SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય ક્ષેત્રે શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મતલાલ મંછાચંદ સંઘવી–થરાદ (ઉત્તર ગુજરાત) (૧) જ્યારે જ્યારે પ્રજાના જીવનમાંથી પ્રાણ ઊડી જઈ પ્રજા નિચેતન બની જાય છે અને જ્યારે તેને સાચે જ એમ લાગે છે કે પોતે ઘોર અંધકારમાં ડુબતી જાય છે ત્યારે ત્યારે તેને પુનર્જીવન અથવા નવીન પ્રકાશ મેળવવા માટે પોતાની પ્રાચીન વિભૂતિઓ અર્થાત્ અસ્ત પામી ગયેલ છતાં જીવતાજાગતા પૂર્વ મહાપુરુષની ઝગમગતી જીવનતિનું દર્શન કરવાની ઉત્કંઠા થાય છે. (૨) મહાપુરુષોની જીવન-તના પ્રવાહ સર્વતગામી હોઈ તેનું સંપૂર્ણ દર્શન વિવેકપુરસ્સર કરવાનું આપણુ જેવા સાધારણ કેટીના દરેક મનુષ્ય માટે શક્ય નથી હતું. એટલે એ તનું આછું આછું ય દર્શન આપણુ સોને થાય અને આપણા સીમાં નવેસરથી નવચેતન પ્રગટે એ ઉદ્દેશથી આપણા સૌની વચમાં વસતા પ્રાણવંતા પ્રજ્ઞાશાળી મહાપુરુષે અનેક ઉપાયે જે છે. (૩) આપણુ મહાપુરુષોએ સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન, સમ્યક્યારિત્રની પ્રાપ્તિ માટે આજસુધીમાં તીથીઓ, પ, કલ્યાણક મહોત્સવ વિગેરે જેવા અનેક પ્રસંગે ઉપદેશ્યાપ્રવર્તાવ્યા છે. એ જ મહાપુરુષનું અનુસરણ કરી આજના યુગમાં જયંતિ, શતાબ્દી, જાહેર વ્યાખ્યાન, આદિ જેવા અનેક શુભ પ્રસંગે ઊભા કરવામાં આવે છે ! જેથી પ્રજા જીવનમાંથી ઓસરી ગયેલા બાહ્ય અને આત્યંતરજ્ઞાનાદિ ગુણેની ક્રમે ક્રમે પ્રાપ્તિ તેમજ વૃદ્ધિ થાય. (૪) આ વર્ષે આપણી સમક્ષ વિશ્વવિખ્યાત મહાપુરુષ જગદુવંદનીય પ્રભુ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજીની અર્ધ શતાબ્દિને પ્રસંગે ઉપસ્થિત થયેલ છે. જે અડગપણે એ મહાપુરુષને પુનિત પગલે ચાલનાર અને એમના જ આજ્ઞાધારી, પ્રભાવશાળી આચાર્ય શ્રીમદ્ વિજયયતીન્દ્રસૂરીશ્વરજીની અપૂર્વ ભક્તિ અને પ્રેરણાને પરિણામે જન્મે છે. (૫) જે મહાપુરુષની અર્ધ શતાબ્દિ ઉજવવાની છે તેમને લક્ષીને તેમના સ્મારક ગ્રંથમાં કંઈ લખવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે, પરંતુ જે મહાપુરુષને આપણે નજરે નિહાળ્યા ન હોય અથવા જે મહાપુરુષને નજરે જોવાનું સદ્ભાગ્ય આપણને પ્રાપ્ત થયું ન હોય તેમના સંબંધમાં કંઈ પણ લખવા પ્રવૃત્તિ કરવી એ એક દ્રષ્ટિએ કૃત્રિમતા ગણાય તેમ છતાં બીજી દ્રષ્ટિએ વિચાર કરતાં લાગે છે કે મહાપુરુષો સ્થૂળ દેહે ભલે ફાની દુનિયાને ત્યાગ કરી ગયા હોય તે છતાં તેઓ સૂમ દેહે કહો અથવા અક્ષર ( ૭ )
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy