SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનેમિનાથ ભગવાનના પગલાંની દેરી સુધી ચાલીને પહોંચ્યા હતા. અત્યંતર તપારાધના પૂજ્યશ્રી દીક્ષા ગ્રહણ કર્યા બાદ નિયમિત રીતે પરદાદાગુરુદેવ પ. પૂ. આ. દાન સૂ. મ. સા. ત્યારબાદ દાદાગુરુદેવ પ. પૂ. પ્રેમ સૂ. મ. સા. આદિ પાસે પોતાના સંયમજીવનની આરાધના દરમ્યાન લાગેલા અલ્પ પણ અતિચાર દોષોનું શુદ્ધ આલોચન કરતા હતા અને અલ્પ પણ દોષો ન લાગી જાય તે માટે સતત જીવનના છેલ્લા શ્વાસ પર્યંત સાવચેતી રાખતા હતાં. અરે ! છેલ્લા અવસરે જ્યારે કોઈ વડીલ મહાત્મા ન હતાં ત્યારે સેવક મુનિ હેમવલ્લભવિજયજી પાસે પણ પોતાની અંતિમ આલોચના કરવાનું ચૂક્યા ન હતા. ♦ ‘જો ગિલાણં પડિસેવઈ સો મામ્ ડિસેવઈ'' વર્તમાન તીર્થપતિ પરમાત્મા મહાવીરસ્વામીના ઉત્તરાધ્યયન સૂત્રમાં ઉચ્ચારેલા આ વચનોને સાર્થક કરવા તથા પરમોપકારી, દાદા ગુરુદેવ, પૂજ્યપાદ આચાર્યદેવેશ પ્રેમસૂરીશ્વરજી મહારાજાના અંતરની ભાવનાઓ તેમણે પોતાના “અંતિમ આજ્ઞાપત્ર''માં જણાવેલી. તેમાં છેલ્લે જણાવેલું કે “શાસ્ત્રમર્યાદા મુજબ કુલસ્થવિર, ગણસ્થવિર, સંઘસ્થવિર જે નિર્ણય આપે તે સર્વે સ્વીકારવો જોઈએ. અન્યથા જિનાજ્ઞાભંગનું પ્રાયશ્ચિત્ત આવે. તેમજ સ્વસમુદાય અથવા પરસમુદાયમાં અથવા એકાકી પણ આગાઢ બિમાર હોય તો તેની સારસંભાળ લેવી. એવી જ રીતે સાધ્વીનું પણ સમજવું. પ્રસિદ્ધ ઉત્સૂત્રભાષી મૂકીને.” આ આજ્ઞાને આત્મસાત્ કરી જીવન દરમ્યાન અનેક મહાત્માઓને સમાધિદાનમાં કયારેય પાછા પડ્યા ન હતાં. • સં. ૧૯૯૨ માં પાટડી મુકામે પરદાદાગુરુ પૂજ્યપાદ આચાર્ય દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબના જીવનના અંતસમય સુધી ખડે પગે તેમની સેવાભક્તિ કરી હતી. • સં. ૨૦૨૧ માં પૂજ્યશ્રી પાટણ નગરે બિરાજમાન હતા. એવામાં સાંભળવા મળ્યું કે નજીકના વડાવલી ગામમાં કોઈ અન્ય સમુદાયના વૃદ્ધ મહાત્મા બિમાર પડી ગયા છે ત્યારે તાત્કાલિક પૂજ્યશ્રીએ સહવર્તિ સાધુને આગળ મોકલ્યા અને પોતે પણ વિહાર કરી વડાવલી પહોંચી મહાત્માની સેવામાં લાગી ગયા. તપથી લબ્ધિ ઉત્પન્ન થાય. • જૂનાગઢમાં ભક્તિસૂરિ સમુદાયના લબ્ધિસૂરિ મ.સા.ના મહાત્મા પૂ. ગુણભદ્રવિજયજી બિરાજમાન હતા. તેમનું સ્વાસ્થ્ય કથળવાથી પૂજ્યશ્રી નિત્ય પ્રભુભક્તિ-આરાધના કરાવતાં હતા. છેલ્લે એક દિવસ સવારે ૮ વાગે પૂજ્યશ્રી દર્શન કરવા પધારી રહ્યા હતાં ત્યારે મહાત્માની તબિયત વિશેષ ગંભીર જણાતાં પરિસ્થિતિ પામીને સાહેબજી ત્યાં જ રોકાઇ ગયા અને ખૂબ જ ભાવપૂર્વક આરાધના કરાવી બપોરે બે વાગે દેરાસર દર્શન કરવા પધાર્યા અને ઉપવાસનું પચ્ચક્ખાણ કરી લીધું. ત્યારબાદ પાછા ફરતાં થોડીવારમાં મહાત્મા કાળધર્મ પામ્યા હતા. • પ્રાયઃ સં. ૨૦૩૧ કે ૩૬ માં વાંકાનેરમાં સાગર સમુદાયના પૂ. બલભદ્રસાગર મહારાજ સાહેબની વૈયાવચ્ચ કરી હતી. • સં. ૨૦૪૧માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ સિહોર મુકામે નક્કી થયું હતું. ચાતુર્માસ પ્રવેશ જેઠ વદ-૧૦ નો નક્કી થયેલ હતો. પરંતુ પૂ. આ. ભક્તિસૂરિ મ.સા.ના સમુદાયના પૂ. મુનિ હરખવિજયજીનું સ્વાસ્થ્ય અત્યંત ગંભીર હોવાના સમાચાર મળતાં જ સાહેબજીએ તાત્કાલિક ઉગ્ર વિહાર કરી મહાત્માને અંતિમ સમાધિ આપવા ચાતુર્માસ પ્રવેશ વહેલો કરીને મહાત્માને અંતિમ આરાધના કરાવી. • સં. ૨૦૪૨ ના જૂનાગઢના ચાતુર્માસ બાદ પૂજ્યશ્રીનો વિહાર કોઈ અન્ય દિશામાં થવાનો હતો પરંતુ પૂ. આ. ભક્તિસૂરિ સમુદાયના તપસ્વી મુનિ પ્રધાન તપથી આત્મભાવની રમણતા થાય. ૧૧૯
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy