________________
સમતા
પ્રા. તારાબહેન રમણલાલ શાહ ‘સમતા'નો સાદો અને સામાન્ય અર્થ છે: ધીરજ રાખવી, શાંતિ રાખવી. સમ એટલે સમાન અથવા સરખું. સમતાનો વિશેષ અર્થ છે સમત્વ, મનના સ્થિરતા, સ્વસ્થતા, તટસ્થતા, અહિંસકપણુ. સમતા એટલે અનુકુળ કે પ્રતિકુળ સંજોગોમાં સારા કે નરસા પ્રસંગે, સારી કે નરસી વ્યકિત માટે સ્વસ્થતાપૂર્વક સમભાવ ધારણ કરવો. આપણે જાણીએ છીએ કે જુદા જુદા કારણે ચિત્તમાં સમયે સમયે સુખદ કે દુ:ખદ અનુભવો થાય છે. સુખદ અનુભવ પ્રત્યે મોહ કે રાગ ઉત્પન્ન થાય છે. સુખદ અનુભવે જયારે દુ:ખમાં પલટાઈ જાય છે ત્યારે અધીરાઈ, ખેદ, દ્વેષ, ઇષ્ય ઈત્યાદિ અનુભવાય છે. માણસ સુખ ટકાવી રાખવા ઇચ્છે છે, પરંતુ તે ઝાઝું ટકતું નથી. માણસ દુ:ખને દૂર કરવા ઇચ્છે અને છતાં દુ:ખ દૂર થાય નહિ, આ બને દશામાં મન અશાંત, બેચેન અને વિષમ બને છે. બીજી બાજુએ સુખ અને દુ:ખ બંને પ્રત્યે માણસ સજાગ રહે, બંને
on Education
nations
For P
ony