________________
આજ્ઞા થતાં આયંબિલની દીર્ઘ તપશ્ચર્યામાં અમદાવાદથી વાવ (બનાસકાંઠા) આચાર્ય પદપ્રદાન કરવા માટે વિહાર કર્યો હતો. ત્યાંથી વિહાર કરી કચ્છમાં ૫. પૂ. આ. કલાપૂર્ણ સૂ. મ.ની નિશ્રામાં લાકડીયામાં ચાલી રહેલ ઉપધાનની આરાધનામાં થોડા દિવસ નિશ્રા આપી રાજકોટ અંજનશલાકા પ્રસંગે તથા ચાતુર્માસાર્થે પધાર્યા હતા.
• વિ. સં. ૨૦૪૬ના જુનાગઢ ચાતુર્માસ બાદ કારતક વદમાં ગિરનારથી સિદ્ધગિરિ પદયાત્રા સંઘ સાથે સિદ્ધગિરિનો વિહાર કર્યો.
• વિ. સં. ૨૦૪૬ મહા સુદ પાંચમના સિદ્ધગિરિથી છ’રી પાલિત સંઘ સાથે ૮૪ વર્ષની ઉંમરે રોજ સરેરાશ ૧૬ કી. મી.વિહાર સાથે ફાગણ વદ એકમના જુનાગઢ પધાર્યા.
• વિ. સં. ૨૦૪૬ વૈશાખ સુદ-૬થી નિત્ય જાપાદિ આરાધના બાદ ધોમધખતા તાપમાં સવારે ૮.૦૦ વાગે વિહારનો પ્રારંભ કરી સાંજ સુધી ૧૯-૨૦ કી. મી.નું અંતર ચાલીને માત્ર ૧૨ દિવસમાં રાજકોટથી અમદાવાદનો લગભગ ૨૨૫ કી.મીનો ઉગ્ર વિહાર કરી વૈશાખ વદ-૪ના દિવસે અમદાવાદ પધાર્યા.
• સં. ૨૦૪૭ ના કારતક માસમાં ૮૫ વર્ષની ઉંમરે વાસણા-અમદાવાદથી શંખેશ્વરના છ'રી પાલિત સંઘમાં ચાલીને વિહાર કર્યો.
૧૧૮
• શંખેશ્વરથી વિરમગામ પધારી ત્યાંથી ભોયણીના છ'રી પાલિત સંઘમાં વિહાર કર્યો. ત્યાંથી પુનઃ અમદાવાદ પધાર્યા હતા.
• સં.૨૦૫૪ની ચૈત્ર માસની સામુહિક ઓળીની
આરાધનામાં નિશ્રા પ્રદાન કરવા કલીકુંડ તીર્થ પધારેલ. ત્યાંથી અમદાવાદ-માણેકપુર થઈ પુનઃ અમદાવાદ પધાર્યા હતા.
૦ સં. ૨૦૫૫ના ચૈત્ર વદમાં અમદાવાદથી માણેકપુર પધાર્યા. ત્યાં ચોમાસુ કર્યા બાદ કા. વ. ૬ ના ત્યાંથી મહુડી-આગલોડ-સરદારનગર થઈ વડનગર પધાર્યા. વડનગરથી તારંગાનો છ’રી પાલિત સંઘ તેઓશ્રીની નિશ્રામાં નીકળ્યો, તારંગામાં કોટી શિલા અને ચડવામાં અતિ વિકટ એવી સિદ્ધશિલાના દર્શન કરવા ૯૩ વર્ષની ઉંમરે યુવાનને પણ શરમાવે તેમ જાતે ચડીને સ્પર્શના કરી હતી. તારંગાથી પુનઃ વિહાર કરી સીપોર-વડનગર-વિસનગર થઈ વાલમ પધાર્યા હતા. વાલમથી પદયાત્રા સંઘ સાથે મહેસાણા-મોઢેરા થઈ શંખેશ્વર મહાતીર્થ પધાર્યા. ત્યાંથી વિહાર કરી શંખલપુર-બહુચરાજી-રાંતેજ-ભોયણી- નંદાસણ આદિ તીર્થોની સ્પર્શના કરતાં લગભગ ૪૦૦ કી.મી.નો વિહાર કરી પુનઃ માણેકપુર પધાર્યા.
• વિ. સં. ૨૦૫૬માં માણેકપુરમાં અંજનશલાકા પ્રતિષ્ટા કરીને અમદાવાદ ચાતુર્માસ બાદ વાસણાથી સિદ્ધગિરિના આયંબિલના ઐતિહાસિક છ'રી પાલિત સંઘમાં ૯૪ વર્ષની ઉંમરે નિત્ય લગભગ ૯.૦૦ વાગ્યા બાદ વિહારનો પ્રારંભ કરતાં અને ૧૧ કી.મી. આસપાસનો વિહાર કરી સંઘના પડાવે પહોંચતા હતા.
•
સં. ૨૦૫૭માં થાપામાં હાડકાનો ગોળો તૂટી જવાથી સિદ્ધગિરિમાં થયેલ ઓપરેશન બાદ ડોકટરોની મનાઈ હોવા છતાં નિત્ય ગિરિરાજની તળેટીએ ધીમે ધીમે ચાલીને જતા હતા. • ચાતુર્માસ બે ભાગમાં હોવાથી શ્રાવણ સુદ-૧૫ના ઘેટી જવા માટે ઓપરેશનવાળા પગે ચાલીને જ વિહાર કરવાનો આગ્રહ રાખ્યો અને પાલીતાણાથી ઘેટીનો નિત્ય ૧ થી ૧.૫ કી.મી.નો જ વિહાર કરી કોઈ ખેતરમાં આવેલી ઓરડીમાં મુકામ કરી દેતા અને સેવાભાવી મુનિવર ૩-૪ કી.મી. દૂર પાલીતાણા અથવા ઘેટી થી ગોચરી વહોરી લાવતાં. આ રીતે માત્ર ૭ કી. મી.નું અંતર ૫ દિવસે કાપી પર્યુષણ તથા ઓળીની આરાધના કરાવવા ઘેટી ગામમાં પહોંચ્યા હતા.
• સં. ૨૦૫૮માં કારતક પુનમે સિદ્ધગિરિ થી રૈવતગિરિના આયંબિલના છ'રીપાલિત સંઘનું પ્રયાણ થતાં ડૉકટરોની મનાઈ હોવા છતાં ગિરિવિહાર ધર્મશાળાથી તળેટી સકળ સંઘ સાથે ચાલ્યા અને ગિરિને વધાવી ગિરિરાજ ચડવાનું શરૂ કરી પહેલા હડાની બાલબ્રહ્મચારી
તપ તન તેજસ્વી થાય.
તપથી બાહ્યાન્વંતર શત્રુ ઉપર વિજય થાય.