________________
વિરાટ તપસાધક
રિદઘના સોઘામણા સંભારણા
- प.पू. पं. विनयसेन वि.गदिश आधि नागुणी गुणीनां संति, गुणीय गुण मत्सरी । गुणी य गुणरागी य, सरलो विरल जन ।।
નેશનલ હાઇવે વર્ષમાં એકાદ દિન કદાચ ટ્રાફિક વિનાનો રહે! પણ અત્યંતર-બાહ્યતાના આરાધક પૂજ્યશ્રીના મનનો હાઇવે સદાકાળ અવિરત-અવિલંબ પ્રભુક્તિ દ્વારા ચાલુ જ હોય, સદા સોત્સાહ તપભાવના, સાધના, અનાસક્ત ભોજનવ્યવહાર સાથે આંતરિક પરીણતિ ચમકતી દેખાય. ઘોરતપ કરીને સમતાસરોવરમાં મહાલતા આવા તપયોગીની આ કલિયુગમાં ખૂબ આવશ્યકતા છે.
સ્વ. પૂજ્યશ્રીની સાત્ત્વિક આનંદ સભર મસ્તીને કોટી કોટી વંદન.
પ્રભુવીરના શાસનમાં પૂજ્યશ્રીની સંયમ આરાધના એક અજબગજબનો ચમકારો કરી ગઇ ! અને ભવ્યાત્માઓને મોહાંધકારમાં માર્ગદર્શક બની ગઇ. પરમોપકારી પુગ્યવંતા વીતરાગભાવસાધક તપસમ્રાટ સૂરિવરને કોટી કોટી વંદના.
- પ.પૂ. આ.ચન્દ્રયશસૂરિ મ.સા.
સહસાવન તીર્થોદ્ધારક, સુવિશુદ્ધિસંયમી, તપસ્વીસમ્રાટ પૂ. આચાર્યદેવ શ્રી. વિ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના જીવનમાં શાસન માટેની ઐક્યતા, શ્રી સંઘહિતાર્થે ઘોર અભિગ્રહોની સાથે હજારો આયંબિલની મહાસાધના ઇતિહાસના સુવર્ણપૃષ્ઠોમાં અમર બની ચૂકી છે... હજારો આયંબિલ... ઉપવાસ સાથે ઇન્દ્રિય વિજેતા બની જીવનની અંતિમ ક્ષણોને પણ તપોમય બનાવી હતી.
મહાતપસ્વીના મહાતપોધર્મની અનુમોદના કરવા આપણે તો અસમર્થ છીએ પણ તપોધર્મદ્વારા નિકાચિતકર્મોના નારા સાથે અજાતશત્રુ ગુસ્વર્યની મૈત્રીભાવના પણ અતીવ અનુમોદનીય હતી. | દેવનહલ્લી બેંગલોરમાં નિર્માણાધીન શ્રી નાકોડા-અવંતિ ૧૦૮ પાર્શ્વનાથજૈન તીર્થધામ વિક્રમ - સ્થૂલભદ્રવિહારના ૧૧૭ જિનાલયની ૭૧૭ શિલાના ભવ્યાતિભવ્ય વરઘોડામાં મારા પૂજ્ય ગુરુદેવ શ્રી
સ્થૂલભદ્ર સ્, મ.સા. એ પૂજ્યશ્રીને નિશ્રાપ્રદાન માટેની વિનંતી કરતો પત્ર લખ્યો ત્યારે પૂજ્યશ્રીએ નાદુરસ્ત તબિયતે પણ પાવનનિશ્રા અર્પણ કરી ૭૧૭ શિલાઓ ઉપર સ્વહસ્તે વાસક્ષેપ કર્યો અને પૂજ્યશ્રીએ કહ્યું કે પૂ. સ્થૂલભદ્ર મહારાજે ઉપકાર કરી મને લાભ આપ્યો..... કેવી અનુપમ ઉદારતા, નિરભિમાનતા સાથે સમ્યગ્દર્શનની વિશુદ્ધિ...
પૂજ્ય ગુરુવર્યની આચારચુસ્તતા અનુપમ હતી, નિર્દોષ ગોચરીના સતત આગ્રહી, ક્રિયામાં અપૂર્વજાગૃતિ, ત્રિકાલ સૂરિમંત્ર જાપ સાથે સહસાવનતીર્થનો તીર્થોધ્ધાર કરાવી સમ્યગ્દર્શનને નિર્મળ બનાવ્યું... પૂજ્યશ્રી અનંતગુણોના સ્વામી તો હતાં જ અને અલ્પ ઉચ્ચાર, વિભુ વિચાર સાથે ઉત્કૃષ્ટ યોગમય આચાર- સંહિતાથી જીવનને પ્લાવિત કરી વિદાય થયા....
સ્વર્ગસ્થસૂરિદેવ ને શતશેઃ વંદના....
VVVV
૧૦eo