SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી અદૃશ્ય થતી લેખનકળા અને તેનાં સાધના [૧ વિલાયતી તેમ જ આપણા દેશમાં બનતા કેટલાક કાગળા કે જેને માવા તેજાબ અથવા સ્પિરિટ દ્વારા સાફ કરાય છે, તે કાગળાનુ સત્ત્વ પહેલેથી જ નષ્ટ થઈ જતું હોવાથી ચિરસ્થાયી નથી હોતા, માટે પુસ્તક લખવા માટે તેને ઉપચેાગ કરાયે। જ નથી. એવા અનેક જાતના વિલાયતી કાગળાના આપણે અનુભવ કર્યાં છે કે જે કાગળે આર્ભમાં શ્વેત, મજબૂત તેમ જ શ્લષ્ણુ દેખાવા છતાં અમુક વર્ષ વીત્યા પછી તેને જોઈ એ તે। શ્યામ તથા વાળતાં જ તૂટી જાય તેવા થઈ જાય છે. આ દોષ આપણે દરેક જાતના વિલાયતી કાગળાને નથી આપી શકતા. કપડુ—ઘઉંના આટાની ખેળ બનાવી તેને કપડા ઉપર લગાડવી. તે સુકાઈ ગયા પછી તે કપડાને અકીકના અગર તેવા કોઈ પણ પ્રકારના છૂટા વડે છૂટવાથી તે કપડુ. લખવાને લાયક બને છે. પાટણના સંધના ભ’ડારમાં, કે જે વખતજીની શેરીમાં છે તેમાં,સંવત્ પૂરૂ માત્રવા સુચિ રૌ દેશगच्छीय पं० महिचन्द्रेण लिखिता पु० એવા અંતિમ ઉલ્લેખવાળું કપડા ઉપર લખેલું એક પુસ્તક છે. કપડાને ઉપયેગ પુસ્તક લખવા કરતાં મંત્ર, વિદ્યા આદિના પટા લખવા, ચીતરવા માટે વધારે કરાતા અને હજુ પણ કરાય છે. અત્યારે આનું સ્થાન ડ્રેસિંગ કલેાથે લીધુ છે. ,, ભાજપત્ર—આને ઉપયેાગ પ્રધાનતયા કેટલાક મંત્રો લખવા માટે કરાતા અને હજુ પણ કરાય છે. ‘ ભારતીય પ્રાચીન લિપિમાતા ’માં ભાજપત્ર પર લખાયેલ પુસ્તકની પણ નોંધ કરી છે. કે ઘણાખરા વિદ્યમાન પુસ્તક ભડારા તરફ નજર કરતાં એટલું નિશ્ચિતપણે કહી શકાય, કે પુસ્તકા લખવા માટે તાડપત્રપ તેમ જ કાગળને જેટલા બહેાળા ઉપયાગ કરાયા છે, તેટલા બીજી કોઈ પણ વસ્તુતા કરાયે નથી. તેમાં પણ લગભગ વિક્રમની બારમી શતાબ્દી પંત તે પુસ્તક લખવા માટે તાડપત્રે જ વપરાયાં છે. ૨. કલમ આફ્રિ કલમ-કલમ માટે અનેક પ્રકારના ખરુ વપરાતાં અને વપરાય છે, જેમ કે તજિયાં બરુ, કાળાં ખરુ, વાંસનાં બરુ આદિ. આમાં તજિયાં બરુ તજની માફક પેાલાં હેાય છે, માટે ‘ તજિયાં ' એ નામથી ઓળખાય છે. એ સ્વભાવે બરડ હાય છે, તથાપિ તેમાં એક ગુણ એ છે, કે તેનાથી કેટલુંય લખાએ તાપણુ તેની અણીમાં કૂચે પડતા નથી. આ અપેક્ષાએ કાળાં ખરુ ખીજે નંબરે ગણાય. વાંસના બરુ પણ ઠીક ગણી શકાય. લેખિનીના ગુણ-દોષ વિષયક નીચે પ્રમાણે દોહરા મળે છે : << માથે ગ્રંથી મત (મતિ) હરે, ીય ગ્રંથ ધન ખાય; ચાર તસુની લેખણે, લખનારા કટ જાય. ૧ आद्यग्रन्थिर्हरेदायुः, मध्यग्रन्थिर्हरेद् धनम् । अन्त्यग्रन्थिर्हरेत् सौख्यं निर्ग्रन्थिर्लेखिनी शुभा ॥१॥ પીછી—આના ઉપયોગ પુસ્તક શોધવા માટે કરાય છે, જેમ કે વતા પ, વતા વ, મને ન કરવા હાય, કાઈ અક્ષર કે પંક્તિ કાઢી નાખવી હાય અથવા એક અક્ષરને બદલે ખીજો અક્ષર કરવા હાય, ત્યારે હરિતાલ કે સફેદાને તે નકામા ભાગ પર લગાડતાં જોઈ તેા અક્ષર બની જાય છે. જોકે આજકાલ અનેક પ્રકારની-ઝીણી, જાડી, નાની, માટી, જેવી જોઈ એ તેવી—પી છીએ Jain Education International 66 ૫. દેવગિણિ ક્ષમાશ્રમણ, કે જેઓ જૈન સૂત્રની વાલભી વાચનાના સૂત્રધાર હતા, તેઓશ્રીએ વલભી—વળા—માં પુસ્તકા લખાવવાને પ્રારંભ તાડપત્રા ઉપર જ કર્યાં હતા એમ સભળાય છે. આ પ્રારભ વીર સંવત ૯૮૦માં ફરાયા હતા. શ્રી. 73 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy