SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ અષાઢ વદ અમાસના મંગલમુહૂર્તે અંજનશલાકા મહોત્સવનો પ્રારંભ થયો... ૯૬ વર્ષની જૈફ વયે પણ યુવાન સાધુને શરમાવે તેવી અપ્રમત્તતા પૂર્વક, જિનેશ્વર પરમાત્મા તથા તેઓના વચનમાં દૃઢ શ્રદ્ધાપૂર્વક અંજનશલાકા વિધિના દરેક અનુષ્ઠાનોમાં હાજર રહેતા હતા.. પૂજ્યશ્રી નિત્ય ભાવોલ્લાસ સાથે દરેક વિધિમાં જોડાતાં અને ૯૬ વર્ષની જૈફ વયે નૂતન બિંબો ઉપર અંગન્યાસ કરતાં પૂજ્યશ્રીને જોનારાનો પણ જન્મ સફળ થઈ ગયો .... આ અંજનશલાકા મહોત્સવાર્થે ગાંધીનગર સંઘના અનેક ભાવુકો આ મહોત્સવને માણવા પધાર્યા હતા... ચાતુર્માસ કરવા પધારેલ આરાધકોને પણ પૂજ્યશ્રીના હસ્તે થઈ રહેલ અંજનશલાકા માણવાનો આ અમૂલ્ય લાભ મળી ગયો... પરમાત્માના ચ્યવન,જન્મ અને દીક્ષા કલ્યાણકો ખૂબ જ ઉલ્લાસભેર ઉજવાયા... શ્રાવણ સુદ ચોથની મધ્યરાત્રિએ મંગલનાદના વાતાવરણમાં ૯૬ વર્ષની જૈફ વયવાળા પૂજ્યશ્રીએ પ્રભુજીની પ્રતિમામાં પ્રાણ પૂરવા માટે સ્વયં પરમાત્મભાવમાં પ્રવેશી પરમતત્ત્વના ભાવોનું પ્રતિમાજીમાં સિંચન કરતાં અજર-અમર-અરૂપી સ્વરૂપદાયક અંજનશલાકા વિધિ કરી... પરમાત્માના કેવળજ્ઞાન પ્રાપ્તિના સુચક કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણી થઈ.... મંગલપ્રભાતે સકલ સંઘની હાજરીમાં નૂતન પરમાત્માનો નિર્વાણકલ્યાણક મહોત્સવ ઉજવાયો... આ અંજનશલાકા મહોત્સવના પ્રારંભદિનથી જ શાસનહિતચિંતક, શ્રીસંઘ-એકતાર્થી પૂજ્યશ્રીએ શાસનના કોઈ વિશિષ્ટ લાભાર્થે મુનિ હેમવલ્લભ મહારાજ સાહેબને એકાવન દિવસ સુધી આયંબિલમાં માત્ર શેકેલા ચણા વાપરીને નિત્ય ૧૨ થી ૧૩ કલાકના વિશિષ્ટ જાપની આરાધનાની શરૂઆત કરાવી હતી.. શ્રાવણ વદ-૩ શ્રીયુત પ્રકાશભાઈ વસાએ ૩૫ ઉપવાસથી પાંત્રીસાની આરાધના અત્યંત અપ્રમત્તભાવે કરી હતી. આરાધના દરમ્યાન દિવસમાં ક્યારેય ૧ sin Education ભીંતને ટેકો દઈને બેઠા વગર હજારોની સંખ્યામાં નમસ્કાર મહામંત્ર અને લોગસ્સના કાઉસ્સગ્ગ, ખમાસમણા આદિ દરેક ક્રિયા ખૂબ જ ઉલ્લાસ અને અપ્રમત્તતા પૂર્વક કરી હતી... પૂજ્યશ્રીની નિશ્રામાં જૈનસંઘના અગ્રણી શ્રેષ્ઠીવર્ય શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ આદિની ઉપસ્થિતિમાં ૩૫ ઉપવાસના પારણાનો પ્રસંગ ભવ્યતાપૂર્વક ઉજવાયો.. સવારે શ્રેષ્ઠીવર્ય શ્રેણિકભાઈ સાથે પૂજ્યશ્રીની વર્તમાન જૈનસંઘની વિકટ પરિસ્થિતિ અને તીર્થાદિ સ્થાવર મિલ્કત આદિના રક્ષણના પ્રશ્નો અંગે અનેક ચર્ચાવિચારણાઓ થઈ. કેટલાક પ્રશ્નો માટે પૂજ્યશ્રીનું માર્ગદર્શન લઈ આગળ વધવાનો નિર્ણય પણ કર્યો.. ગિરનાર તીર્થના ભાવિ વિકાસને અનુલક્ષીને ગિરનારની તળેટીમાં ભાતાખાતાના પાછળની બિન ઉપયોગી પડેલા જર્જરીત મકાનના સ્થાને સિદ્ધગિરિ મહાતીર્થની જયતળેટી સમાન ગિરનારની જયતળેટીનું નિર્માણ થાય તો અનેક ભવ્યાત્માઓ આ તીર્થભક્તિનો લાભ લેવા સમર્થ બની શકે આવો પ્રસ્તાવ પૂજ્યશ્રીએ મૂક્યો... જૈનસંઘના હિતકાંક્ષી શ્રી શ્રેણિકભાઈએ તરત જ તેઓશ્રીના પ્રસ્તાવનો સ્વીકાર કરતાં ગિરનારની તળેટીમાં ‘જયતળેટી'નું શીઘ્રાતિશીઘ્ર નિર્માણ કરાવવાની જાહેરાત કરી હતી... પર્યુષણ મહાપર્વની નોબત વાગતાં પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોના કેશલુંચનની ક્રિયાનો પ્રારંભ થયો...... પૂર્વકૃતકર્મના વિપાકસ્વરૂપે ભોગાવલી કર્મોદયથી સંસારમાં પડવું પડ્યું હોવાથી અંતરની વ્યથા વ્યક્ત કરતાં આરાધક આત્માઓમાંના ૪૮ આરાધકો(પુરુષ)માંથી ૩૫ પુણ્યાત્માઓએ સત્ત્વ ફોરવીને શ્રમણધર્મના અંશાત્મક આસ્વાદનરૂપ ‘લોચ પરિષહ’નો સહર્ષ સ્વીકાર કરીને કેશલુંચન કરાવ્યું હતું... અંતિમ પર્યુષણ મહાપર્વની આરાધના For Private Personal Use Only www.brary.org
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy