SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ કરી આચાર્યશ્રી જશપાલ, નાગલ થઈ નારોવાલ પધાર્યા. અહી આચાર્યશ્રીનું ભવ્ય સ્વાગત થયું. પૂ૦ આત્મારામજી મહારાજની જયંતી ઊજવી. ત્યાંથી પસરૂર થઈ વિવિધ ગામોને પ્રેરણા આપતા આચાર્યશ્રી ચાતુર્માસ માટે શિયાલકોટ પધાર્યા અને જ્ઞાનામૃતનો પ્રવાહ શરૂ કર્યો. સં. ૧૯૯૭ના ચાતુર્માસમાં કૃષ્ણજયંતી વિશે સનાતન ધર્મ-મંદિરમાં આચાર્યશ્રીએ પ્રવચન કર્યું. ભાદરવા શુદિ અગીઆરસના રોજ શ્રી હીરવિજયસૂરીશ્વરજીની જયંતી ઊજવાઈ. આસો શુદિ બીજથી આચાર્યશ્રીએ જૈન રામાયણ વાંચવાનું શરૂ કર્યું. નવી દષ્ટિથી એની રજૂઆત કરી. કારતક સુદિ બીજના દિવસે આચાર્યશ્રીનો ૭૨મો જન્મદિન ઊજવાયો. સં. ૧૯૯૮ના કાર્તિક શુદિ પૂર્ણિમાના દિવસે શ્રી હેમચંદ્રાચાર્યની જયંતી ઊજવવામાં આવી. આચાર્યશ્રીની બોતેરમી વર્ષગાંઠ પણ વરકાણ વગેરે સ્થળોએ ઊજવાઈ. સં. ૧૯૯૮ના માગશર શુદિ દશમના દિને શ્રી આત્મારામ જૈન મુક્તિ-મંદિરનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. એની વિધિ રાયસાહેબ લાલા કર્મચંદજીના હસ્તે થઈ આ પ્રસંગે આચાર્યશ્રીએ કહ્યું: “તમારા બધાના હૃદયમાં પરમાત્મા પ્રત્યેનો પ્રેમ ગુંજી ઊઠવો જોઈએ. જગતમાં વસ્તુ એક જ હોય પણ દૃષ્ટિભેદથી તે જુદી જુદી ભાસે છે. જગતના તમામ મનુષ્યો કોઈને કોઈ રીતે મૂર્તિપૂજામાં માને છે, પછી પ્રકારો ભલે જુદા જુદા હોય. તો પછી મોક્ષની પ્રાપ્તિ માટે મૂર્તિપૂજાના પ્રથમ પગથિયાની ઉપેક્ષા કેમ થઈ શકે? ઉરચ તત્વની સહાયતા વિના જીવનનું પૂર્ણ દર્શન શક્ય નથી.” શિયાલકોટથી વિહાર કરી આચાર્યશ્રી ગુજરાનવાલા પધાર્યા. ત્યાં આચાર્યશ્રીની પ્રેરણાથી ઘણાં હિંદુ-મુસલમાનોએ માંસાહારનો ત્યાગ કર્યો. મૌલવી અહમદીન આચાર્યશ્રીના ચુસ્ત ભક્ત બન્યા. સં. ૧૯૯૮ના મહા શુદિ પાંચમે ગુરુકુળનો વાર્ષિક ઉત્સવ ઊજવાયો. શુદિ છઠ્ઠના દિવસે પ્રતિષ્ઠા કરાવી. દાદુવંશીઓના કીર્તન-સંમેલનમાં આચાર્યશ્રીએ દાદુસાહેબના જીવન-પ્રસંગો કહી સાત વ્યસનોના ત્યાગ વિષે અસરકારક પ્રવચન કર્યું. ત્યાંથી વિહાર કરીને આચાર્યશ્રી લાહોર પધાર્યા. ત્યાંથી કસુર, ગંડાસંગવાલા થઈ ફિરોજપુર છાવણી પધાર્યા. ત્યાંથી વિહાર કરી આચાર્યશ્રી જીરા પધાર્યા. જીરાનિવાસીઓએ અભિનંદન પત્ર આપ્યું. ગુરુદેવની જયંતી ઊજવી. છરાની સુધરાઈએ આત્માનંદ જૈન ચોક અને આત્માનંદ જૈન સ્ટ્રીટ એવાં નામ આપ્યાં. છરા સંથે લહેરાગામમાં પૂ. આત્મારામજી મહારાજની યાદમાં કીર્તિસ્તંભ બનાવવાનો નિર્ણય કર્યો. જીરાથી વનખંડી ગયા. ત્યાં ચાર ભાઈઓ વચ્ચે સમાધાન કરાવી આચાર્યશ્રી મોગા થઈ રાયકોટ પધાર્યા. શ્રી મહાવીર જયંતીની ઉજવણી કરી. રાયકોટથી બસિયા થઈ જગરવા પધાર્યા. ત્યાં કલકત્તાથી બારસોતેરસો માઈલનો પંથ કાપી, અતિકઠિન વિહાર કરી, આચાર્યશ્રી વિજયવિદ્યા સૂરિજી અને મુનિશ્રી વિચારવિજયજીને મળ્યા. જગરાવાના સ્વાગત સમયે બીજા સાધુઓએ પણ એમાં ભાગ લીધો હતો. જગરાંવાથી ચોકીમાન, મુલાપુર, સુનેસ થઈ આચાર્યશ્રી લુધિયાણા પધાર્યા. ત્યાં પ્રવચન કરી લાડુવાલ, ફલોર, પ્રતાપપુરા અને શ્રીશંકર થઈ નકોદરમાં ગુરુદેવની જયંતી ઊજવી. ત્યાં વીસ દિવસની સ્થિરતા કરી આચાર્યશ્રીએ જેઠ શુદિ અગિયારસે પટ્ટીમાં પ્રવેશ કર્યો, જ્યાં આચાર્યશ્રીનું ભાવભીનું સ્વાગત કરીને અભિનંદન-પત્ર એનાયત કર્યું. સં. ૧૯૯૮ના અષાઢ શુદિ દશમના દિને સાંજે સાત વાગે પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ પાટણ ખાતે કાળધર્મ પામ્યા. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ આચાર્યશ્રીના પ્રેરક રક્ષક અને મિત્ર હતા. બંને વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ હતો. આચાર્યશ્રીની પ્રવૃત્તિનું તેઓ પ્રેરક સ્થાન હતા. આચાર્યશ્રીએ પ્રવર્તકને અંજલિ આપતાં કહ્યું, “મારા માટે તો એ વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને સાચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy