________________
ઠાણાનો વાસણા, નવકારફલેટ ઉપાશ્રયમાં ચાતુર્માસ પ્રવેશ થયો... તે જ અવસરે નૂતન મુનિરાજ પ્રેમસુંદરવિજયજીની વડી દીક્ષા થઈ. ચાતુર્માસ દરમ્યાન અનેકવિધ આરાધનાઓ થઈ... જ્ઞાન-ધ્યાનના મહાયજ્ઞ મંડાયા, યોગોદ્વહનની આરાધના સાથે પરમાત્મા ભક્તિરૂપ અપૂર્વ મહાપૂજાનું આયોજન થયું... પૂજ્યશ્રીની પ્રેરણાથી વર્ધમાનતપ આયંબિલ ખાતાનો પ્રારંભ થયો... વિ. સં.૨૦૪૮ :
ચાતુર્માસ પૂર્ણાહુતિ બાદ પ્રાયઃ કારતક વદ છઠ્ઠના રાજનગર-વાસણા-અમદાવાદથી શંખેશ્વરના છ'રી પાલિત સંઘનું આયોજન થયું... પૂજ્યશ્રી પ.પૂ. આ નરરત્નસૂરિ મહારાજ સાહેબ, ૫.પૂ.આ. હેમચંદ્રસૂરિ મહારાજ સાહેબ આદિ વિશાળ મુનિગણ | તથા લગભગ ૩૫૦ યાત્રિકો સાથે છ'રી પાલિત સંઘ શાસનપ્રભાવનાપૂર્વક શંખેશ્વર પહોંચ્યો... અને માળ અવસરે યોગાનુયોગ અધ્યાત્મયોગી પ.પૂ.આ. કલાપૂર્ણસૂરિ મહારાજ સાહેબનો પણ સંયોગ પ્રાપ્ત થતાં ચાર-ચાર આચાર્ય ભગવંતોની નિશ્રામાં સંઘમાળનો પ્રસંગથયો...
મૌન એકાદશી બાદ પૂજ્યશ્રી તથા પ.પૂ. આ. હેમચંદ્ર સૂ.મ.સા. આદિનો વિહાર વિરમગામ તરફ થયો... વિરમગામથી ભોયણીનો છ'રી પાલિત સંઘ નીકળ્યો... ત્યારબાદ અમદાવાદ
પધાર્યા.... | પ્રાયઃ ફાગણ માસમાં ગણિવર્ય કુલચંદ્રવિજયજી તથા ગણિવર્ય | રત્નસુંદરવિજયજીના સંયમજીવનના ૨૫ વર્ષની પૂર્ણાહુતિનો પ્રસંગ પંકજ
સોસાયટીમાં થયો... વૈશાખ માસમાં તે બન્ને પૂજ્યોની પંન્યાસ પદવીઓ પણ પૂજ્યશ્રીના હસ્તે થઈ... અષાઢ સુદ છઠ્ઠના દિવસે શાંતિનગર ચાતુર્માસ પ્રવેશમાં સંઘસ્થવિર
પ.પૂ.આ. ભદ્રકરસૂ.મ.સા. તથા પ્રવચનકાર પ.પૂ.પં. ચન્દ્રશેખરવિજયજી ગણિવર્યનો પણ લાભ મળ્યો... વાસણા ચાતુર્માસની જેમ જ પુનઃ લગભગ ૨૩-૨૪ મહાત્માઓ ચાતુર્માસ માટે સાથે રહ્યા અને પરમાત્માભક્તિ - ધર્મચક્ર તપારાધના સાથે મહાત્માઓને યોગોદ્વહન સમેત જ્ઞાનનો મહાયજ્ઞ મંડાયો હતો...
વિ. સં. ૨૦૪૯ : - શાંતિનગરના ચાતુર્માસ બાદ પૂજ્યશ્રી રાજનગરના વિવિધ સંઘો તથા શહેરના જિનાલયોના દર્શન-ભક્તિ માટે થોડો સમય વિચરણ કરી વાસણા-નવકાર ફલેટ ઉપાશ્રય પધાર્યા.... ચૈત્ર માસમાં વર્ષોના વહાણા વીત્યા બાદ ન્યાયવિશારદ પ.પૂ.આ. ભુવનભાનુસૂરીશ્વરજીનો અમદાવાદમાં પ્રવેશ થયો અને પૂજ્યશ્રીની નિશ્રામાં લાવણ્ય સોસાયટીમાં સામૈયું થયું...
33