SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ઉપવાસની ભીષ્મ તપશ્ચર્યા આદરેલ હોવા છતાં સાત્ત્વિકતાપૂર્વક દરેક આરાધક યાત્રિકોની સગવડતા વગેરેની ખડે પગે તકેદારી રાખતા.. જન્મ લોહાણાજ્ઞાતીય પરંતુ ધર્મ જૈન એવા સંઘના અન્ય સંઘપતિ જતીનભાઈ ઠક્કરના મનોભાવ પણ સતત ઉછાળા મારતાં હતા... પૂજ્યશ્રીના સંપર્કમાં આવ્યા ત્યારથી લગભગ દરેક અનુષ્ઠાનોમાં તેઓ પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરતાં હતા. વળી સંઘ દરમ્યાન દરેક યાત્રિકજનોની આદરબહુમાનપૂર્વક જે ભક્તિ કરતાં તે જોઈને તો ભલભલાના હૈયા ગદ્ગદ્ બની જતાં, આંખો હર્ષાશ્રુથી ભીની થતી. આરાધકોની રોજ ૫૫-૬૦ આયંબિલની વિવિધ અનુકૂળ વાનગીથી એવી ભક્તિ કરતાં કે નિરસ એવા આયંબિલના ભોજનમાં પણ સૌને મિષ્ટાન્ન ભોજનના રસ કરતાં પણ વિશેષ રસનું આસ્વાદન થતું હતું... Education international અંતિમ સંઘનો તીર્થપ્રવેશ તથા અંતિમ દીક્ષા વિ. સં. ૨૦૫૮ કારતક વદ ચૌદશના શુભ દિને સિદ્ધગિરિથી રૈવતગિરિના આયંબિલપૂર્વક ઐતિહાસિક છ'રી પાલિત સંઘની ધામધૂમથી જૂનાગઢમાં પધરામણી થઈ... મહાભિનિષ્ક્રમણના મહામંગલ પંથે પ્રયાણ કરવા પગરવ માંડી રહેલ મુમુક્ષુ દંપતિ દ્વારા અપાઇ રહેલા વર્ષીદાન અવસરે જિનશાસનના જય જયકારના મંગલનાદ સાથે જૂનાગઢ શહેરના રાજમાર્ગો ગુંજી રહ્યા હતા... જૂનાગઢ શહેરની જનમેદનીના હૈયામાં શાસન પ્રત્યે બહુમાન જગાડતાં-જગાડતાં છ'રી પાલિત સંઘ આપણા આસન્નોપકારી, કરુણામૂર્તિ, વર્તમાન શાસનશણગાર ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરસ્વામી જિનાલયે દર્શન કરવા પધાર્યો. મોક્ષપદને પામવાના મનોરથોમાં મહાલતાં એવા દંપતિએ મહાવીરે ચિંધેલા રાહે વિચરવા સંઘ સાથે હેમાભાઈના વંડાના વિશાળ શામીયાણાં મંડપમાં પ્રવેશ કરતાં વિશુદ્ધ વિધિ સમેત વિરતિધર્મ અંગીકારની ક્રિયાનો મંગલ પ્રારંભ થયો... મુમુક્ષુ For Private & Personal Use Only BH ૬૦ www.janbrary.org
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy