SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ થોડા દિવસ બાદ અમદાવાદથી સુશ્રાવક જયેન્દ્રભાઈ તથા રાજુભાઈ આદિ પરિવાર પૂજ્યશ્રીની અસીમ કૃપાથી પ્રાપ્ત થયેલ ભેટશું પૂજ્યશ્રીના કર કમલમાં અર્પણ કરવા પધાર્યા હતા... જિનેશ્વર પરમાત્માના અચિન્ય પ્રભાવ અને પૂજ્યોની પરમ કૃપાના બળે અત્યંત રહસ્યમય રીતે પ્રાપ્ત થયેલ પ્રાયઃ સાધિક બે હજાર વર્ષ પ્રાચીન મહાપ્રભાવકે રક્તવર્ણીય શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાના પૂજ્યશ્રીને દર્શન કરાવ્યા... અત્યંત દિવ્ય તેજપૂંજ સમા આ પ્રભુના દર્શન કરતાંની સાથે જ પ્રભુના શાસન પ્રત્યેના અવિહડ રાગ ધરાવતાં સાહેબજીએ તે જ ક્ષણે બે હાથ જોડી ચોવિહારા અટ્ટમના પચ્ચકખાણ ગ્રહણ કર્યા. તે જોતાં સાહેબના પગલે પગલું દબાવવા પ્રયાસ કરતાં સેવાભાવી મુનિવરે પણ તરત જ તેઓશ્રી પાસે ચોવિહારા અટ્ટમના પચ્ચખાણ ગ્રહણ કર્યા... સૂરિવર અને મુનિવર તો સ્વાત્માની નિર્મલતા અને પ્રભુપ્રતિમાની પવિત્રતામાં વૃદ્ધિ કરવા પલાઠી લગાવીને પ્રભુજીની સન્મુખ વિશિષ્ટ જાપાદિ આરાધનામાં મગ્ન બની ગયા... સુશ્રાવક જયેન્દ્રભાઈ આદિ પરિવારે ત્રણ દિવસ પર્યત બાલ બ્રહ્મચારી નેમિનાથ દાદાની મન મૂકીને ભક્તિ કરી.... અઠ્ઠમ તપની આરાધનાના અંતે પૂજ્યશ્રીએ આ મહાપ્રભાવકે ગોડીજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સુશ્રાવકે જયેન્દ્રભાઈ-રાજુભાઈ પરિવારને સુપ્રત કરવા સાથે તેને ગૃહચૈત્યમાં પધરાવી નિત્ય ખૂબ ભાવોલ્લાસપૂર્વક પ્રભુભક્તિ કરવા સાથે મહાદુર્લભ એવા આ અણમોલ માનવભવને સફળ બનાવવા પાવનીય પ્રેરણા અને શુભાશિષનો ધોધ વરસાવ્યો હતો... | શિયાળાની મોસમ પૂરબહારમાં ખીલી હતી... ભૂમિથી લગભગ ૨000 ફુટ ઊંચે ગિરિવરોની હારમાળાઓ વચ્ચે રહેલા સુંદર-રળીયામણા આ સહસાવનમાં ચારે કોર આમ્રવનની લીલી વનરાજીઓના કારણે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું હતું... હિમાલયની આસપાસના વિસ્તારોમાં અતિશય હિમવર્ષા થવાથી અચાનક આ તરફ પણ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું... સિદ્ધગિરિથી છ'રી પાલિત આયંબિલપૂર્વકના સંઘના મંગલ પ્રયાણથી આદરેલ આયંબિલતપના કારણે યત્કિંચિત્ કૃશ-નબળો બનેલ પૂજ્યશ્રીનો દેહ આ કાતિલ ઠંડીને સહન કરવા અસમર્થ બની રહ્યો હતો... વાતાવરણની વિષમતાના પ્રભાવે પૂજ્યશ્રીને શરદી-ઉધરસ આદિનો પ્રકોપ થયો... અચાનક સ્વાચ્ય એવું કથળવા લાગ્યું કે તે સમયે તેઓશ્રીને ગિરિવર ઉપરથી નીચે ઉતારવાનું પણ અશક્ય બની ગયું.... સહવતી ત્રણેય મહાત્માઓ પણ ઓછા વત્તા અંશે આ કાતિલ ઠંડીનો ભોગ બન્યા હતા... પૂજ્યશ્રીની અસ્વસ્થતાના સમાચાર જૂનાગઢ ગામમાં મોકલવામાં આવ્યા... પણ ક્યા ડોકટર પૂજ્યશ્રીને તપાસવા ગિરનાર પહાડનું આરોહણ કરે ? પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવે ગિરનારની યાત્રા કરવા પધારેલ એક અજૈન ડોકટર સહસાવન દર્શન કરી નીચે ઉતરી રહ્યા હતા... અચાનક કોઈ મહાત્મા બિમાર હોવાનું જાણતાં પૂજ્યશ્રીના સ્વાથ્ય અંગે તપાસ કરી યોગ્ય દવા-ઇન્જકશનો નીચેથી તાત્કાલિક મોકલી આપવાનું જણાવી તેઓ નીચે ઉતરી ગયા.. સાંજ સુધીમાં તો દવા-ઇન્જકશનો આવી ગયા... મુનિ હેમવલ્લભ વિજયજીએ જ ઈન્જકશનાદિ ઉપચાર શરૂ કરતાં ધીમે ધીમે ત્રીજા દિવસે સ્વાશ્યની અનુકૂળતા થતી હોવાનો પૂજ્યશ્રીને અનુભવ થવા લાગ્યો... ચોથા દિવસે એટલે કે પ્રાયઃ પોષ વદ ૭ના બપોરે બાર વાગે સ્વાથ્યની વિશેષ સાનુકૂળતા જણાતાં પૂજ્યશ્રીએ તાત્કાલિક નીચે ઉતરી ગામમાં પહોંચી જવાનો નિર્ણય કર્યો.. તરત જ બધું સમેટીને એક વાગે ખુરશીમાં નીચે ઉતારવાનો પ્રારંભ કર્યો અને ત્રણ વાગ્યા સુધીમાં તો જૂનાગઢ ગામમાં હેમાભાઈના વંડાના ઉપાશ્રયમાં પહોંચી ગયા... સંઘના સુશ્રાવકોને પરિસ્થિતિનો ખ્યાલ આપી તાત્કાલિક ડોકટરને બોલાવવા માટે ભલામણ કરવામાં આવી અને ડોકટર આવે તે સમય દરમ્યાન પૂજ્યશ્રીએ ગોચરી-પાણી વાપર્યા... ડોકટર આવતાં ૬૩
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy