SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ એ સમયે સંયમજીવનની મર્યાદાનુસાર પૂજ્યશ્રીએ વચનથી સંમતિના કોઈ વચન ઉચ્ચાર્યા નહીં પરંતુ તેમના મુખારવિંદ પરથી સ્પષ્ટ અનુમાન થઈ શકતું હતું કે તેઓશ્રી મૌનમ્ અનુમતમ્ ના ન્યાયે સંમતિ આપવા સાથે હું તારી સાથે જ છું તેવા ભાવો વ્યક્ત કરતા હતા.[હકીકતમાં આજે પણ તે મહાત્માને સાહેબ સતત સહાયક બની રહ્યા હોવાની અનુભૂતિ થાય છે. ] મુનિવરોને આ રીતે પોતાની ભાવિ વ્યવસ્થાનો ખ્યાલ આપી હિતશિક્ષા સ્વરૂપે જણાવ્યું કે ‘ આત્માનું સહજ શુદ્ધ સ્વરૂપ તો નિર્મલ સ્ફટિક જેવું છે પરંતુ અનાદિ કાળથી પરદ્રવ્યના સંયોગને કારણે થયેલા ફેરફારને લીધે આપણને તેની નિર્મળતા આવિર્ભાવ પામેલી અનુભવાતી નથી. પરદ્રવ્યનો સંયોગ જેટલો વિશેષ થાય તેટલા પ્રમાણમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ અવરોધાઇ જાય છે, તેથી આ અવરોધાયેલા આત્માના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યાદિ ગુણોને પ્રગટ કરવા આપણે પરદ્રવ્યોથી વૈરાગ્ય પામી આપણી પરપદાર્થ પ્રત્યેની રાગદશાને તોડવાની છે, અને તે રાગદશાને તોડવા માટેનું શ્રેષ્ઠ સાધન છે- જિનાજ્ઞાનુસારી સંયમજીવનનું પાલન ! શુદ્ધ સંયમજીવન પાલનમાં વિઘ્નો તો ઘણા આવશે, પરંતુ ‘શ્રેયાંત્તિ વતુવિજ્ઞાનિ’ એ વચનને લક્ષમાં લઈ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટેના માર્ગમાં વિઘ્નો જરૂર આવતાં હોવા છતાં જો દૃઢ મનોબળ અને જિનેશ્વર પરમાત્માના વચનો ઉપર અડગ શ્રદ્ધા રાખી આરાધના કરવાનો દૃઢ સંકલ્પ કરવામાં આવે તો સિદ્ધિ ઝાઝી છેટી નથી રહેતી.’ આ હિતવચનોને લક્ષમાં રાખી જીવન દરમ્યાન આરાધનામાં પુરુષાર્થ કરતાં રહેવા સાથે સૂચનો કરી છેલ્લા આશીર્વાદ આપ્યા હતા. હવે પૂજ્યશ્રીએ બાહ્યાવ્યંતર પરિગ્રહ લગભગ ત્યાગી દીધો હતો. દિનપ્રતિદિન વધતી જતી વિષમ વેદનામાં સમભાવ કેળવી દેહ-આત્માના ચિંતનની શ્રેણી મંડાઇ ચૂકી હતી. toe Jain Education મેં તો ચેતન દ્રવ્ય હું, ચિદાનંદ મુજ રૂપ; એ તો પુદ્ગલ પિંડ હૈ, ભરમજાળ અંધકૂપ... મોહ તજી સમતા ભજી, જાણે વસ્તુ સ્વરૂપ; પુદ્ગલ રાગ ન કીજીએ, નવી પડીએ ભવકૂપ... વસ્તુ સ્વભાવે નીપજે, કાળે વિણસી જાય; કર્તા ભોક્તા કો નહિ, ઉપચારે કહેવાય... તિણ કારણ એ શરીરશું, સંબંધ ન માહરે કોય; મેં ન્યારા એહથી સદા, એ પણ ન્યારા જોય... એહ જગમાં પ્રાણીયા, ભરમે ભૂલ્યા જેહ; જાણી કાયા આપણી, મમત ધરે અતિ નેહ એહ શરીર નહિ માહરૂં, એ તો પુદ્ગલ બંધ; હું તો ચેતન દ્રવ્ય છું, ચિદાનંદ સુખકંદ.... એહ શરીરના નાશથી, મુજકું નહિ કોઈ ખેદ; હું તો અવિનાશી સદા, અવિચળ અકળ અભેદ... પૂર્વકૃત કર્મના વિપાકે અશાતાવેદનીય કર્મોદયે આવેલી કારમી પીડાઓને સહજભાવે ભોગવી તેનો ભવોભવનો હિસાબ ચૂકતે કરવામાં તત્પર બની ગયા હતા. પૂર્વે સાહેબને જ્યારે જ્યારે કોઈ કહે કે ‘સાહેબ! આપ તો કાયાનો પૂરો કસ કાઢી રહ્યા છો’ ત્યારે સાહેબ કહેતા ‘અરે ભાઈ! આ કાયા તો બળતું ઘર છે. તેમાંથી જેટલી વસ્તુઓ કાઢી શકાય તે કાઢીને તેનો સદુપયોગ કરી લેવા જેવો છે.' અને ખરેખર! આ અવસરે તેઓશ્રી આ કાયામાં વધીઘટી બધી સામગ્રી એકઠી કરીને આત્મારાધનામાં લાગી ગયા હતા.૯૬-૯૬ વર્ષ જૂની આ દેહરૂપી સડી ગયેલી જીર્ણ ઝુંપડીને છોડીને ભવ્ય મહેલમાં જઈ વસવાના આવેલા હેતના તેડાંને વધાવતાં તેમના હૈયાનો આનંદ ઉભરાતો ન હતો. નિત્ય રાત્રિની અસહ્ય વેદનાના અવસરે મુનિવર પૂજ્યશ્રી મક્કમ મનોબળના સરદાર હતા... www.janebry.org
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy