________________
યુગદષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી માર્ગદર્શક હતા. ગુરુદેવ પછી તેઓનો મારા પર એવો અપૂર્વ પ્રેમ હતો કે તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી. મારા જીવનમાં સુખદુઃખના, મુશ્કેલીના અને ઉપાધિના અનેક નાનામોટા પ્રસંગો બની ગયા પણ એ દરેક પ્રસંગે—પછી હું ગમે ત્યાં હોઉં––ગુજરાતમાં, મારવાડમાં, પંજાબમાં કે દક્ષિણમાં–પણ તેઓશ્રીની સલાહ હંમેશાં મળ્યા જ કરે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનામાં પણ પ્રવર્તકશ્રીનો અનન્ય હિસ્સો હતો. પાટણના જ્ઞાનભંડારો અને શાસ્ત્રગ્રંથોના ઉદ્ધાર માટે કાર્ય કરીને અને એની પ્રેરણા આપીને પ્રવર્તકશ્રીએ ભારતીય પ્રાચીન સાહિત્ય અને જૈન સમાજની અનન્ય સેવા કરી છે.” પટ્ટીમાં પર્યુષણ પર્વ નિવિદને ઊજવાયું. ત્યારબાદ શ્રી હીરવિજયસૂરિજીની જયંતી ઊજવાઈ. આ પ્રસંગે શ્રી હરિશ્ચંદ્રજીએ આચાર્યશ્રીને અંજલિ આપતાં કહ્યું કે, “આચાર્યશ્રીની અમૃતવાણી સાંભળતાં અંતરના ઊંડાણમાં અજવાળું લાધે છે અને આત્મા જાગ્રત બની જાય છે. ગુરુદેવના વ્યાખ્યાનો બધા માટે કલ્યાણકારી છે. તેમાં સર્વ ધર્મનો સમન્વય થાય છે. તેમાં આત્માની ઉચ્ચતા અને મનુષ્યધર્મનું સાર્થક્ય રહેલું છે. નિષ્પક્ષપાતપણે હૃદયંગમ થાય તે રીતે તેઓ આપ સમક્ષ વસ્તુની રજૂ કરે છે.”
- આચાર્યશ્રીની ૭૩મી જયંતી પટ્ટીમાં ધામધૂમપૂર્વક ઊજવાઈ. યુવાન વર્ગ “આત્મવલ્લભ જૈન સેવક મંડળ' નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થાએ આચાર્યશ્રીને અભિનંદન પત્ર આપ્યું. બાબુ ગૌરીશંકરજીએ પોતાના પરિવર્તનની કથા કહી આચાર્યશ્રીને અંજલિ આપી. પટ્ટીથી વિહાર કરી આચાર્યશ્રી કસુર પધાર્યા. ત્યાં પોષ સુદિ પૂનમના દિને શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. નવીન ભરાવેલા જિનબિંબોની અંજનશલાકા કરાવી. આચાર્યશ્રી કસુરથી લુધિયાણ થઈ જીરા પધાર્યા. જીરાના સંઘનો મતભેદ દૂર કરાવ્યો. સ્થળે સ્થળે વિહાર કરતા આચાર્યશ્રી રાયકોટ પધાર્યા. ચિત્ર શદિ તેરસ. તા. ૧૮-૪-૧૯૪૭ના રોજ મહાવીર જયંતી ઊજવી. વૈશાખ શુદિ ત્રીજના દિને અંજન-શલાકાની વિધિ થઈ. શુદિ છઠ્ઠના દિવસે પ્રતિષ્ઠા થઈ.
આચાર્યશ્રીએ રાયકોટથી જેઠ શુદિ પૂનમે વિહાર કરી પીપલાવાલી, આદમપુર, નસરાલા, જાલંધર, કરતારપુર વગેરે સ્થળે વિહાર કરી જંડિયાલાગુરુ પધાર્યા. આ નગરે તેમનું સુંદર અને અદ્દભુત સામૈયું કર્યું. સં. ૧૯૫૦માં સ્વર્ગીય પૂ. આત્મારામજી મહારાજ સાથેના અહીંના ચાતુર્માસ બાદ ઓગણપચાસ વર્ષે આચાર્યશ્રીનું આ ચાતુર્માસ અહીં થયું. સં. ૧૯૯૯નું આચાર્યશ્રીનું ચાતુર્માસ ધાર્મિક કાર્યોથી ભરપૂર હતું. શ્રી વિજયાનંદ જૈન ગુમંદિરનો પાયો નાખવામાં આવ્યો.
આ પર્યુષણ પર્વ દરમિયાન બહાર ગામથી દોઢ હજાર માણસો જંડિયાલાગુ પધાર્યા હતા. બંગાળ અને મેવાડની આપત્તિ અંગે આચાર્યની પ્રેરણાથી રાહતફંડ શરૂ થયું. અમૃતસરથી સંય આચાર્યશ્રીને ક્ષમાપના કરવા આવ્યો. જંડિયાલાગુસમાં આચાર્યશ્રીને વંદન કરવા તથા મારવાડ પધારવા માટે વિનતિ કરવા વકાણા વિદ્યાલયના પ્રમુખ શ્રી મૂળચંદજી, મંત્રી શ્રી ન્યાલચંદભાઈ વગેરે ચાલીસ ગૃહસ્થોનું પ્રતિનિધિમંડળ આવ્યું અને ત્રણ દિવસ રોકાયું. આચાર્યશ્રીનો ૭૪મો જન્મદિન ત્રણ દિવસ સુધી ઊજવાયો. સં. ૨૦૦૦ના કાર્તિક શદિ એકમનો વરઘોડો નીકળ્યો. બીજને દિવસે શિયાલકોટવાળા લાલા. ગોપાળશાજી હકીમના પ્રમુખપદે જાહેર સભા થઈ ત્રીજના દિવસે શ્રી આત્માનંદ જૈન લાયબ્રેરીની સ્થાપના થઈ. રાતના કવિ સંમેલન થયું. આ પ્રસંગે બહારગામથી ત્રણ હજાર ભાઈ-બહેનો આવ્યાં હતાં. અનેક જગાએથી તાર અને પત્રો આવ્યા હતા. મુંબઈ તથા અન્ય ગામોમાં પણ જાહેર સમારંભો થયા.
જંડિયાલાગુત્થી વિહાર કરી આચાર્યશ્રી અમૃતસર પધાર્યા. ત્યાં એક મહિનો ચાર દિવસ સુધી સ્થિરતા કરી. શ્રી આત્માનંદ જૈન લાયબ્રેરી ફરી શરૂ કરાવી. અમૃતસરના ગુજરાતીઓએ આચાર્યશ્રીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org