________________
પ.પૂ.આ. જયઘોષસૂરીશ્વરજી મહારાજા આદિની પાવન નિશ્રામાં કારતક વદ-૧૩ના પંકજ સોસાયટીમાં અગ્નિસંસ્કાર ભૂમિ ઉપર નયનરમ્ય
સ્મૃતિમંદિરમાં પ.પૂ.આ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ...
123
પૂજ્યશ્રી વિહાર કરી તપોવન સંસ્કારપીઠ-અમીયાપુરના નૂતન જિનાલયની અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવાર્થે પધાર્યા... પ.પૂ.આ. રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ.પૂ.પં. ચન્દ્રશેખરવિજયજી ગણિવર્ય તથા નૂતન આચાર્ય ૫.પૂ. હેમરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિની નિશ્રામાં માગશર સુદ ત્રીજના દિવસે અંજનશલાકા-પ્રતિષ્ઠા થઈ. પૂજ્યશ્રી પુનઃ વાસણા તરફ પધાર્યા... પ.પૂ.પં. ચન્દ્રશેખરવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન મુનિ દિવ્યપદ્મવિજયજી એક વર્ષ માટે પૂજ્યશ્રીની સાથે જોડાયા અને વ્યાખ્યાનાદિમાં સહાયક બન્યા... મહા માસમાં ગોદાવરીનગરની મહેસાણા પ્રાંતની વાડીમાં સુદ-૧૦ના દિવસે ચાર નુતન મુનિઓની વડી દીક્ષા અને ગૃહચૈત્યની પ્રતિષ્ઠા થઈ.
મહા સુદ તેરસના દિવસે નવકારસંઘના વિસ્તારમાં સંસારી પુત્ર
30
Jain Educanon
પ.પૂ.આ. નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની અંતિમસંસ્કારભૂમિ ઉપર નિર્માણ પામેલ ગુરુમંદિરમાં તેમની ચરણપાદુકાની પ્રતિષ્ઠા થઈ. નૂતન આચાર્ય વિદ્યાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ.પૂ.પં જયસુંદરવિજયજી ગણિવર્ય આદિએ ગુણાનુવાદ કર્યા... ચાતુર્માસ પણ વાસણા સંઘમાં જ થયું... વિ.સં. ૨૦૫૪ઃ
વર્તમાન સમસ્ત પંચમહાવ્રતધારી પૂજ્યોના આદ્ય ગુરુ પરમાત્મા મહાવીરના પંચમ ગણધર સુધર્માસ્વામીના ૨૫૦૦મા નિર્વાણવર્ષ અવસરે આ. નરરત્નસૂ. સ્મારક ટ્રસ્ટની સ્થાપના થયેલ.... ભારતભરમાં પરમાત્મા મહાવીરની પાટપરંપરાયુક્ત જિનાલય પ્રાયઃ કયાંય બન્યું ન હતું તેથી આ. નરરત્નસૂરિ મહારાજ સાહેબની અંતિમ-સંસ્કારભૂમિ પાસે તૈયાર થઈ રહેલ નૂતન જિનાલયમાં આવા કોઈ વિશિષ્ટ સર્જનના સ્વપ્નો સેવાઇ રહ્યા હતા.. મકરાણાના શ્વેત સંગેમરમરના પાષાણમાંથી જયપુરના કુશળ કારીગરો દ્વારા વાસણાની આ પાવન ભૂમિ ઉપર જ વિધિપૂર્વક જિનબિંબનું ઘડતર થતાં અંજનશલાકા-મહોત્સવનું આયોજન થયું... મહા સુદ ૬ ના દિવસે નયનરમ્ય
For Peace & Personal Use Only
www.janbrary.org