SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષદાયક સિદ્ધાચલની ચોવિહારા છટ્ટ સાથે સાત યાત્રા અને પાંચ કે આઠ વર્ષમાં ૫૦૦ આયંબિલ કરવાની જોરદાર પ્રેરણા થઈ... મહાત્માની હૃદયસ્પર્શી પ્રેરણા અને પૂજ્યશ્રીના જીવનમાં થયેલા ૧૧૫૦૦ આયંબિલતપના પુણ્યપ્રભાવે અનેક પુણ્યાત્માઓના કોમળ હૈયા પીગળી ગયા... અનેક ભાવુક આત્માઓએ ૫૦૦ આયંબિલના સંકલ્પ કર્યા અને લગભગ ૧૧૦૦૦ આયંબિલતપનું સુંદર મજાનું નજરાણું પૂજ્યશ્રીને ભેટ ધરવામાં આવ્યું... મહા સુદ-૯ નો સંઘમુકામ ગામ બહાર ગુરુકુળ પાસે રાખવામાં આવ્યો હતો... દિવસ દરમ્યાનનો કાર્યક્રમ પૂર્ણ થતાં પૂજ્યશ્રી તથા બે-ત્રણ મહાત્માઓએ વિહાર કરી સર્વોદય સોસાયટીમાં રાત્રિમુકામ કર્યો... ઐતિહાસિક સંઘનો તીર્થપ્રવેશનો ભવતારક દિવસ હતો... મહા સુદ ૧૦ના સવારથી જ પૂજ્યશ્રીને અસહ્ય પીડા શરૂ થયેલી હતી...ખુરશીમાં બેસી પૂજ્યશ્રી ગામની હદ સુધી પધાર્યા.... પરંતુ આયંબિલપૂર્વકના આવા ઐતિહાસિક છ’રી પાલિત સંઘનો તીર્થપ્રવેશ શ્રાવકો દ્વારા ખુરશી ઉપડાવીને કરવો? આ વાત તેમના અંતરમાં ખટકતી હતી... મક્કમ મનોબળવાળા આ મહાપુરુષ તરત જ ખુરશીમાંથી નીચે ઉતરી ગયા અને ભયંકર વેદના હોવા છતાં એક તરફ મુનિ હેમવલ્લભવિજયજી અને બીજી તરફ હસમુખભાઈનો સહારો લઈ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થનો તારક તીર્થપ્રવેશ કરી લગભગ અડધો કિલોમીટર પગપાળા ચાલી જયતળેટીને ભેટવા અધીરા થયા હતા... પ્રભુના શાસનની અનેરી પ્રભાવના સાથે સંઘ જયતળેટીએ પહોંચ્યો... ગિરિરાજની ભક્તિવધામણા આદિ વિધિ પૂર્ણ થઈ... અનંતા આત્માઓને સિદ્ધિવધૂ સાથે સંગમ કરાવનાર સિદ્ધગિરિરાજની જયતળેટીના પ્રાંગણમાં જ સિદ્ધિવધૂને વરવા સંઘમાળનો પ્રસંગ ખૂબ જ આનંદોલ્લાસ સાથે સંપન્ન થયો... તે અવસરે પાલીતાણા સ્થિત પૂ. તપોરત્નવિજયજી મહારાજ સાહેબ આદિ મહાત્માઓ તથા શ્રાવકજનના સહારે અને સથવારે પૂજ્યશ્રીએ ‘રામપોળ’ માં Jam Education ammation પ્રવેશ કરતાં અનેરો રોમાંચ અનુભવ્યો... વાઘણપોળથી પ્રવેશ કરી શ્રી શાંતિનાથ જિનાલય આદિના વિધિપૂર્વક પાંચ ચૈત્યવંદનો કર્યા અને દાદાના દરબારમાં તો ૧૧-૧૧ વર્ષથી દાદાના દર્શનથી અતૃપ્ત એવા પૂજ્યશ્રીના નેત્રકમલો ખીલી ઊઠ્યા હતા... સઘળી બાહ્ય પીડાઓને વિસરી જઈ બસ ! એકતાન થઈ અત્યંતર ભાવોમાં લીન થઈ મન મૂકીને પરમાત્મા ભક્તિ કરવા લાગ્યા... કાશ ! સમયને અટકાવી શકાય તેમ હોત તો ! પૂજ્યશ્રી પ્રભુભક્તિથી કેમે તૃપ્ત થતા ન હતા... અંતે અનિચ્છાએ પણ પ્રભુથી વિખૂટા પડી પુનઃ નીચે ઉતરવાનું શરૂ થયું અને લગભગ બપોરે ચાર વાગે પૂજ્યશ્રી મુકામમાં પધાર્યા.... સકળ સંઘ પૂજ્યશ્રીના પધારવાની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો... કેટલાક ભક્તિવાન્ આત્માઓએ તો મહાત્માઓ જ્યાં સુધી આયંબિલની ગોચરી વહોરી ન જાય ત્યાં સુધી આયંબિલ કરવા નહીં બેસવાના સંકલ્પ કર્યા હતા... અને મહાત્માઓ ગોચરી વહોરી ગયા બાદ જ આયંબિલ કરવા બેઠાં હતા... પૂજ્યશ્રીને હજુ પગની પીડામાં કોઈ ફરક પડતો ન હતો... બે-ત્રણ દિવસ પાલીતાણાના ડોકટરોએ ઉપચાર કર્યા પણ કોઈ સફળ પરિણામ ન આવ્યું.... ભાવનગરથી પ્રસિદ્ધ હાડવૈદ્ય કલ્યાણભાઈ આદિને બોલાવવામાં આવ્યા, તેમના ઉપચારોથી પણ કોઈ રાહત ન થઈ... અમદાવાદથી માલિશ માટે એક ફીઝીયોથેરાપીસ્ટ ડોકટર આવ્યા છતાં કોઈ સુધારો ન થતાં અંતે ફરી વખત એક નવો એક્સ-રે પડાવ્યો ત્યારે ડાબા થાપાના હાડકાનો ગોળો સંપૂર્ણતયા તૂટીને છૂટો પડી ગયો હોવાનો ખ્યાલ આવ્યો... ડોકટરના અભિપ્રાય મુજબ હવે ઓપરેશન સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો, વળી ઓપરેશન પણ અમદાવાદ કે ભાવનગર જઈને કરાવવાનું અનિવાર્ય બની ગયું હતું... અમદાવાદભાવનગરના ડોકટરોના સંપર્ક થયા.... તેમણે તાત્કાલિક For Private & Personal Use Only ૫૦ www.janboy.org
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy