________________
उत्तमा ह्यात्मचिन्ता च, मोहचिन्ता च मध्यमा ।
અથમા ામચિન્તા હૈં, પચિન્તાડધમાધમાં ।।પરમાનંદપચ્ચીશી
(સ્વ- આત્માની ચિંતા એટલે કે હું ક્યાંથી આવ્યો ? ક્યાં જઈશ ? મારું સ્વરૂપ શું છે? વગેરે વિચારો તે ઉત્તમ છે, પુત્ર-પત્ની-પૈસા આદિની મોહચિંતા મધ્યમ છે, પાંચ ઇન્દ્રિયોના વિષયોની ચિંતા અધમ છે અને કોઈ પ્રત્યે ઈર્ષ્યા, રાગ, દ્વેષ આદિની વિચારણા અધમાધમ છે.)
ચિંતા કર આપ તું આપણી, મત કર પારકી આશ રે, આપણું આચર્યું અનુભવ્યું, વિચારી પર વસ્તુ ઉદાસ રે..
ચેતના જાગી સહચારિણી
-ઉપાધ્યાય શ્રી સકલચંદજી મહારાજ વૈરાગ્યભાવમાં મહાલતા એવા હીરાભાઈએ ધર્મપત્ની સુશ્રાવિકા ચંદનબેન તથા પાંચ વર્ષની પુત્રી વિમળાના ભાવિની વ્યવસ્થા કરી દીધી. પૂજ્ય પિતાશ્રી આદિ સૌ કુટુંબીજનોની દીક્ષા માટે સંમતિ ન હતી, પરંતુ જેમ ચંદન ઘસાઇને શીતળતા આપે અને દેહદહનથી સુવાસ આપે તેમ આ સુશ્રાવિકા ચંદનબેને પણ પોતાની ભાવનાઓ-ઇચ્છાઓનું દહન કરી, પ્રથમ પુત્ર અને હવે પતિના આત્મકલ્યાણના માર્ગ તરફના પ્રયાણ અવસરે શિવાસ્તે પંથાન: (આપનો માર્ગ કલ્યાણકારી નિવડો) ની ભાવના સાથે પોતાના ભાવિની કોઈ ચિંતા કર્યા વગર સંમતિ આપતાં હીરાભાઈએ સંયમગ્રહણનો નિર્ધાર કર્યો...
ઉપા. પ્રેમવિજયજી મહારાજ સાહેબને પરિસ્થિતિથી વાકેફ કરી દીક્ષામુહૂર્તની માંગણી કરતાં તેઓશ્રીએ વિ.સં. ૧૯૯૦વૈ. સુદ દ્વિતીય-૯નો દિવસ આપ્યો. જોગાનુજોગ હીરાભાઈના નાના બહેન સીતાબેનના લગ્ન પણ વૈશાખ સુદ દ્વિતીય-૯ના શુભ દિને કરવાનું નક્કી થયું હતું. વૈશાખ સુદ દ્વિતીય ૯ ના દિવસે માણેકપુરમાં ઘરઆંગણે નાની બહેનના લગ્નની જાન આવવાની તૈયારી ચાલતી હતી ત્યારે હીરાભાઈ તો સંયમવધૂને વરવા માટે ધર્મપત્ની અને પુત્રીરૂપી જાન લઈ વતનથી નીકળી અમદાવાદ હાજાપટેલની પોળમાં સંવેગી
ઉપાશ્રય (પગથિયાનો ઉપાશ્રય)માં બિરાજમાન પૂજ્યોના ચરણોમાં આવી પહોંચ્યા.
શુભ પળ આવતાં ૫. પૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબના વરદહસ્તે ભવોભવના ભ્રમણ કરાવનાર કર્મરજનું નિર્મૂલન કરવા માટે ભવભંજનકારક રજોહરણની પ્રાપ્તિ થાય છે. તે અવસરે તત્ર ઉપસ્થિત ૫.પૂ. આ. દાનસૂરીશ્વરજી મ.સા., પ. પૂ. ઉપાધ્યાય પ્રેમવિજયજી મ.સા., પ. પૂ. પં. રામવિજયજી મ.સા. આદિ વિશાળ સમુદાયના સૌભાગ્યવંતા સાંનિધ્યમાં હીરાભાઈ પ.પૂ.પં. રામવિજયજી મહારાજ સાહેબના શિષ્ય મુનિરાજ હિમાંશુવિજયજી બન્યા.
વર્ષોથી જે સંયમવધૂને વરવા ઝંખના હતી તેની પ્રાપ્તિ થતાં સતત પેલા વાચક ઉમાસ્વાતીજી મહારાજ સાહેબના દહોરાવતા રહે છે.
વચનોને
तत्प्राप्य विरतिरत्नं विरागमार्गविजयो दुरधिगम्यः ।
કૃન્દ્રિય-ષાય-રવ-પરીષહસપત્નવિધુરે। । પ્રશમરત
(સાધુ જો ઇન્દ્રિયોના વિષયમાં વિલુબ્ધ બને, જો તે કષાયોની આગમાં ફસાય, રસ-ૠદ્ધિ અને શાતાગારવમાં લુપ્ત હોય તો પરીષહ સહન કરવામાં કાયર બને અને વિરાગમાર્ગ ઉપર વિજય પામી શકતો નથી, તેનો વૈરાગ્ય દૃઢ બની શકતો નથી, તે જ્ઞાનોપાસનામાં આનંદ પામી શકતો નથી.)
પૂર્વપુરુષોના આ વચનોને ધ્યાનમાં રાખી દિનપ્રતિદિન પૂજ્યોના
૧૪