________________
ગિરનારની ગોદમાં સેંકડો વર્ષના ઇતિહાસમાં સર્વપ્રથમવાર આયોજન કરાયેલ સામુહિક ચાતુર્માસિક આરાધનાના આરાધકો ઉપરાંત બહારગામથી ૩૦-૩૫ આરાધકો પર્યુષણ મહાપર્વની આરાધના કરવા પધાર્યા હતા... પૂજ્યશ્રીની શારીરિક અસ્વસ્થતાના કારણે અષ્ટાહ્નિકા અને કલ્પસૂત્રના વ્યાખ્યાનો પ.પૂ.મુનિ નયનરત્ન મહારાજ સાહેબે ખૂબ જ સરળ શૈલીમાં કર્યા હતા.. ભાદરવા સુદ એકમના શ્રમણ ભગવાન મહાવીરપ્રભુના કલ્પસૂત્ર અંતર્ગત જન્મવાંચનના અવસરે પ્રભુજીની માતાને આવેલા ચૌદ સ્વપ્નો તથા પારણાની ઉછામણીઓમાં સૌએ હર્ષોલ્લાસપૂર્વક બોલીઓ બોલીને લાભ લીધો હતો... ત્યારબાદ ચૌદ સ્વપ્ન ઉતર્યા બાદ પૂજ્યશ્રીના સ્વમુખે ત્રિશલાનંદન, ત્રિલોકગુરૂ, ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ બનનાર વર્ધમાનકુમારનું જન્મવાંચન થયું... અંતિમ બારસાસૂત્ર વાંચનઃ
આત્મશુદ્ધિ ના અણમોલ અવસર ભાદરવા સુદ-૪ના સંવત્સરી મહાપર્વના દિવસે મંગલ પs પ્રભાતે પૂજ્યશ્રીને બારસાસૂત્ર વહોરાવવામાં આવ્યું... બારસાસૂત્રની જ્ઞાનપૂજા તથા અષ્ટપ્રકારી પૂજા આદિની વિધિ પૂર્ણ થતાં લગભગ ૯.૧૫ કલાકે જૈનશાસનના વર્તમાન ઇતિહાસમાં ક્વચિત્ બની હોય તેવી ઘટના રૂપે ૯૬ વર્ષની દીર્ઘ ઉંમરે પૂજ્યપાદશ્રીએ મહામંગલકારી ‘બારસાસૂત્ર'ના વાંચનનો પ્રારંભ કર્યો અને અખલિત રીતે એકલય સાથે ધારાબદ્ધ વાણીથી એક પછી એક સૂત્રોને વાતાવરણમાં વહેતા મૂક્યા હતા. તેમાં પૂજ્યશ્રીને થોડા મહીનાઓથી આંખની પાંપણ બિડાઈ જવાની તકલીફ હોવાથી છેલ્લો પોણો કલાક તો એક હાથે આંખની પાંપણ ખુલ્લી રાખવાના પ્રયાસપૂર્વક છેલ્લા
૩૦૦ સૂત્રોનું વાંચન કર્યું અને સમસ્ત બારસાસ્ત્રનું વાંચન પોણા ત્રણ કલાકમાં પૂર્ણ કર્યું હતું.. - આ પર્યુષણ મહાપર્વ દરમ્યાન આરાધના કરી રહેલ આરાધક પુણ્યાત્માઓ દ્વારા ચોમાસા દરમ્યાન અનેકવિધ તપ આરાધનાઓ થઈ હતી.
૩૫ ઉપવાસ-૧ પાંત્રીસુ - ૩ ૩૦ ઉપવાસ - ૧ ચત્તારી-અટ્ટ-દસ-દોય - ૩ અટ્ટાઈ - ૨૦ ૬ ઉપવાસ - ૨ ૬૪ પહોરી પૌષધ - ૮૦ અટ્ટમ -૪૦ વર્ષીતપ - ૯ વર્ધમાન તપ-૨૫ આ ઉપરાંત અનેક ઉપવાસ-આયંબિલ તપની આરાધના.
જાપની વિશિષ્ટ આરાધના સાથે અખંડ ૧૨૦ દિવસ તથા ૯૦ દિવસના આયંબિલની આરાધના. | ૨૦ દિવસ ખીરના એકાસણા સાથે એક-એક નમસ્કાર મહામંત્રનો જાપ કરવા પૂર્વક એક-એક પુષ્પ અથવા અક્ષતની પરમાત્માના ચરણોમાં અંજલિપૂર્વક નિત્ય પ000-1000ની અંજલિ સાથે ૧ લાખ નમસ્કાર મહામંત્રનો જાપ ૧૪ પુણ્યાત્માઓએ કર્યો હતો.
અંતિમ શાશ્વતી ઓળીઃ | મેઘરાજાના આગમનના અવસરે વાદળોના ગડગડાટ થતાં પેલો વનમાં રહેલો મોરલો કેવો આનંદમાં આવી થનગનાટ કરવા લાગે !તમ જીવનભર ઉપવાસ-આયંબિલની ઘોર તપશ્ચર્યા કરેલ આ પૂજ્યશ્રીનો આત્મા પણ અસ્વસ્થ સ્વાથ્યમાં પણ આયંબિલની શાશ્વતી ઓળી નજીક આવતાં થનગનાટ કરવા લાગ્યો...