SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ] જ્ઞાનાંજલિ મહર્ષિ સસુજાતે બ્રહ્મને અહીં “પ્રજ્ઞાન” નામથી સંબોધ્યું છે. ઐતરેય ઉપનિષદમાં પ્રજ્ઞાન બ્રહ્મએમ સંબોધન કરીને એના ઉપર વિવરણ કર્યું છે, જે આ હૃદય અને મન છે, તે ઉપરાંત સમ્યજ્ઞાનશક્તિ, આજ્ઞા દેનાર શકિત, અનેક દૃષ્ટિથી જાણવાની શક્તિ, કાલે જાણનારી શક્તિ, મેધા, દષ્ટિ, ધૃતિ, મતિ, મનનશક્તિ, અદમ્ય વેગ, સ્મૃતિ, સંકલ્પ, ક્રિયામાં પરિણત ઇરછા, પ્રાણશક્તિ, કામશક્તિ અને સંયમની શક્તિ; એ બધાં પ્રજ્ઞાન બ્રહ્મનાં નામ છે... પલી, થાવર, જગમ વગેરે જે કઈ પ્રાણુઓ છે તે બધાં પ્રજ્ઞાનેત્ર છે--પ્રણારૂપ પરમાત્માથી જ કાર્ય કરનારાં છે, પ્રજ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે. બ્રહ્માંડ પ્રતાનેત્ર છે. પ્રજ્ઞા એની પ્રતિષ્ઠા છે. પ્રજ્ઞાન બ્રહ્મ છે.” (“ઐતરેય” ૩-૧-૨, ૩) પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ સંપ્રદાયે જૈન સાધુ છે. પણ એમનામાં ‘સાંપ્રદાયિકતાને અભાવ છે. પરિણામે સાવ સ્વતંત્ર રીતે વૈદિક પરંપરાના આગમનું હાર્દ સૂચવતો ભાવાર્થ એમના હૃદયમાં ઊગી શક્યો. એનાથી એ પણ સિદ્ધ થયું કે ‘સંપ્રદાયવાદીઓને મત ગમે તે હોય, પણ ભારતીય દર્શનેનું રહસ્ય કેવળજ્ઞાન, નિર્વાણુ, બ્રહ્મ કે વિષ્ણુનું પરમપદ એ એક જ તત્ત્વને જ્ઞાનીઓએ આપેલાં ભિન્ન નામ છે. અને પૂજ્ય મહારાજશ્રી આ જ્ઞાનના અજોડ ઉપાસક છે, પારગામી વિદ્વાન છે, પરિણામે જૈનો કરતાં વધુ પ્રમાણમાં જેનેતર વિદ્વાને એમની સહાય લે છે. અને એ જ રીતે જૈન વિદ્વાનોના મુકાબલે જૈનેતર વિદ્વાનોની ફોજ એમના સંશોધન અને વિદ્યોપાસનાના ઉદાત્ત કાર્યમાં એમને હાર્દિક સહાય આપે છે. આગમપ્રભાકર મહારાજશ્રીની આટલી પારગામી વિદ્વત્તા અને ઋજુતા છતાં, એમને આચાર્ય પદવી તો શું પણ બીજી કોઈ નાનકડી પદવી આપવાનું પણ હજુ સુધી શ્રી જૈન સંઘને સૂઝ, નથી, એ પણ એક અજાયબી છે ! જોકે એનું આ સમતાવાન જ્ઞાનયોગીને દુ:ખ પણ નથી. રાજા કરતાં રાજાને બનાવનાર હંમેશાં મોટો છે. એમ એમને સામાન્ય પદવી નથી મળી. પરંતુ બીજાને “પદવીઓ” આપી શકે તેવું “આગમપ્રભાકર’નું સ્વયંભૂ બિરુદ એમને પ્રાપ્ત થયું છે. પ્રભાકર પિતાના તેજથી પ્રકાશિત છે, સ્વયંપ્રકાશ છે; એમને પરપ્રકાશની જરૂર નથી. એ તો પ્રકાશ આપનાર છે. કવચિત પ્રાપ્ત થતા આ મંગલ અવસરે હું પૂજ્ય મહારાજશ્રીનું અભિવાદન કરું છું. મુનિ શ્રી પુણ્યવિજયજી—કેટલાંક સંસ્મરણે ડો. રમણલાલ નાગરજી મહેતા, વડોદરા ઘષ્યિાળી પોળના ઉપાશ્રયમાં સાંજના ઝાંખા પ્રકાશમાં એક પાટ પર બેઠેલા ધીર ગંભીર મુખમદ્રાવાળા મહારાજની સામે કેટલાક ખ્યાતનામ વિદ્વાનો બેઠા હતા. અહીં જૈન દર્શનશાસ્ત્ર, સાહિત્ય, ચિત્રકલાનો ઇતિહાસ વગેરે વિશે વાતચીતમાં ઝડપભેર બદલાતા જતા હતા. વિષય બદલાય પણ મુનિશ્રીની ગંભીર મુદ્રામાં ફેર પડતે નહીં તેમ જ તેમની દરેક વિષયની સૂઝ અને સરળ સમજાવવાની પદ્ધતિ પણ એકસરખી રહેતી; એ દશ્ય આજે નજર સમક્ષ આવતાં મુનિ શ્રી પુણ્યવિજયજી સમક્ષ મસ્તક ઝૂકે છે. આ મારો મુનિશ્રી સાથે આ પ્રથમ મેળાપ આજથી બે દાયકા પહેલાં થયેલું. તે વખતે કંઈ પ્રસંગોપાત્ત, ડે. ઉમાકાન્ત શાહની તપાસમાં હું નીકળેલો અને ચાલતી જ્ઞાનગેજીમાં હાજર રહેશે. છે. ઉમાકાન્ત ભાઈએ મારી ઓળખાણ મુનિશ્રીને આપતાં જણાવેલું કે જૂનાં ઠીકરાં, પથરા વગેરેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy