SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પસાર થવા લાગી... અંતિમ ઇચ્છા કર્મરાજ અને ધર્મરાજ વચ્ચેના આ દ્વન્દ્વયુદ્ધમાં આ સૂરિવર પૂરા શૌર્ય સાથે કર્મશત્રુનો સામનો કરી રહ્યા હતા... માગશર સુદ ચોથની રાત્રિના યુદ્ધ બાદ માગશર સુદ પાંચમની વહેલી પરોઢે શાસ્ત્રજ્ઞ સૂરિવરે મુનિ હેમવલ્લભવિજયજીને કહ્યું, ‘મહાત્માઓને ઉઠાડો’ ત્યારે મહાત્માએ કહ્યું ‘સાહેબ! હજુ પાંચ જ વાગ્યા છે. રાત્રિના ઉજાગરાને કારણે થોડીવાર પછી ઉઠાડીએ. હજુ પ્રતિક્રમણનો સમય થવાને થોડીવાર છે.’ ત્યારે સાહેબે કહ્યું ‘પહેલા ઉઠાડો અને સઝાય પર્યંતનું પ્રતિક્રમણ કરી લેવા જણાવો.’ મહાત્માએ અન્ય બે મહાત્માઓને ઉઠાડીને પૂજ્યશ્રીની સુચના જણાવી. તેઓની સજ્ઝાય થઈ જતાં મુનિ હેમવલ્લભવિજયજી, મુનિ નયનરત્નવિજયજી અને મુનિ જ્ઞાનવલ્લભવિજયજીને પોતાની પાસે બોલાવી આગમજ્ઞાતા, મહાગીતાર્થ એવા પૂજ્યશ્રીએ વાતનો પ્રારંભ કર્યો કે, “ હવે મને મારું આયુષ્ય વધુ લાંબુ હોય તેવું જણાતું નથી તેથી જિનશાસનની મર્યાદા મુજબ કોઈ આચાર્ય કાળ કરે તે પૂર્વે પોતાની વિદાય બાદ પોતાના કાર્યોના સુવ્યવસ્થિત સંચાલન માટે એક ઉત્તરાધિકારીની નિમણુંક કરી તેને અધૂરા કાર્યો પૂર્ણ કરવા તથા ભાવિની સુવ્યવસ્થાની જવાબદારી સોંપવાની વિધિ હોવાથી હું મુનિ હેમવલ્લભવિજયજીને મારા ઉત્તરાધિકારી તરીકે નીમું છું અને સહસાવનની વ્યવસ્થા પં. વજ્રસેનવિજયજી ગણિવર્યની સાથે રહી તથા વાસણા-માણેકપુરની વ્યવસ્થા આ. ભુવનભાનુસૂરિજીના સમુદાયના આ. હેમચન્દ્રસૂરિજીની સાથે રહીને સંભાળવાની જવાબદારી સોપું છું, મારા ગયા પછી મારા શિષ્ય મુનિ નયનરત્નવિજયજીને પં. વજ્રસેનવિજયજી ગણિવર્યની નિશ્રામાં રહી શેષ સંયમજીવનની આરાધના કરવા માટેની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ સોપું છું.” પૂજ્યશ્રીની અંતિમ અવસ્થાને ધ્યાનમાં લઈ Jan Education intematons મુનિવરોએ તેમની આજ્ઞાને શિરોમાન્ય કરી અને કહ્યું “ સાહેબ ! આપની જે કંઈ અંતિમ ઇચ્છાઓ હોય તે જણાવો, અમે તે પૂર્ણ કરવા પૂરતો પ્રયાસ કરશું.’’તે અવસરે લોકોત્તર એવા જિનશાસન પ્રત્યે અવિહડ રાગ ધરાવનાર પૂજ્યશ્રીએ વિશ્વભરમાં ચારે તરફ ચાલતાં વેરઝેર અને વિષય-કષાયના તાંડવનૃત્યોરૂપી પાપોના શમન અને વર્તમાન જૈનશાસન, સંઘ અને સમુદાયોમાં ઇર્ષ્યા અને અહંકારના પ્રતાપે નધણીયાતી સ્થિતિમાં મૂકાયેલ ચતુર્વિધ સંઘની શાંતિ અને સમાધિના શુભાશયથી છેલ્લા સત્તર-સત્તર વર્ષથી અખંડ આયંબિલની આરાધના કરેલ પરંતુ કોઈ નિકાચિત અશાતાવેદનીય કર્મોદયથી સમાધિ જાળવવાનું અસંભવ બનતાં આયંબિલ આગળ ચલાવી ન શકયા. તેથી અધૂરી રહેલી તેમની આરાધનાનો વારસો આગળ ચલાવી તેમની ભાવનાઓ પૂર્ણ કરવામાં અંશાત્મક નિમિત્તભૂત બનવા મુનિ હેમવલ્લભવિજયજીને જણાવ્યું “આજીવન આયંબિલનો તપ અને શક્યતઃ ચુસ્ત સંયમજીવનનું પાલન કરજો.” પૂજ્યશ્રીના આ વચનોને સાંભળીને મહાત્માએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બે હાથ જોડી પૂજ્યશ્રી પાસે આજીવન આયંબિલ તપની આરાધના અને શક્યતઃ ચુસ્ત સંયમ માટે (તીવ્ર અશાતાવેદનીય કર્મોદયે આત્મસમાધિ ટકાવવાનું અશક્ય બને તેવા અવસરાદિના અપવાદ સાથે) અભિગ્રહ આપો' તેવી વિનંતી કરતાં પૂજ્યશ્રીએ અભિગ્રહ પ્રદાન કરી અંતરના આશીર્વાદપૂર્વક તેમના મસ્તક ઉપર વાસક્ષેપ કર્યો હતો. તે અવસરે મહાત્માએ કહ્યું “સાહેબજી! મારા જેવા નાના પર્યાયવાળા સાધુને માથે આપ આટલી સંસ્થાઓની જવાબદારીઓ સોંપી રહ્યા છો તે તથા આજીવન આયંબિલનો આવો ઘોર અભિગ્રહ વહત્ત કરવાની મારી કોઈ શક્તિ જ નથી. મેં તો આપના ભરોસે જ આ જવાબદારી આદિનો સ્વીકાર કર્યો છે, આપે જ આ જવાબદારી પાર પાડવાની છે, તેથી આપ વચન આપો કે દેવલોકમાં ગયા પછી આપ મને સહાય કરવા જરૂર પધારશો.” પૂજ્યશ્રી જિનશાસનના શણગાર હતા... For Private & Personal . www.dainelibrary.org
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy