અમિદષ્ટિને આભારી છે. ભવોભવ આવા પૂજ્યશ્રીનો મેળાપ થાઓ અને મારી જીવનનૈયાને ભવપાર કરાવવા સદાય સહાય કરો એ પ્રાર્થના સાથે બસ શક્યતઃ વિશુદ્ધ સંયમપાલન દ્વારા પૂજ્યશ્રીના અનંતોષકારમાંથી યત્કિંચિત્ ઋણમુક્ત થવા પામું એ જ અંતરની અભ્યર્થના.
આ ભવ મળીયાને પરભવ મળજો, સેવા તમારી ભવોભવ મળજો.......