SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રસિદ્ધમાય પાંચ પૂર્વભ અને તમસ્કાયમાં પેસી ગયે. ઇદ્રમહારાજે તેને પકડવા તેની પાછળ જવા માટે બે હજાર દેવેને હુકમ કર્યો તેમાં આ બંને મિત્રોને ઇદ્રાજ્ઞાથી જવું પડ્યું. છ મહિને ત્યાંથી બંને મિત્રો પાછા ફર્યા, પણ પાછા આવ્યા પછી સુભદ્ર શ્રાવકના જીવની માનસિક પરિકૃતિ એવી પલટાઈ ગઈ કે તે પોતાની દેવીને છેડી અપરિગ્રહીતા ( વેશ્યા જેવી) દેવીના મેડમાં ફસાઈ ગયે, તેની દેવીએ પિતાના પતિના મિત્ર તિર્માલીદેવ મારફત સમજાવવા પ્રયાસ કરાવ્ય, તિર્માલીદેવે પણ મૂળ હિતશિક્ષા દઈને તેને અપરિગૃહીતા દેવી( વેશ્યા)ગમનના વ્યસનમાંથી બચા, કાલક્રમે તિર્માલીદેવ પિતાના આયુને પૂર્ણ કરીને ત્યાંથી ચ. ચતુર્થ ભવ જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના પુષ્કલાવતી વિજયમાં વૈતાઢ્ય પર્વત ઉપર દક્ષિણ શ્રેણીના વેગવતીપુરના રાજા સુગવિદ્યાધરને ત્યાં તિર્માલીદેવ વેગવાન નામે પુત્રપણે જન્મે. પાંચ ધાઈમાતાઓથી ગ્ય રીતે લાલન-પાલન કરાયેલ તે રાજકુમાર સર્વ કલાઓમાં પ્રવીણ થઈ યુવાન વયે અનેક વિદ્યાધર કન્યાઓને પરણ્યા બાદ કાલક્રમે ચાલી આવતી વિદ્યાઓને છ મહિના સુધી અયુગ્ર કડકદિનચર્યા સાથે ઘેર જંગલમાં સાધી છ મહિના પછી ગૌરી, પ્રજ્ઞપ્તિ દેવીઓ પ્રસન્ન થઈ વરદાન આપ્યું. કાલક્રમે વિદ્યાધર પદવી પામી યુવરાજ તરીકે સુખ પૂર્વક કાલ વીતાવવા લાગે. આ બાજુ સુભદ્ર શ્રાવકને જીવ દેવલોકમાંથી ઍવી પશ્ચિમ મહાવિદેહના ધનવતી વિજયની તરંગિણીનગરીના ધનદેવ શેઠની સ્ત્રી ધનવતીની કુક્ષિએ ધનની શ્રેણિના સ્વપ્નથી સૂચિત પુત્રીપણે જન્મે. માતાપિતાએ ધનમાલા નામ સ્થાપ્યું, એગ્ય વયે અનેક કલાએમાં પ્રવીણ થઈને સંગીત અને વીણાવાદનમાં અતિ પ્રવીણ થઈ. એક સમયે વેગવાન વિદ્યાધર આકાશમાર્ગે જતાં તે ધનમાલાને જોઈને તેના પર આસક્ત થઈ બલાત્કારે ઉપાડીને પિતાના ઘરે લઈ આવ્યું. વેગવાન તેના મોહમાં અંધ બને છે, ત્યારે ધીસખા નામના પિતાના મંત્રીએ રાજપુત્રને સમજાવ્યું કે “વિદ્યાધરે માટે એ નિયમ છે અને વૈતાઢ્ય પર્વતની ભીંત ઉપર લેખ પણ છે કે–અલાત્યારે અણહતી કન્યા સાથે સંબંધ બાંધનાર વિદ્યાધરની વિદ્યાઓ નાશ પામે છે. ” વગેરે ત્યારબાદ બે મહિને સ્વતઃ કન્યા રાગવતી થઈ, એટલે ધામધૂમથી વેગવાને લગ્ન કર્યા બાદ રાજપુત્ર સ્વેચ્છાની પૂર્તિ થવાથી આનંદમાં દિવસે વિતાવવા લાગ્યો. તેના પિતાએ એગ્ય સમયે રાજ્ય ઉપર તેને અભિષેક કર્યો અને પિતે દીક્ષા લીધી એટલે * મૂલ પ્રતમાં અહીં છ મહિનાની વિદ્યાસાધના માટેની કડક દિનચર્યા અને મંત્રશાસ્ત્રાનુસારી વિધિ વગેરેનું સુંદર વર્ણન છે, સ્થળસંકોચથી તે વિગત અહીં નથી આપી.
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy