SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન શ્રેષ્ઠીઓ આ ગ્રંથોમાં શું છે તે જાણતા ન હતા, છતાં ધાર્મિક દૃષ્ટિએ આ જ્ઞાનભંડાર છે એમ માની, તેના પ્રત્યે પૂર્ણ આદર અને ભક્તિ રાખો, તેની સંગેપના રાખતા હતા. તેમાં ઘડાવજની પોટલીઓ મૂકવી, ઊધઈ ન લાગે તે માટે તેને ઉપર-નીચે કરી તપાસવા અને પાછા પટારામાં પધરાવી, તેનું સંરક્ષણ કરવામાં જ પોતાનું કર્તવ્ય સમજતા. પ. પૂ. પુણ્યવિજયજી મહારાજે પિતાના ગુરુ શ્રી પૂ. ચતુરવિજયજી સાથે આ બધા ભંડારોને વારાફરતી તપાસી, તેમાંના દરેક ગ્રંથોનાં, પહેલાં તે, ક્રમ પ્રમાણે પાનાં ગોઠવ્યાં; પછી તે કયા વિષયના ગ્રંથો છે તેની યાદી તૈયાર કરી. તદુપરાંત તે બધાની પ્રશસ્તિઓ તપાસી, તે ગ્રંથને રચનાકાળ, લખ્યાકાળ, લખનાર, લખાવનાર શ્રેષ્ઠી, અને ક્યાં રચાય કે લખાયો, તેની સર્વ વિગતે તૈયાર કરી, તેની વ્યવસ્થિત યાદીઓ કરાવી. આ દરેક કાર્ય પિતે જાતે કરતા, તેમની મદદમાં કેટલાક ભાઈઓ કે લહિયાઓને રાખતા છતાં, પૂર્ણ ચોકસાઈથી તે યાદી કરાવતા. સામાન્ય માણસથી તો આવું ભગીરથ કાર્ય બનવું અશક્ય છે, જ્યારે વર્ષો સુધી એકધારી આ સારસ્વત આરાધના, આ મહાપુરુષે પિતાની સ્વસ્થ કે અસ્વસ્થ દશા હોય છતાં, સતત જારી રાખી. દિવસ-રાત આ કાર્યને તેમના જીવનના મુખ્ય ધ્યેય તરીકે તેમણે સ્વીકાર્યું અને પ્રભુની પરમ કૃપાથી તે અવિચ્છિન્ન રીતે પૂર્ણ કર્યું. પાટણમાં ભંડારોની સંખ્યા નાનીસૂની નથી. લગભગ ચૌદ-પંદર ભંડારે, તે દરેકમાં સેંકડો બકે હજારે ગ્રંથ, વળી કાગળ ઉપર લખાયેલા ગ્રંથોની સાથે તાડપત્રમાં લખાયેલા ગ્રંથે, તે દરેકની ભાષા પણ જુદી જુદી, કઈ સંસ્કૃતમાં લખાયેલા કોઈ પ્રાકૃતમાં લખાયેલા, કેઈ અપભ્રંશ ભાષામાં, તો કોઈ પ્રાચીન ગુજરાતીમાં લખાયેલા, આ બધા ગ્રંથો હતા. કેઈ ગ્રંથ મૂળ પ્રાકૃતમાં, તો તેની વ્યાખ્યા સંસ્કૃતમાં, કઈ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં. આમ આ ગ્રંથદ્ધારના ભગીરથ કાર્યમાં, વિવિધ દૃષ્ટિએ કામ કરવાનું હતું. કેટલીક વખત ગ્રંથનાં પાનાં અવ્યવસ્થિત મળતાં, તેને મેળવવાનું કાર્ય વિકટ હતું. કદાચ કેટલાં પાનાં મળતાં પણ નહિ, છતાં આ મહાવિદ્વાન પુરુષ તેથી મૂઝાતા નહિ. કોઈ ગ્રંથનાં પાનાં બીજા ગ્રંથોમાં પેસી જતાં, તો આ વિચક્ષણ પુરુષ તેને જોતાં જ ઓળખી કાઢતા, પાછા તેના મૂળ ગ્રંથમાં મૂકતા અને પૂર્વાપરનું સંમેલન કરીને જ તે કાર્ય પૂરું કરતા. કોઈ દિવસ તેમને આ કાર્ય માટે કંટાળો કે અણગમે આવ્યાનું જાણવામાં નથી. તેમની અપૂર્વ મેધાશક્તિના બળે, ક ક ક ગ્રંથોનો છે, તે તરત જ તેઓ સમજી જતા. કોઈ કોઈ ગ્રંથના અનન્ય પ્રસંગો વાંચી વિચારતા અને તેમની પાસે કામ કરતા કે અમારા જેવા આગંતુકોને કહેતા-સમજાવતા. તેમણે ફક્ત પાટણના ભંડારો જ તપાસી વ્યવસ્થિત બનાવ્યા નથી, પણ જેસલમેર જેવાં દૂર દૂરનાં ગામોએ જઈ ત્યાંના ભંડાર તપાસી, વ્યવસ્થિત બનાવ્યા છે. છેલ્લે છેલ્લે ખંભાત અને અમદાવાદના ભંડારે તપાસી, તેને વ્યવસ્થિત કરવાનું કાર્ય પણું આ મહાપુરુષે કરી, સારસ્વત આરાધનાનો મહાયજ્ઞ તેમણે જીવન પર્યંત ચાલુ રાખ્યો છે. તેમના જીવનનું મહામૂલું પ્રશસ્ય કાર્ય, સેંકડો વિદ્વત્તાપ્રચુર મહાગ્રંથોનું સંપાદનકાર્ય છે. આખાય જીવન દરમ્યાન ગ્રંથોનું સંશોધન, અને વ્યવસ્થા કર્યા પછી, તેમના ધ્યાનમાં પ્રાચીન અપૂર્વ ગ્રંથનું પ્રકાશન કરવા માટે વિચારણા ઉદ્ભવી. સેંકડે ગ્રંથોના અવગાહનથી તેમનું જ્ઞાન અભૂતપૂર્વ વિસ્તાર પામ્યું, અને આજે તો તેઓ એક પ્રત્યક્ષ સ્વરૂપે જ્ઞાનકોષ જેવા જ છે. ગમે તે વિષય સંબંધી આપણે પ્રશ્ન કરીએ તો તેનું રહસ્ય સમજાવવા તે પૂરતો પ્રયત્ન કરે જ. આવી અપૂર્વ મેધાને કારણે તેમનું જ્ઞાન ખૂબ વિસ્તાર પામ્યું છે. તેમણે સેંકડો ગ્રંથ સંપાદન કરી બહાર મૂક્યા છે, જે તેમની અનુભૂત વિદત્તાની ઝાંખી કરાવે છે. સંપાદિત કરેલ ગ્રંથ પાછળ પણ તેમની ચીવટ જ્ઞા. અ. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy