SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ સુપાસનાચરિયની હસ્તલિખિત પોથીમાંનાં રંગીન ચિત્રો ૧૯૭ પ્રતિની પુપિકામાં એ જણાવવામાં નથી આવ્યું કે પ્રતિમાંનાં ચિત્રો હીરાણંદમુનિએ પોતે આલેખેલાં છે કે કોઈ નિષ્ણાત ચિત્રકારે આલેખેલાં છે. સંભવતઃ હીરાણંદનાં આલેખેલાં ચિત્રો નહિ હોય. છતાં એ પ્રશ્ન સામાન્ય રીતે અણઉકેલ્યો જ ગણાય. ચિત્રોની લંબાઈ-પહોળાઈ વધારેમાં વધારે જો ઈચની છે અને ઓછામાં ઓછી ૩૮ જાય ઈચ છે. મોટા ભાગનાં ચિત્રો ૩xજા ઈચનાં છે. કોઈ કોઈ ચિત્ર કાકા ઈચનાં પણ છે. ચિત્રોમાં લાલ, લીલો, પીળો, આસમાની, ગુલાબી, કાળો, સફેદ, સોનેરી અને રૂપેરી એમ નવ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રંગોની બનાવટ અને મિશ્રણ અતિશ્રેષ્ઠ હોઈ પ્રતિ પ્રાચીન અને તે સાથે જીર્ણ થવા છતાં રંગોની ઝમક અને તેનું સૌષ્ઠવ આજે પણ આંખને આકર્ષે છે. આપણે ત્યાં પ્રાચીન કાળથી ઘણા ઘણા રંગોનું નિર્માણ અને તેનો ઉપયોગ થતો હતો, જેનું ભાન આપણને પ્રાચીન ગ્રંથોમાંનાં ચિત્રો અને પ્રાચીન ચિત્રપદિકાઓના દર્શનથી થાય છે. આ રંગો મુખ્ય વનસ્પતિ, માટી અને ધાતુઓમાંથી બનતા હતા. જેને લગતા ઘણા ઘણા ઉલ્લેખો આપણને પ્રાચીન ગ્રંથોમાં અને ખાસ કરીને વિપ્રકીર્ણ પ્રાચીન પાનાંઓમાંથી મળી આવે છે. આવા કેટલાક ઉલેખોની નોંધ મેં ભાઈ સારાભાઈ નવાબ સંપાદિત “ચિત્રક૯૫દ્રમ”માંના મારા “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને જૈન લેખનકળા” નામના અતિવિસ્તૃત લેખમાં આપી છે. તે પછી આને લગતા બીજા કેટલાય ઉલ્લેખો મળી આવ્યા છે. આથી ચિત્રકળા આદિ માટે ઉપયોગી રંગો બનાવવાની કુશળતા આપણે ત્યાં કેટલી અને કેવી હતી તેનો આપણને ખ્યાલ આવી શકે છે. પ્રાચીન ચિત્રકળાના નિર્માણ સામે આજની કેટલીક વિધવિધ માન્યતા, કલ્પના અને તર્કોઆક્ષેપો હોવા છતાં આ ચિત્રોના નિર્માણમાં એક વિશિષ્ટ પરંપરા હતી, એમાં તો જરા ય શંકાને સ્થાન નથી. એ નિર્માણ પાછળના કેટલાક ખ્યાલો વીસરાઈ જવાને લીધે એ ટીકાસ્પદ બને, એ કોઈ ખાસ વસ્તુ ન ગણાય. એટલે પ્રસ્તુત ચિત્રોનું નિરીક્ષણ કરનારે અમુક વિશિષ્ટ દષ્ટિએ તેનું અવલોકન કરવું જોઈએ. આ ચિત્રો આપણું પ્રાચીન રીતરિવાજો, સંસ્કૃતિ, વેષ-વિભૂષા આદિ અનેક બાબતો ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડે છે, એ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. આટલું ટૂંકમાં જણાવ્યા પછી હવે પ્રતિમાં જે ક્રમે ચિત્રો અને તેનો પરિચય નોંધાયેલો છે તેનો ઉતારો આ નીચે આપવામાં આવે છે: पत्र-पृष्ठ ૨-૨ ૨-૨ ૨-૨ २२-२ चित्रांक चित्रपरिचय १. श्रीसुपार्श्वजिनः २. श्रीसरस्वती देवी ३. गुरुमूर्ति ४. प्रथम भव । मध्यमउवरिम निवेके भोग्य ५. भाद्रपद बहुलाष्टमी सुमिनानि पश्यति ६. गजादि चतुर्दश सुमिनानि १४ ७. राजा श्रीसुपइट । राजाग्रे सुपिनानि कथयति राशी । ८. चारणमुनि सुप्नफलं विचारयति । राजा सुपइह सुणति । ૨૫૨ २७-१ ૨૮-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy