________________
૯૨ ]
જ્ઞાનાંજલિ
સ્મરણમાં વડેાદરાના શ્રી જૈન સ`ઘે મહારાજશ્રીના લેખાની પ્રસિદ્ધિ કરવાના નિર્ણય કર્યો છે તે જાણતાં ઘણા આનદ થયા. એ ગ્રન્થમાં મહારાજશ્રીની સાથેના મારા થેાડા-ઘણા પરિચયના લખાણના સમાવેશરૂપે એક લેખ માકલવાનુ, ગ્રન્થ પ્રકાશન માટે નિીત થયેલી સમિતિની વતી પ્રાચ્યવિદ્યામ`દિરના વિદ્વાન અધ્યક્ષ ભાઈ શ્રી ભોગીલાલ સાંડેસરાએ મને લિખિત નિમંત્રણ આ'યુ' તે માટે એમને અને સમિતિનેા હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અંગ્રેજી ભાષામાં મારા આ પ્રયાસને વર્ણવું તેા હું લખી શકું કે I regard it as my proud privilege to pay my humble tribnte to the learning and the selfless devotion to duty and pursuit fo knowledge of the respected Muni Maharaj.
મુનિશ્રીના પરિચયમાં હું વર્ષોથી છું. એ પરિચય મારા વડાદરા શહેરના નિવાસ દરમિયાન અને મહારાજશ્રીના વડાદરા શહેરના નિવાસ દરમિયાન અને મહારાજશ્રીના વડાદરા શહેરમાં થયેલાં ચતુર્માસા દરમિયાન હું કેળવી શકયો છું.. એમનાં વ્યાખ્યાને મેં અતિ આનંદથી લાભ ઉઠાવ્યા છે, અને એમની સાથે જૈન વિદ્યા સંબધી ચર્ચા કરી એમના જ્ઞાનનેા સારા લાભ લીધો છે. હમણાં જ, વિક્રમ સંવત ૨૦૨૪ના ચાતુર્માસ દરમિયાન, જાની શેરીના ઉપાશ્રયમાં થયેલાં–થતાં એમનાં વ્યાખ્યાનનું કોઈ કોઈ વાર શ્રવણ કર્યુ છે. વર્ષા અગાઉ ઘડિયાળી પેાળમાં જૈન ધર્માંશાળામાં મહારાજશ્રી નરસિંહજીની પાળમાં આવેલા જ્ઞાનમદિરની હસ્ત-લિખિત પ્રતેાનું સ`પાદન કરવામાં વ્યાવૃત રહેતા હતા ત્યારે હું તેમની પાસે ઘણી વાર જતા-આવતા હતા. જ્યારે જ્યારે હું દર્શનના લાભ લઉ છું ત્યારે મને એવું થાય છે કે, હું શહેરમાં રહેતા હેાઉં તે। કેવું સારુ'! તે હું' આ પરિચયને સારી રીતે કેળવી શકું! અત્યારે તે એ અશકય છે, કારણ કે મારું નિવાસસ્થાન ઉપાશ્રયથી દૂરના વસતિ-સ્થાનપ્રતાપગજ–માં આવી ગયું છે. હું ઇચ્છુ કે, વાદરાના શ્રીસ'ધ નિશ્રાની સવડ વિકસતા વડાદરા શહેરની જૈન-જૈનેતર જનતાને વધારે આપવા શક્તિમાન થાય !
એક દૃષ્ટિએ શ્રી પુણ્યવિજયજી મહારાજે જૈન આગમ-સાહિત્યની વાચનાને પુરોગામી અને સહ-યુગી કાકરાની પરપરાને સાચવી રાખી છે, તે। બીજી દષ્ટિએ, એ જ પુરાણી પરંપરાને એમણે નવા, વર્તમાનયુગી, યુરોપીય ઘાટ આપ્યા છે. જૈન શ્વેતાંબર આગમસાહિત્યની વાચનાએ પાટલીપુત્ર, મથુરા અને વલભી(વળા) મુકામે થઈ; તે વાચનાએ સમૂહવાચનાએ હતી; અને તેમના નિર્ણય સમૂહ-નિહ્ યા હતા; એ હરેક સ્થળે વિદ્વાન મુનિરાજો ભેગા થયા હતા, અને પરંપરાથી ચાલતા આવતા, વિવાદાસ્પદ પાઠેને શુદ્ધ કરી-કરાવી, અંતિમ રૂપ આપવા એમણે પ્રયત્ના કર્યા હતા; તેમાં વલભી વાચનાને જે સ્વરૂપ આપવામાં આવ્યું હતું તે સ્વરૂપ અત્યારે અંતિમ સ્વરૂપ ગણાય છે, અને તેને બધા શ્વેતાંબરી પક્ષા માન્ય કરે છે. આ વાચનાએ નિર્ણય થયા ત્યારે વાચનાના માધ્યમ વિષે મતભેદ હતા; પણ છેવટે મહાવીરની દેશનાઓના માધ્યમ-અર્ધમાગધીને સર્વાનુમતિએ સ્વીકાર થયે। હતા. આ સંકલનાના વિદ્વાનેએ એક બાબત લક્ષમાં લીધી હોય પણ ખરી : દક્ષિણ ભારતના દિગંબરી સાહિત્યનું—જેમ કે કુન્દકુન્દ્ર આચાર્યના સાહિત્યનું—માધ્યમ અર્ધમાગધી હતું, તે અનુસાર, ઉત્તર ભારતનું માધ્યમ પણ અર્ધમાગધી રાખવામાં આવ્યું હૅાય ! અલબત્ત, જૈન વિદ્વાનેાથી સંસ્કૃતની ઉપેક્ષા તેા થઈ શકે એમ નહોતું. મુનિ-મહારાજોએ અર્ધમાગધીનું માધ્યમ તે રાખ્યું, પણ પાઠે ઉપરની વૃત્તિઓ, વિવેચનાએ, વ્યાખ્યાએ—એ માટે એમણે સંસ્કૃતનું માધ્યમ રાખ્યું; પરિણામે જૈનના સંસ્કૃત ભાષાને પરિચય સાબૂત રહ્યો. એમણે એ ગિર્વાણ માધ્યમમાં ભાષ્યા, નાટકા, મહાકાવ્યેા, ફાવ્યશાસ્ત્રો વગેરે લખ્યાં, તે જ સાથે એમણે પ્રાદેશિક ભાષા, એલીએ, રાજસ્થાની, હિન્દી, ગુજરાતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org