SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ અમે આપવા માંડી. પણ મહારાજશ્રીની પ્રશ્નાવલીની ઝીણવટ, વિગતો જાણવાની તેમની આતુરતાને પરિણામે અમારી ખરેખર પરીક્ષા થઈ. તેનું શુભ ફળ એ આવ્યું કે કેટલીક બાબતો પર અમે એ છે વિચાર કર્યો હતો તેની પર વિચારણા થઈ અને ઉખનનના જુદા જુદા વિભાગો વધુ સ્પષ્ટ થયા. પુણ્યવિજયજી મહારાજ માત્ર ઉખનન જોઈને સંતોષ માને એવા ન હતા. એમણે તેમાંથી નીકળેલી વસ્તુઓ જોઈ તેની વિગતવાર પરીક્ષા કરી ત્યાર બાદ મેરી પાર્શ્વનાથનું સ્થળ પૂછ્યું. દેવની મોરીની આજુબાજુના બૌદ્ધ તથા હિંદુ અવશેષોથી તથા જળાશયો વગેરેથી તે અમે પરિચિત હતા, પરંતુ અમારી તપાસમાં જૈન અવશેષો અમને મળ્યા ન હતા. તેથી આ પ્રશ્નોને જવાબ તકાળ આપવો મુશ્કેલ હતો. સારે નસીબે દેવની મોરીના ઠાકોર શ્રી સુરજમલસિંહ જાડેજા અમારી સાથે હતા. તેમને દેવની મોરીની સીમનો પરિચય એટલે વિશાળ હતો કે તેમણે તરત જ અમારી છાવણીના નૈઋત્ય ખૂણામાં બાવળની ઝાડી બતાવી અને કહ્યું કે પેલી ઝાડીની પાછળ જૈન દેરાસર હતું અને તે સ્થળની એ પ્રતિમા હતી. હાલ નવાં બાંધકામો અને રસ્તાઓની રચનાને લીધે એ દેરાસરનું નિશાન રહ્યું નથી. પાછળથી એ જ સ્થળેથી કેટલીક જૈન પ્રતિમાઓ ઠાકોર સાહેબે મેળવી હતી અને વડેદરા યુનિવર્સિટીને આપી હતી, જે હકીકત ઠાકોર સાહેબની માહિતીની સચ્ચાઈ દર્શાવતી હતી. દેવની મોરીના અવશેષો જોઈને મહારાજશ્રીનો સંધ કેશરિયાજીને રસ્તે મેશ્વો નદીની વિશાળ ખીણમાંથી, શામળાજી તરફ આગળ વધતો અમે જોઈ રહ્યા અને મારા સાથીદારોએ કહ્યું કે, “ આવા જેનાર આવે તો આપણો આનંદ કેટલો બધો વધે !” આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજને વાપુષ્પાંજલિ શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે, પાટણ संतो हि सत्येन नयन्ति सूर्य । સંતો મૂfમ તપના ઘારિત છે. સંતો અતિર્મુતમથસ્થ રાગ सतां मध्ये नावसीदन्ति सन्तः ॥ ४७ ॥ महाभारत ३-२८१ સજનો જ સત્યથી સૂર્યને ગતિમાન કરે છે, સજજનો ધરતીને તપ વડે ધારણ કરે છે, તે (યમ) રાજ! સજજને ભૂત-ભવિષ્યની આધારગતિ છે, સજજનોની મધ્યે સજજન કદી સીદાતો નથી. “મહાભારત.' ૩–૨૮૧. પ્રાતઃસ્મરણીય ૫. પૂ. પુણ્યવિજ્યજી મહારાજ પાટણમાં લાંબો કાળ રહ્યા તે દરમ્યાન, આ સંત મહાપુરુષના સમાગમમાં આવવાનો અનન્ય લાભ ઘણે વખત મળે છે. જ્યારે જ્યારે તેમના દર્શને ગયો છું ત્યારે ત્યારે, ઘણું આવશ્યક કાર્યોમાં રચ્યાપચ્યા રહેતા હોવા છતાં, તેઓએ સસ્મિત વદને આવકાર આપે હતો. તેમની મુખ્ય પ્રવૃત્તિ પુસ્તકેદ્વારમાં કેન્દ્રિત હતી. પાટણના ભંડારે, જે અદર્શનીય બન્યા હતા, તેને તેમના ગુરુ અને પરમગુરુ, પ. પૂ. શ્રી ચતુરવિજયજી મહારાજ અને પ્રવર્તક પ. પૂ. શ્રી કાંતિવિજયજી મહારાજના આદેશ પ્રમાણે, તે દરેક ભંડારોને સંશોધી તેના ગ્રંથને વ્યવસ્થિત કરી, પદ્ધતિસર તેમણે સુલભ અને દર્શનીય બનાવ્યા. કારણ, પ્રાચીન કાળમાં સ્થપાયેલા આ ભંડારોના ગ્રંથ, પેટી-પટારાઓમાં પિટકાં બાંધી નાખ્યા હતા. તેના સંરક્ષક જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy