________________
૫. ઉપા. વીરવિજયજી મ. (૭૪) જ છal : સં. ૧૯૦૮ : પડવા ગાdf (ભાdorગર), દીક્ષા : સં. ૧૯૩૫ અંબાલા (પંજાબ). ઉપાધ્યાયપદ સં. ૧૯૫૭ (પાટણ) સ્વર્ગવાસ સં. ૧ : ૭૫ (ખંભાત). - પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી ગણિવર શાંતિની મૂર્તિ સમા હતા. પ્રેરણાનું કેન્દ્રસ્થાન હતા. તેઓશ્રી ભાવનગર પાસેના બાડીપડવાના વતની હતા. ભાવસાર જ્ઞાતિમાં જન્મ્યા હતા. પૂ. મુનિવર શ્રી થોભણવિજયજી મહારાજના પરિચયથી વૈરાગ્યવાસિત બન્યા હતા. લગ્ન થયાંને થોડો સમય થયો હતો, છતાં સંયમના રાગે પંજાબમાં દીક્ષા લેવા માટે ગયા. પરંતુ સંબંધીઓને ખબર પડતાં પંજાબમાંથી પાછા લઈ આવ્યા. તેમના માતુશ્રીએ કહ્યું કે, 'તું મારે એકનો એક પુત્ર છે. મારી સંભાળ કોણ લે ? તારે પુત્ર થાય પછી દીક્ષા લેવી હોય તો ખુશીથી લેજે.’ વીરજીભાઈએ માતાની આ વાત કબૂલ રાખી. | એકવાર વીરજીભાઈ આઠ આના અને તપેલી લઈને ઘી લેવા માટે જતા હતા, ત્યાં રસ્તામાં એક બ્રાહ્મણે સમાચાર આપ્યા કે, ‘વીરજી ! તારી વહુએ દીકરાને જન્મ આપ્યો છે.' બસ, આ સાંભળી હાથમાંની તપેલી અને આઠ આના પેલા બ્રાહ્મણને આપી દીધાં અને કહ્યું કે, મારી માતાને કહેજો કે વીરજી દીક્ષા લેવા ગયો.’ આ સમાચાર મળતાં માતાને પણ ખાતરી થઈ કે હવે વીરજી પાછો નહીં આવે. વીરજીભાઈ સીધા પંજાબ પહોંચ્યા. અંબાલામાં પૂ. આત્મારામજી મહારાજે તેમને દીક્ષા આપી, અને પોતાના શિષ્ય જાહેરા
પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ. (૭પ)
જ છal : સં. ૧૯ ૨૪ ઝીંઝુવાડા, દીક્ષા : સં. ૧૯૪૬ ઘોઘા, Tચાર્યપદ સં. ૧ ૯ & ૧ છાણી ઇનવો સ્વર્ગવાસઃ સં. ૧ ૯ ૨ પાટડી.
ઝીંઝુવાડાના વતની આ મહાપુરુષે ૨૨ વર્ષની વયે પૂ. ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજના શિષ્ય બનીને, સંયમ સ્વીકારીને, જ્ઞાન-ધ્યાન અને જપ-તપની એવી તો ભીષ્મ સાધના કરી અને કરાવી કે આ યુગમાં એક પ્રખર વિદ્વાન, એક ચુસ્ત ચારિત્રના પાલક અને ભીમ-કાન્ત ગુણના અનેરા આરાધક તરીકે શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજનાં નામ અને કામ એકી અવાજે વખણાઈ ગયાં!
તેઓશ્રી જ્યોતિષ વિષયના અજોડ અભ્યાસી હતા. સકલ આગમોના રહસ્યવેત્તા હતા. તેઓ ‘સકલાગમ રહસ્યવેદી’ તરીકે સુપ્રસિદ્ધ બનેલા. આ પુણ્યપુરુષનો પ્રભાવ કોઈ ઓર જ હતો ! સાધુ સંસ્થા જ્યારે ઓટમાં હતી ત્યારે તેમણે ૬૦-૭૦ શિષ્યોનું સર્જન કર્યું. તે એ વાતની સાક્ષી પૂરે છે કે કઠોર ચારિત્રપાલનના સાધક આરાધકને એવો જ શિષ્યસમુદાય મોટી સંખ્યામાં મળી રહે
કર્યા.