________________
મને સંકેત જણાય છે, જો સકળ સંઘ મને રજા આપે તો હું આજે પારણું કર્યા વગર આયંબિલ ચાલુ જ રાખું.' પરંતુ પૂજ્યો અને સકળ સંઘે તેમની વિનંતીનો સ્વીકાર ન કરતાં ઈક્ષુરસ વડે અખંડ ૧૭૫૧ આયંબિલનું પારણું કરાવવામાં આવ્યું... પારણા બાદ થોડી અસ્વસ્થતાને કારણે તેઓશ્રી થોડીવાર આરામ કરી રહ્યા હતા...
કોઈ મહાત્માએ અચાનક આવીને પૂજ્યશ્રીને સમાચાર આપ્યા કે પૂ. ૐકાર સૂ.મ.સા.ની તબિયત બગડી છે... પૂજ્યશ્રીના હૈયામાં ફાળ પડી એટલે સંમેલનના મંગલ પ્રારંભથી જ નિર્વિઘ્ન પૂર્ણાહુતિ અર્થે એક ખૂણામાં અખંડ દીપકની સ્થાપના કરાવવામાં આવી હતી... તાત્કાલિક તે સ્થાને ગયા અને જોયું તો અખંડ દીપક બુઝાઇ ગયો હતો... કંઈક અમંગળના એંધાણ થઈ ગયા... મહાત્માઓમાં દોડાદોડ થઈ ગઈ અને ડોક્ટરી ઉપચારાદિ શરૂ થયા પરંતુ વિધિની વિચિત્રતાના યોગે સંઘ એકતાના ઘડવૈયા એવા પૂ.આ.ૐકાર સૂ.મ.સા આ મનુષ્યલોકનો ત્યાગ કરી આગળ વધ્યા...
પૂજ્યશ્રીના સંઘ-એકતાના આશાના કિરણો ઉપર અવરોધ આવ્યો... આચાર્ય ભગવંતની વિદાયથી હવે એકતા માટેનો પુરુષાર્થ સ્થગિત થયો.. વિવિધ સમુદાયના આચાર્ય ભગવંતોએ જેટલું થયું તેનાથી સંતોષ માની લીધો... પરંતુ સકળ સંઘહિતચિંતક એવા પૂજ્યશ્રીને તે મંજૂર ન હતું... તેઓશ્રીએ વિ.સં. ૨૦૪૪ના અષાઢ સુદ છઠ્ઠના દિવસે અમદાવાદ શહેરના ઘીકાંટા રોડ ઉપરના પ્રગટપ્રભાવી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના જિનાલયમાં પરમાત્માના દર્શન કરી ૯૨ દિવસ છ વિગઈ ત્યાગપૂર્વક એકાસણા બાદ પુનઃ અખંડ આયંબિલ કરવાનો ભીષ્મે અભિગ્રહ ધારણ કર્યો... ત્યાંથી નીકળી પંકજ સોસાયટીમાં બિરાજમાન શ્રીસંઘસ્થવિર પ.પૂ.આ. ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજાના દર્શન-વંદન કરીને આશીર્વાદ લઈ નવકાર ફલેટ-વાસણા- ઉપાશ્રય મળ્યે ચાતુર્માસ પ્રવેશ કર્યો...
વિ. સં. ૨૦૪૫:
Jan Education international
વિ.સં. ૨૦૪૪ વાસણાના ચાતુર્માસની પૂર્ણાહુતિ પૂર્વે પ.પૂ.આ. ભદ્રં ક૨સૂરીશ્વરજી મહારાજાએ પૂજ્યશ્રીને જણાવ્યું કે ‘તમારી અનુકૂળતા હોય તો બનાસકાંઠામાં વાવ ગામમાં પં. અરિહંવિજયજી તથા પં. યશોવિજયજીને આચાર્ય પદવી આપવા જવાનું છે.’ પૂજ્યો પ્રત્યે અત્યંત વિનય બહુમાનવાળા પૂજ્યશ્રીએ ૮૩ વર્ષની દીર્ઘ ઉંમરે પણ આટલો લાંબો વિહાર કરવામાં પડતી મુશ્કેલીઓનો વિચાર કર્યા વગર તે જ ક્ષણે વડીલની ભાવનાનો સ્વીકાર કર્યો....
નૂતન આચાર્યને વંદન કરતા પૂજ્યશ્રી
ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં વાસણા-શેરીસા છ'રી પાલિત સંઘના મંગલરૂપે પ્રથમ દિવસે જ સત્યમ્ એપાર્ટમેન્ટ-સોલારોડમાં લબ્ધિ-વિક્રમ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલા એક જબરસ્ત મોટા જિનાલયની ખનનવિધિમાં નિશ્રા પ્રદાન કરી... શેરીસા સંઘની પૂર્ણાહુતિ થતાં તેઓશ્રી ધીમે ધીમે વિહાર કરી વાવ ગામમાં પધાર્યા અને ખૂબ ઠાઠમાઠથી લોકોના ભરપૂર ભાવોલ્લાસ સાથે પં. અરવિંદવિજયજી તથા પં. યશોવિજયજીને પંચપરમેષ્ઠિપદના તૃતીય-આચાર્ય પદ ઉપર આરૂઢ કર્યા... વિહાર કરી પૂજ્યશ્રીએ કચ્છ-વાગડ પ્રદેશના ગામડાઓમાં પ્રવેશ કર્યો... લાકડીયા ગામમાં વાગડદેશોદ્ધારક, અધ્યાત્મયોગી પ.પૂ.આ. કલાપૂર્ણસૂરિ મ.સા.ની પાવન નિશ્રામાં ઉપધાનતપની આરાધના ચાલતી હતી... સૌના આગ્રહને વશ પૂજ્યશ્રીએ થોડા દિવસ સ્થિરતા કરી દર્શન-વંદન આપવા દ્વારા બહુજનના નેત્રો અને આત્માને નિર્મળ બનાવ્યા... એ અવસરે અધ્યાત્મયોગીએ પૂજ્યશ્રી અનેક જિનબિંબોના અંજનશલાકા-પ્રતિષ્ઠાકારક હતા...
૨૮
www.janbrary.org