________________
૨૭૬
श्रीमद् विजयराजेन्द्रसूरि-स्मारक-ग्रंथ કરી, અથાગ પરિશ્રમ ઉઠાવી ગુરુદેવે પ્રજાને જે પ્રતિબોધ કર્યો છે તે કળીયુગમાં કાપવૃક્ષ ફળ્યા સમાન છે. તેના ફળરૂપે આજની પ્રજા કેટલી સુસંસ્કારી અને સુખી દેખાય છે તે તે જૂના જમાનાના જેનાર–જાણનાર તેની તુલના કરી કિંમત આંકી શકે.
(૧૧) અંતમાં હું એટલું જ કહી શકું કે જ્યારે જ્યારે પ્રજામાં ધાર્મિક તેમજ મૈતિક નિચેતના પ્રગટે છે ત્યારે ત્યારે તેનામાં પ્રાણ પૂરવા માટે એકાદ અવતારી પુરુષ જન્મ ધારણ કરે છે. તેમ સ્વર્ગવાસી ગુરુદેવે અવતાર ધારણ કરી જનસમાજમાં અનેક રીતે પ્રાણ પૂર્યા છે. જે જમાનામાં તેઓશ્રીએ મારવાડ, મધ્યભારતની ધરા ઉપર પગ મૂકે ત્યારે જૈન સાધુઓની સંખ્યા અતિ અપ હતી, તેમાં શાસ્ત્ર ગણ્યા ગાંઠ્યા હતા. દેશ-વિદેશમાં જૈન સાધુઓને પ્રચાર અતિ વિરલ હતું, તેવા સમયે ગુરુદેવે જૈનધર્મનો જે પ્રચાર કર્યો છે તે તેમની તેજસ્વી પ્રતિભાને આભારી છે. અને તેજ પ્રતિભાને તેજે આજે જગત સમક્ષ જૈનસમાજ પિતાનું ગૌરવવંતું સ્થાન સાચવી રહ્યું છે.
એ સ્વર્ગવાસી પરમ પવિત્ર ગુરુદેવના અગમ્ય તેજને પ્રતાપે આપણે સૌ વર્તમાન યુગને અનુરૂપ ધર્મસેવા, સાહિત્યસેવા અને જનસેવા કરવાનું બળ મેળવીએ એ જ અભ્યર્થના.