________________
યક્ષપજાની ઐતિહાસિક્તા આચારાંગ સૂત્રકારે મથુરામાં ભૂતગુહા નામે યક્ષાયતનની નોંધ લેતાં, તે આચાર્ય આર્યરક્ષિતે તેમાં કેટલોક વખત નિવાસ કર્યો હોવાનું જણાવ્યું છે. અંતકદશાસૂત્ર દ્વારકા પાસે નંદનોઘાનમાં સુરપ્રિય યક્ષના મંદિરની નોંધ લે છે. વઢવાણ પાસે શૂળપાણિયક્ષના ઉપસર્ગની સ્થાપના છે. આથી પૂર્વકાળમાં અહીં શળપાણિયક્ષનું સ્થાન હશે, એમ તો જરૂર લાગે છે. આજે પણ વઢવાણ શહેરની બહાર શળપાણિયક્ષની દેરી મોજુદ છે. તેવી જ રીતે શૌરિપુરમાં સારાંબરયક્ષના મંદિરની નોંધ પાક્ષિક સૂત્રકારે આપી છે. આનંદપુર(હાલનું વડનગર)ની અંદર યક્ષપૂજા સારી રીતે પ્રચલિત હતી, એમ આવશ્યક સૂત્રમાં જણાવ્યું છે.૧૧ ઈસ. ના પાંચમા-છઠ્ઠા સૈકામાં રચાયેલ, વાચક સંઘદાસગણિની વસુદેવહિંડીમાંથી સુરૂપ અને સુમનસ યક્ષોની નોંધ મળે છે. આ બધા પુરાવાઓ જૈન સંપ્રદાયમાં યક્ષપૂજાની ઐતિહાસિકતા વ્યક્ત કરતા હોઈ તેમાં જણાવેલા બધા યક્ષો ઉપાસ્યદેવો તરીકે તે કાળે પ્રચલિત હતા કે કેમ, તેનો સ્પષ્ટ જવાબ આપવો મુશ્કેલ છે. છતાં કેટલાક યક્ષોની ઉપાસના તત્કાલીન સમાજમાં વહેતી હતી એમ પ્રાપ્ત ઉલેખો ઉપરથી સમજી શકાય તેમ છે.
આ સિવાય ઐહિક કામનાઓ પરિપૂર્ણ કરનાર દેવ તરીકે વધુ માન્ય બનેલ મણિભદ્રયક્ષની ઉપાસના જૈન સંપ્રદાયમાં સારી રીતે પ્રચાર પામી છે. વૈદિક અને બૌદ્ધ સંપ્રદાયોમાં પણ. મણિભદ્રને યક્ષરાટ અર્થાત્ યક્ષોના અધિરાજ તરીકે જણાવતાં, તેની ઉપાસના માટે વિધિવિધાનો રજુ કર્યા છે. યક્ષોના અધિપતિ કુબેર ગણાતો હોવા છતાં તેઓનો આદ્યપુરુષ મણિભદ્ર હોવાનું હિંદુ ધર્મનાં પુરાણ કહે છે. કશ્યપે સારી સૃષ્ટિનું નવસર્જન કર્યું ત્યારે, ખશા નામની પત્નીથી રજતના નામે પુત્ર થયો. આ રજતનાભ મણિભદ્રનો પિતા હોવાનું વિષ્ણુધર્મોત્તર પુરાણમાં જણાવ્યું છે. પુરાણકાર યક્ષગણનો વિસ્તારમણિભદ્ર અને તેના ભાઈ પૂર્ણભદ્રથી થયો હોવાનું સૂચવતાં તે બધા પુણ્યજન યક્ષો થયા હોવાનું કહે છે. આથી મણિભદ્ર યક્ષગણનો આદિ પૂર્વજ હતો એમ પુરાણોના આધારે જાણવા મળે છે. મહાભારત કાળે પણ મણિભદ્રયક્ષની ઉપાસના જાણીતી હતી. દમયંતી જ્યારે એકલી નિઃસહાય દશામાં વનમાં ભૂલી પડી ત્યારે તેને એક સાથે વાહનો ભેટો થયો. આ સાથવા દમયંતીની વિતક વાતો સાંત તેના પ્રત્યે અનુકંપા પ્રદર્શિત કરતાં, મણિભદ્રધ્યક્ષ પ્રસન્ન થાઓ, એવો આશીર્વાદ આપે છે. ૨૪ મોટે ભાગે સાર્થવાહો વ્યાપારી વૈશ્યો હોય એવી સામાન્ય માન્યતા છે. વૈશ્યોમાં મણિભદ્રની ઉપાસના શ્રેય બની હોવાથી, તે કાળે પણ વ્યાપારીવર્ગમાં મણિભદ્ર યક્ષ પ્રત્યે વધુ પૂજ્યભાવ સેવાતો હોવાનું, અપરોક્ષ રીતે આમાંથી સૂચન મળે છે.
બૌદ્ધ સંપ્રદાયમાં કુબેરયક્ષને ઝભલ તરીકે ઓળખવામાં આવે છે. તેની ઉપાસના માટે સ્વતંત્ર વિધિવિધાનો અને અનુષ્ઠાનો બદ્ધ તંત્રગ્રંથોમાં જણાવ્યાં છે. આ ઝંભલ અર્થાત કુબેરના અનુકાનમાં મણિભદ્ર
૮. આચારાંગસુત્ર ચૂર્ણિ, પા. ૧૩૧ " ૯. અંતકૃત દશાસૂત્ર પા. ૧ ૧૦. પાક્ષિકસૂવ ચશોદેવસૂરિની વૃત્તિ પા. ૬૭ ૧૧. આવશ્યક સૂત્રણ, પા. ૩૩૧ : ૧૨. વસુદેવહિંડી. ગુ. ભાષાંતર ડે. ભોગીલાલ સાંડેસરા પા. ૪૪૧-૧૦૮ ૧૩. જા તુ યા પરની નામની સ્વતા |
__ यस्याः पुत्री महात्मानौ कथितौ यक्ष राक्षसौ ॥२॥ विष्णुधर्मोत्तर-पु. खं. १ अ. १३७ ૧૪. મહાભારત, વનપર્વ, વલોપાખ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org