________________
તપઘર્મની સાક્ષાતુ :
- ° ° ° °ad.
- પ.પૂ. આ. પ્રભાકર સુ.મ.સા.
જૈનશાસનના ગગનમાં તપધર્મનું ખુબ જ મહત્ત્વ છે. આઠ પ્રભાવકમાં પાંચમો તપપ્રભાવક કહેલ
છે. નવપદજીમાંના પદમાં છેલ્લા તપપદનું મહત્ત્વ ખુબ જ છે. શોભાયાત્રામાં છેલ્લે રથનું મહત્ત્વ છે તેથી જૈન જલયાત્રાને રથયાત્રી કહેવાય છે. ધર્મના સ્વરૂપમાં અહિંસા, સંયમ અને તપ છેલ્લો કહ્યો છે. લગ્નના ફેરામાં જેમ છેલ્લા ફેરાનું મહત્ત્વ છે તેમ ધર્મના સ્વરપમાં તપનું ખુબ ખુબ મહત્ત્વ છે.
જૈનશાસનમાં કોઈપણ આચારનું કે વિરાઘનાનું પ્રાયશ્ચિત તપ થી જ થાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, યાત્રિાચાર, તપાચાર અને વિચારની ભૂલનું પ્રાયશ્ચિત તપથી અપાય છે.
તીર્થકરમગવંત પણ દીક્ષા લઈને પ્રથમ ‘‘તપઘર્મ' આદરે છે. બાહ્ય જગતમાં બાર પ્રકારની તપઘર્મમાં તપઘર્મની જે આરાધના કરતા નથી તે હેરાન થાય છે. | ડોક્ટરો તથા વધો શરીરની ભૂલોની શુદ્ધિ માટે અઠવાડિક લાંઘણ કરવાનું જણાવે છે. તેમ જૈનશાસનમાં આત્માની શુદ્ધિ માટે પાક્ષિક આલોચના ઉપવાસથી કહેલ છે. જેનશાસનમાં પાંચતિથિઉપવાસ કરનારા હોય છે. - જ્ઞાનાચારની આરાધનાથી મગજ અને બુદ્ધિની શુદ્ધિ થાય છે. દર્શનાચારની આરાધનાથી ઇન્દ્રિયની શુદ્ધિ થાય, ચારિત્રાચારની આરાધનાથી અંગોપાંગની શુદ્ધિ થાય છે. તપાચારની આરાધનાથી શરીરની તેમજ શરીરમાં રહેલ ધાતુઓની શુદ્ધિ થાય છે. વીર્યાચારથી આત્માની શુદ્ધિ થાય છે, - આવા તપઘર્મની સાક્ષાત્ મૂર્તિ સમાન આચાર્ય ભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજની જીવનયથી આવી આરાઘના જાણવા મળે છે. તેઓએ હજરોના તારણહાર એવા આચાર્ય ભગવંત રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે ગ્રહણ શિક્ષા અને સાક્ષાતુ ચાત્રિમૂર્તિ આચાર્ય ભગવંત પ્રેમસૂરિમહારાજ પારો આસેવનશિક્ષા ગ્રહણ કરી હતી.
દીક્ષા લઇ આ. ભગવંત હિમાંશુસૂરિ મ.ના રોમે રોમમાં, નસ નસમાં અને લોહીના એક-એક બુંદમાં તપધ” લખાઇ ગયો હતો કે કોતરાઇ ગયો હતો ! અરે જડબેસલાક એક એક શબ્દવાક્યમાં તપધર્મ અંકાઇ ગયો હતો.
જે મહાપુરુષે જીવનમાં ‘‘સાડા અગ્યાર હજાર આયંબિલ તથા ત્રણ હજાર ઉપવાસ” તપ કરેલ, નિર્દોષ ગોચરીના પ્રચંડ- ગવેષક અને આચારની ચુસ્તતાના સબળ પ્રબંધક હતા.
અરે ! આચાર્ય પદવી પછી પણ જાતે ઉપધિ ઉપાડી છે. ભયંકર ગરમીમાં પણ તરસ લાગતાં સામેથી લાવેલું પાણી વાપરતા નહિ, તેઓ પૂર્વના મહર્ષિઓની યાદ અપાવનારા હતા. જે વસ્તુ આહારની નિર્દોષ મળે એકલું ઘી, એકલું દુધ તો તેનાથી જ તેઓ તપનું પારણું કરતાં હતા. ચાનો અધ્યાસ મારા જીવનમાં હતો મેં તેને ચાદેવી માની હતી પરંતુ તેમના યોગથી ચા મને ડાકણ જેવી લાગવા લાગી, ત્યારબાદ મારા જીવનમાં ખુમારી વધી હતી.