SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ સાનાંજલિ હતો. મહારાજશ્રી બેચેન બનીને ક્યારેક ક્યારેક બૂમ પાડી ઊઠતા. એક વાર તો એ બોલી ઊઠયા કે આપણું અધ્યાત્મ ખોવાઈ ગયું! એ કેવું નબળું સમજવું! - મને થયું, જેને પિતાના અધ્યાત્મની શક્તિ-અશક્તિને આટલે ખ્યાલ છે, એનું અધ્યાત્મ નબળું કે ખોવાઈ ગયેલું કેવી રીતે ગણી શકાય? હું એ પ્રસંગને પ્રણમી રહ્યો. મહારાજશ્રીની આગમસંશોધન દ્વારા જ્ઞાનોદ્ધાર કરવાની ઝંખના કેટલી ઉત્કટ છે તે તેઓશ્રીના વિદર્ય મુનિરાજ શ્રી અંબૂવિજયજી ઉપરના પત્રમાંના નીચેના ટૂંકા છતાં લાગણીથી ભરેલ, સારગર્ભિત ઉદગારોથી જ સમજીએ. તેઓ લખે છે કે હવે તો મારી ઈચછા એ જ છે કે આપણે સત્વરે મળીએ અને મહત્વનાં કાર્યોને જીવનમાં પ્રારંભીને પૂર્ણ રૂપ આપીએ. આપણે એક એવા સંશોધનરસિક મુનિવરનું મંડળ થાપી શકીએ તો ઘણું જ સારું થાય.” ( જ્ઞાનાંજલિ, પૃ ૨૬૫). પૂજ્ય મહારાજશ્રીની આ ભાવના સફળ છે એવી પ્રાર્થના સાથે એ જ્ઞાની અને જ્ઞાનોદ્ધારક ગુરુવર્યને આપણે અનેકાનેક વંદન છે ! नमो नमो नाणदिवायरस्स। પૂ૦ પુણ્યવિજયજી મનાં ૬૦ ચાતુર્માસની ગામના અકારાદિક્રમે યાદી ( કૌંસ બહારને અંક ચાતુર્માસનું અને કૌસમાં અંક વિ. સં. નું સૂચન કરે છે.). અમદાવાદ-૩૭,૩૮ (૨૦૦૧)૨૦૦૨), ૪૧ (૨૦૦૫), ૪૪ થી ૫૩ (૨૦૦૮ થી ૨૦૧૭), ૫૫ થી ૫૯ (૨૦૧૯ થી ૨૦૨૩). કપડવંજ-૫૪ (૨૦૧૪). ખેડ-૪ (૧૯૬૮). જામનગર-૧૬,૧૭ (૧૯૮૦,૧૯૮૧). જેસલમેર-૪૨ (૨૦૦૬). ડભોઈ-૧ (૧૯૬૫). પાટણ-૫,૬,૭ (૧૯૬૯,૧૯૭૦,૧૯૭૧), ૨૦ થી ૩૬ (૧૯૮૪ થી ૧૯૯૯). પાલીતાણા-૧૧,૧૨ (૧૯૭૫,૧૯૭૬). બીકાનેર–૪૩ (૨૦૦૭). ભાવનગર–૧૩,૧૪ (૧૯૭૭,૧૯૭૮). મુંબઈ–૨ (૧૯૭૭). લીબડી–૧૫ (૧૯૭૯), ૧૯ (૧૯૮૩). વડોદરા-૮ (૧૯૭૨), ૧૦ (૧૯૭૪), ૩૯૪૦ (૨૦૦૩,૨૦૦૪), ૬૦ (૨૦૨૪). વઢવાણુકેમ્પ (સુરેન્દ્રનગર )-૧૮ (૧૯૮૨). સુરત-૨,૩ (૧૯૬૬,૧૯૬૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy