________________
અભિવાદન ., નમ્રતા અને જ્ઞાની પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને તેઓ વિ. સં. ૨૦૦૪ની સાલમાં આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીને ખાસ વંદના કરવા અને શાતા પૂછવા સૂરત ગયા હતા–આચાર્ય મહારાજ ત્યારે માંદગીને બિછાને હતા. એ બને આગમવેત્તાઓનું મિલન જેઓએ જોયું તેઓ ધન્ય બની ગયા.
કયારેક કોઈની સાથે નારાજ થવાને કે કોઈના પ્રત્યે રે કરવાનો પ્રસંગ આવે તો પણ એવી લાગણી, જરાક પવન લાગતાં પાટી ઉપરથી રેતી સરી પડે એમ, તરત જ એમના મન ઉપરથી દૂર થઈ જાય છે. કષાયોને ઘેરે રંગ કે આકરે ડંખ એમના ચિત્તને ક્યારેય ચલિત કરી શકતો નથી.
મહારાજશ્રીની કુણાશ તો જુઓ : વિ. સં. ૨૦૦૬ માં તેઓ જેસલમેર જઈ રહ્યા હતા. તે વખતે વરાણામાં આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજીને મળવાનું થયું. એ એમનું આખરી મિલન હતું. એ વખતે આચાર્ય મહારાજની આંખનાં તેજ શમી ગયાં હતાં. મહારાજશ્રીએ સહજભાવે લાગણીભીના સ્વરે કહ્યું : આ૫ તો સદા પ્રકાશમાન છો; આપનાં નેત્રોનું તેજ પાછું આવવું જોઈએ. એ વાતને ત્રણેક વર્ષ વીતી ગયાં. મુંબઈમાં ડોકટર ડગને આચાર્ય મહારાજની આંખે ઓપરેશન કર્યું; આંખનું શમી ગયેલું તેજ ફરી જાગી ઊઠયું. આ સમાચાર મહારાજશ્રીને એક પત્રથી અમદાવાદમાં મળ્યા. પત્ર વાંચીને અને એમાં આચાર્ય મહારાજના અક્ષરે જોઈને મહારાજશ્રીનું હૈયું ગદ્ગદ થઈ ગયું. મહારાજશ્રીની આંખો હર્ષનાં આંસુ વહાવી રહી. પ્રસન્ન વૈરાગ્યનું જ આ પરિણામ !
સારી સમુદાયના ઉત્કર્ષની વાત મહારાજશ્રીના હૈયે કેવી વસેલી છે, એ અંગે તેઓએ કહ્યું છે કે
પાટણ-માતર આદિમાં સાધી મહત્તાની પ્રાચીન મૂર્તિઓનાં દર્શન થાય છે, છતાં આશ્ચર્ય તો છે જ કે કોઈ પણ એવી શાસનપ્રભાવિકા મહત્તરા, ગણિની કે સીવીની જીવનકથા આજે આપણું સામે નથી. એક રીતે જૈન વાડુમયમાં આ ખામી જ છે. અસ્તુ. વર્તમાન યુગમાં અનેક સાથીઓનાં નાનાં-મોટાં જીવનચરિત્રો લખાઈ રહ્યાં છે એ હર્ષની વાત છે. ” ( જ્ઞાનાંજલિ, પૃ. ૨૩૨ )
ધર્મને અને ધાર્મિકતાને વ્યાપક દષ્ટિએ સમજવાની જરૂરનું સૂચન કરતાં મહારાજશ્રી કહે છે કે–
“આજે એ સમય આવી લાગે છે, જ્યારે ધર્મ માત્ર વ્યાપક રીતે મનુષ્યને એના જીવનવિકાસમાં કઈ રીતે સહાયક બને એ દરેક વિન મનુષ્ય સ્થિતપ્રજ્ઞ બની વિચારવું જ જોઈએ અને તો જ ત્યાગ, તપ અને સમભાવરૂપ વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતા આપણું જીવનમાં સ્થાન લઈ શકશે. એ સિવાય પોતપોતાના માનેલા સંપ્રદાયની રીતિ પ્રમાણે બાહ્ય ક્રિયાના વાઘા ગમે તેટલા નજરે દેખાય, પરંતુ સાચી ધાર્મિકતા તે મરી જ જશે. આજની આપણું સૌની જીવનચર્યાનો વિચાર કરવામાં આવે તે આપણને કદાચ સાર્વત્રિક ન કહીએ તોપણ, આપણે મોટા ભાગની ધાર્મિકતા તે મરી ગયેલી જ દેખાશે. આનું મુખ્ય કારણ બીજું એકેય નથી, પણ આપણે સૌએ સાંપ્રદાયિક અને સામુદાયિક્તાના સંકુચિત અને અતિસંકુચિત કૂવામાં પડીને આપણી વિજ્ઞાનવૃત્તિ અને સમભાવનાને વિશાળ તત્વને જીવનમાંથી ભુલાવી દીધું છે, એ છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૧૭૬),
આવી ધાર્મિકતાને સમજવા અને જીવનમાં ઉતારવા માટે મહારાજશ્રી સદા સર્વદા પ્રયત્નશીલ રહે છે અને કોઈ પણ નિમિત્તે આત્મધનનું અપહરણ કરી જનાર તસ્કર અંદરથી જાગી ન ઉઠે કે બહારથી પેસી ન જાય એ માટે નિરંતર જાગતા રહે છે.
બાળક જેવી નિર્દોષતા તેઓને સહજ સિદ્ધ છે. છેલ્લે છેલ્લે મહારાજશ્રીની અંતર્મુખ દષ્ટિ અને જીવનજાગૃતિના એક પ્રસંગ નોંધી આ ધર્મકથાનું સમાપન કરીએ.
એક વાર મહારાજશ્રીને તાવ આવ્યો. તાવ ઘણે આકરે અને અસહ્ય બની જાય એટલે વધારે જ્ઞા. અ. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org