SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાધુસ ંમેલન અને પ’ચાંગી આધારે પ્રશ્નોના નિર્ણય (!) [ ૬૫ તેમાં લેકે આપણા દંભ કે ચાલબાજી સિવાય બીજું કાંઈ જ નહિ જુએ. અને આ રીતે આપણે આપણા પ્રશ્નોને વાસ્તવિક ઉકેલ કયારેય પણુ લાવી શકવાના નથી. આજે આપણા સમક્ષ ગ્રહણને લગતેા એક સામાન્ય પ્રશ્ન ઉપસ્થિત થયેા છે. એને માટે ભિન્ન ભિન્ન આચાર્યાદિએ ભિન્ન ભિન્ન વાતે ઉચ્ચારે છે, એ જોઈ ખરે જ હાંસી આવે છે કે, પંચાંગી આધારે નિર્ણય લેવાની વાતો કરનાર આપણા સૌની સ્થિતિ કેવી હાસ્ય જનક છે ! કોઈ એકખીજાના વિચારાની આપલે કરતા નથી, તેમ વસ્તુસ્થિતિનેાય કોઈ વિચાર કરતા નથી કે, “ ગ્રહણ એ શુ છે ? એની સાથે આપણે કેટલે અંશે લેવાદેવા છે? અને આપણી કલ્પસત્ર-વાચનની ક્રિયા કયા પ્રકારની છે? ” અને સૌ પાતપેાતાનાં માંતવ્યો જાહેર કરે જાય છે. જૈન સપ્રદાયની માન્યતા મુજબ રાહુ નામને એક ગ્રહ, જેનું વિમાન કાળુ' છે, એ સૂર્ય અને પૃથ્વીની આડે આવતાં આપણને સૂ ઉપર પડતી એની છાયા દેખા દે છે. વૈદિક કાળમાં વૈદિકાની પ્રબળતાને વશ થઈ આપણે તેમનુ અનુસરણ કરતા હતા, તેમ છતાં આપણી આવશ્યક ક્રિયા પ્રસંગે આપણે એને મહત્ત્વભર્યું સ્થાન નથી આપ્યું. પણું પર્વમાં કલ્પસૂત્રના વાચનને આપણે અવશ્ય કવ્ય તરીકે માનીએ છીએ, એટલે આને અંગે ગ્રહણને આટલું બધું મહત્ત્વ આપવુ એ મતે તેા કોઈ રીતેય યોગ્ય નથી લાગતુ. તેમ જે વૈદિક જમાનાની પ્રબળતાને લીધે એ નિયમન ઘડાયુ છે એ કારણુ અત્યારે રહ્યું નથી. વૈદિક જમાનાની અસરને લીધે આવાં અનેકાનેક નિયમને ઘડાયાં હતાં, જેને અત્યારે આપણે વિસારી– છોડી મૂકયાં છે. તે પછી આવી બાબતને વળગી રહેવું એને અં જ શે! છે ? અસ્તુ. ઉપરાંત ગ્રહણના પ્રશ્નને અંગે ગમે તે થાએ, તે સાથે અત્યારે કશીય લેવાદેવા નથી. હું આથી એટલુ જ કહેવા ઇચ્છું હ્યુ કે, જે આપણે પંચાંગીમાંની વસ્તુના હાતે-આશયને સ્થિતપ્રજ્ઞ અને સ્થિરચિત્ત થઈ નહિ વિચારીએ તે ઉપરાક્ત ગ્રહણના પ્રશ્નની જેમ દરેકેદરેક પ્રશ્નમાં ખેંચતાણુ જ રહેવાની છે. આપણે પંચાંગીને તપાસીશું' તે જણાશે કે એમાં તે તે સમયમાં ભિન્ન ભિન્ન સૌંપ્રદાય, ભિન્ન ભિન્ન ઉપાસના અને વિધર્મી સામ્રાજ્યાદિના કારણે જે જે જાતની પરિસ્થિતિ ઊભી થતી ગઈ તેને લક્ષીને તે તે જાતનાં આચાર, વ્યવહાર અને નિયમનેાના ઉમેરા કરાતા ગયા. તે તે જમાનાને અનુલક્ષીને કરાયેલા એ ઉમેરાને જો આપણે પંચાંગીમાંથી બાદ કરી લઈએ તેા તેમાં મુખ્ય મુખ્ય નિયમે અને ઉપનિયમેા સિવાય બીજું કશુય શેષ ન રહે. એટલે જેમ પૂશાસ્ત્રકારોએ પેાતપેાતાના જમાનાને વિચાર કરી નિયમે અને ઉપનિયમે ઘડયા હતા, તેમ ન કરતાં માત્ર પંચાંગી આધારે પ્રશ્નોના ઉકેલ લાવવાની વાતે કરીએ એ કાઈ પણ રીતે ડહાપણભર્યું. મનાય ખરું? મને આશ્રય થાય છે કે ભગવાન વસ્વામીને ગાચરી લેવા જતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચારવાની આવશ્યકતા જણાઈ હતી, ત્યારે આપણે આપણા મહત્ત્વના પ્રશ્નો માટે એ બધાંને તરછોડી કાઢીએ અને માત્ર “ પોંચાંગી ’ “ પંચાંગી ” એમ ગેાખતા રહીએ તે તે એક જાતની જડતા અને ઘેલછા જ ગણાશે. એ આગમા, એ છેદશાસ્ત્રો, એ પ’ચાંગી વગેરે અત્યારે સામાંથી પાણીસા બાદ કરીએ એટલું ચ ક્રામ આવે તેમ નથી. એ બધુય માત્ર એક પ્રકારના માઈક તરીકે જ આપણા જીવનમાં ઉપયુક્ત થાય તેમ છે. અર્થાત્ તેમાંના ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં આપેલા નિર્ણય અને ધડેલા નિયમેાને ધ્યાનમાં લઈ અત્યારની પરિસ્થિતિમાં આપણે શુ કરવુ જોઈએ ?-એ દૃષ્ટિએ જ તે કામ આવે તેમ મા રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy