________________
કંઈક માર્ગ કાઢવા વિચારણા કરી અને અંતે જુનાગઢના હેમાભાઈના વંડામાં પ્રવેશતાં જ જમણીબાજુમાં હાલ જ્યાં શ્રીસંઘની ઓફીસ છે તે લગભગ ૧૫૪૧૫ની રૂમમાં જ્ઞાનભંડાર હતો તે જગ્યામાં કેટલાક પુસ્તકોના કબાટથી જગ્યા રોકાયેલી હતી તેવી નાની ઓરડીમાં ચાતુર્માસ ક૨વાની ૨જા આપી પરંતુ સાથે સાથે શરત કરી કે ગામમાંથી મુહપત્તિનો ટૂકડો પણ વહોરી શકાશે tel...
परस्पृहा महादुःखं निःस्पृहत्वं महासुखम् । તવુ સમાસેન લક્ષળ સુવુ: યો: “જ્ઞાનસાર
(પર(બીજા)ની આશા-લાલસા-અપેક્ષા કરવી એ મહાદુઃખ છે અને નિઃસ્પૃહપણું - નિરપેક્ષપણું રાખવું તે મહાસુખ છે. આ પ્રમાણે સુખ અને દુઃખનું લક્ષણ સંક્ષેપમાં કહેવાયેલ છે.)
મહો. યશોવિજયજી મહારાજના શબ્દો પૂજ્યશ્રીની જીવનચર્યામાં પહેલેથી જ વણાયેલા હોવાથી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર શ્રીસંઘની શરતનો સ્વીકાર કરી નાનીશી ઓરડીમાં ચાતુર્માસ રહી ચાતુર્માસની આરાધના કરી... શ્રી સંઘજનોના હૈયામાં વિશિષ્ટ વિશુદ્ધ સંયમ-આચારની એક અનોખી છાપ પડી હતી... (આજે તે જ જુનાગઢના શ્રાવકોના મા-બાપ તરીકે ઘર-ઘરમાં પૂજાય છે.) જુનાગઢના આ ચાતુર્માસ બાદ અવારનવાર ગિરનારની યાત્રાઓ કરવા આવતા થયા... નેમિપ્રભુના દર્શનનું ઘેલું લાગી ગયું અને વિ.સં. ૨૦૧૦ની
સાલમાં ફાગણ માસ દરમ્યાન જામકંડોરણાથી છ'રી પાલિત સંઘ લઈને ગિરનાર પધાર્યા હતા. જેમાં સંઘના પ્રથમ દિવસે ઉપવાસમાં માત્ર એકવાર પાણી વાપરી બીજા દિવસથી સાત ચોવિહારા ઉપવાસ સાથે સંઘમાં વ્યાખ્યાન-આદિ જવાબદારી સાથે પગપાળા વિહાર કર્યો... ગિરનારની યાત્રા કરી પહેલી ટૂંકના દાદાના જિનાલયના પ્રાંગણમાં શ્રીસંઘમાળનો પ્રસંગ પૂર્ણ થયા બાદ પારણું કર્યું. ગિરનારની શીતલછાયાના તે દિવસોમાં ફલોદીવાળા સુશ્રાવક શ્રીઅક્ષયરાજ (ભાવિમાં પ.પૂ.આ. કલાપૂર્ણસૂરિ મ.સા.) બે બાળકો સાથે સપરિવાર પૂજ્યશ્રીને શોધતા શોધતા ગિરનાર આવી પહોંચ્યા હતા... પૂજ્યશ્રીના ફલોદી ચાતુર્માસ સમયથી પાંગરેલ વૈરાગ્યનો છોડ હવે ચારિત્રગ્રહણની ઊંચાઈએ આંબી ગયો હતો તેથી પૂર્વે વ્રત ગ્રહણ કરેલ હોવા છતાં શ્રી બાલબ્રહ્મચારી નેમિનાથ પ્રભુના પાવનીય પ્રભાવના વાયુમંડળમાં પૂજ્યશ્રીના સ્વમુખે વ્રતોનું પુનઃઉચ્ચારણ કરી નિર્મલ સંયમજીવનના આશિષ પ્રાપ્ત કરી પ્રવ્રજ્યાના માર્ગે આગે કદમ બઢાવે છે.
વિ. સં. ૨૦૧૪-૧૫ની સાલના સમય દરમ્યાન લગભગ બે વર્ષનો કાળ પૂ. મુક્તિવિજયજી (પ.પૂ. મુક્તિચંદ્ર સૂ. મ.સા.) મહારાજની સાથે પસાર કરવાનો થયો... કર્ણાટક-વીજાપુરના ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રી સાથે રહી તેમના સહકારથી સારો એવો અભ્યાસ થયો અને યોગોન્દ્વહન પણ થયા હતા... મુનિ પ્રભાકરવિજયજી અને મુનિ સત્યાનંદવિજયજીની સહાયકવૃત્તિના કારણે યોગોલ્રહન સહજ થઈ ગયા હતા...
વિ. સં. ૨૦૧૫ના ફાગણ સુદ ત્રીજના મંગલ દિવસે સતારામહારાષ્ટ્રમાં કોઈપણ જાતની પત્રિકા-જાહેરાત વગર પૂ. ગણિવર્ય મુક્તિવિજયજીના હસ્તે ગણિપદ ઉપર આરુઢ કરવામાં આવ્યા અને વૈશાખ સુદ છઠ્ઠના દિવસે મહારાષ્ટ્રના અહમદનગરમાં પ. પૂ. આ. યશોદેવ સૂ. મ.સા.ના હસ્તે પંન્યાસપદ પ્રદાન થયું હતું...
પૂ. મુક્તિવિજયજી મહારાજની સાથે કુંભોજગિરિની પ્રતિષ્ઠા કરી અને
પૂજ્યશ્રી સહસ્રામવન (સહસાવન) તીર્થના ઉદ્ધારક હતા...
For Povace & Ponal Use C
૧૮
Cory.org