________________
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ તથા પૂર્ણભદ્રને કુબેરના અગ્રભાગે બેસારવાનું સાધનમાલામાં જણાવ્યું છે. ૧૫ મણિભદ્ર યક્ષગણોનો આદિપુ હોવા છતાં, તે કુબેરનો અનુચર–સેવક હતો એમ અનેક પુરાણોમાં નોંધ્યું છે. આ પરંપરાને અનુલક્ષી, ઝંભલના અનુદાનમાં મણિભદ્રને તેના સેવક તરીકે સ્થાન મળ્યું હશે એમ માનવાને કારણ મળે છે એટલું જ નહિ, પણ બૌદ્ધ સંપ્રદાયમાં, મણિભદ્ર કુબેરના પરિવાર દેવ તરીકે સુપ્રસિદ્ધ હતા એમ સ્પષ્ટ જણાવે છે. મણિભદ્રનાં સ્વતંત્ર મન્દિરો પણ તે કાળે વિદ્યમાન હોવાની નોંધ મળે છે. મહામાયૂરીના કથન મુજબ તેમનો સ્વતંત્ર સંપ્રદાય તે સમયે બ્રહ્માવતીમાં હતો. ૧૬ પવાયા પ્રાચીન પદ્માવતીથી પ્રાપ્ત મણિભદ્રની એક શિરોભગ્ન પ્રતિમા આજે પણ ગ્વાલિયર મ્યુઝિયમમાં મૂકેલી છે. તેની નીચે પટ્ટીમાં કોતરેલ લેખના આધારે આ પ્રતિમા શિવમંદીના ચોથા વર્ષમાં પ્રતિષ્ઠિત કરી હોવાનું જાણવા મળે છે.૧૭ આથી તે ઈ. સ. ના પહેલા બીજા સૈકા જેટલી પ્રાચીન હોવાનું વિદ્વાન એ અનુમાન્યું છે.
જૈન સંપ્રદાયમાં તીર્થંકરોના યક્ષો સિવાય અન્યતર યક્ષોમાં મણિભદ્રનું સ્થાન અનન્ય હોવાનું સમજાય છે. સર્વકામનાઓ પરિપૂર્ણ કરનાર, એક ઉપાસ્ય દેવ તરીકે તેની ઉપાસના માટે અનુષ્ઠાનવિધાનો પણ રચાયાં છે. વાચક સંઘદાસગણિની વસુદેવહિંડીમાં, પ્રદ્યુમ્ન અને સાંબના પૂર્વજન્મની આલોચના કરતાં, તેઓ બન્ને આગળના જન્મમાં મણિભદ્ર અને પૂર્ણભદ્ર નામના એકી હતા એવો ઉલ્લેખ છે. જે કે મણિભદ્રયક્ષ, અહીં પ્રદ્યુમ્નના ગત જન્મના મણિભદ્ર શ્રેણી તરીકે અભિપ્રેત નથી છતાં મણિભદ્ર અને પૂર્ણભદ્ર નામોનું સામ્ય વિચારતાં જૈન, વૈદિક અને બૌદ્ધ એમ ત્રણે સંપ્રદાયોમાં મણિભદ્ર એક ભવ્ય પુરુષ તરીકે વિખ્યાત બન્યા હોવાનું તેની પાર્શ્વભૂમિકા જણાવે છે. શ્વેતાંબરોના કેટલાક ઉપાશ્રયોમાં
મણિભદ્રયંક્ષના સ્થાનો જોવામાં આવે છે. તપાગચ્છના તો તેઓ મુખ્ય વીરશ્રેષ્ઠ ગણાતા હોઈ, રવિકીતિએ મણિભદ્ર દમાં તેમને તપાગચ્છ કુલમંડણ તરીકે બિરદાવ્યા છે.૧૯ આમ ભારતની મુખ્ય ધર્મત્રયીમાં સુપ્રસિદ્ધ બનેલ મણિભદ્રયક્ષ, એક વિશિષ્ટદેવ તરીકે જૈન સંપ્રદાયમાં ઉપાસ્ય બન્યા હતા એમ સમજાય છે. એટલું જ નહિ પણ લક્ષ્મીપ્રદાતા અને કાર્યસિદ્ધિ આપનાર દેવ તરીકે તેમની ઉપાસના પ્રાચીન કાળમાં વધુ લોકાદર પામી હતી એવા ઉલ્લેખો મળે છે.
વિવિધતીર્થકલ્પમાં જીનપ્રભસૂરિએ શત્રુંજય પર્વતનું પરમ પવિત્ર મહાસ્ય આલેખેલું છે. તેમાં આ તીર્થના રક્ષક કાદિયક્ષનો પણ સ્વતંત્ર કલ્પ લખતાં, આ યક્ષનું અહીં સ્થાન હોવાનું સૂચવ્યું છે. આ કપદિયક્ષની ઉપાસના ભગવાન કૃષ્ણ અહીં એક ગુફામાં કરી હતી.ર૦ આ સિવાય ઉદયપ્રભસૂરિએ ધર્માલ્યુદય અપુરનામ સંઘાધિપતિચરિત્રમાં, કપદિયક્ષોત્પત્તિ જણાવતાં તે કેવી રીતે જૈનધર્માવલંબી થઈ શત્રુંજય પર્વત ઉપર યક્ષ બન્યો તે જણાવ્યું છે. આ બધા ગ્રંથોમાં તેને ગ્રામમહત્તર, અર્થાત્ ગામના પટેલ તરીકે સૂચવતાં, તે સુરાપાન વગેરે નિંદ્ય વ્યસનો સેવતો હતો. જેને કોઈ સુરિશ્વરે
૧૫. સાધનમાલા ભાગ ૨, ઝંભલસાધન પા. ૫૬૦ ૧૬, મહામાયૂરી બાય સેલ્વીન લેખ પા. ૮૯ १७. राशः स्वामी शिवनंदीस्य संवत्सरे चतुर्थे...... मगिभद्र भक्ता गर्भ सुसिना भगवतो मणिभद्रस्य प्रतिमा
પ્રતિષ્ઠાદિત ગોણા માવા ચાલુ વ વાવં | આર્કાયૉલૉજીકલ સર્વે ઑફ ઈન્ડિયા એન્યુઅલ રિપોર્ટ.
૧૬૧૫-૧૬ પા. ૧૦૫-૬. ૧૮. વાસુદેવહેંડી. ગુ. ભાષાંતર ડૉ. ભોગીલાલ સાંડેસરા પા. ૧૦૮ ૧૯. ઘંટાકર્ણ મંત્રતંત્ર ક૫. સંપાદક શ્રી. સારાભાઈ નવાબ પા. ૩૫ ૨૦. વિવિધતીર્થકપ. કપક્ષકપ ૨૧. ધમન્યુદય મહાકાવ્ય. સર્ગ ૭ પા. ૫૭-૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org