________________
અભિવાદન
મેં કહ્યું : “તેમ છતાં આપને સ્વતંત્ર રીતે જે અર્થ યોગ્ય લાગતો હોય તે કરી આપો. કદાચ કામ આવી જાય.”
પૂજ્ય મહારાજશ્રીએ “સા' કહી, અત્યંત ધ્યાનપૂર્વક અર્થ બેસાડ્યો. અમે પછી એના ઉપર દીર્ઘ ચર્ચાવિચારણા કરીને અર્થ વ્યવસ્થિત કરતાં તે અર્થ કેવળ “સંતોષકારક નહોતો રહ્યો, પરંતુ ઉપનિષદોની પ્રાચીન પ્રણાલિને અનુરૂપ હતો ! પ્રસ્તુત શ્લોકો અને તેને અર્થ આ પ્રમાણે છે :
न साधुना नोत असाधुना वा समानमेतद्दृश्यते मानुषेषु ।
समानमेतदमृतस्य विद्यादेवंयुक्तो मधु तद्वै परिप्सेत् । योगिनस्तं प्रपश्यन्ति भगवन्तं सनातनम् ॥
મક ભાવ, ભાં. ઓ. ઈની વાચના, “ઉદ્યોગપર્વ', ૪૫-૨૦ नास्यातिवादा हृदयं तापयन्ति नानधीतं नाहुतमग्निहोत्रम् ।
मनो ब्राह्मीं लघुतामादधत प्रज्ञानमस्य नाम धीरा लभन्ते । योगिनस्तं प्रपश्यन्ति भगवन्तं सनातनम् ॥ २१ ॥
(“ભારત રત્ન', સળંગ લેક ૬૧, ૧૨) અર્થ: આ (બ્રહ્મ)નું સ્વરૂપ મનુષ્યોમાં તપાસીએ-જોઈએ તો તે સાધુ જેવું કે અસાધુ સમાન–જેવું દેખાશે નહિ–મળશે નહિ. (૫ણુ) એ બ્રહ્મનું સમાન સ્વરૂપ-સાચું સ્વરૂપ, અમૃતત્વમાં –અપ્રમાદમાં–વીતરાગભાવમાં-વાતમોહભાવમાં જણાશે. એટલે આવી વૃત્તિઓવાળો યોગી જ તે મધુને મેળવવાની ઇચ્છા રાખે-મેળવી શકે. યોગીઓ તે સનાતન ભગવાનને પ્રત્યક્ષ જુએ છે.
(આવા બ્રહ્મલિટુ યોગીના) હૃદયને અતિવાદે-વિચિત્રવાદો તપાવતા નથી–મૂંઝવતા નથી. એને અધ્યયન નહિ કર્યાનો કે આહુતિ નહિ આપ્યાનો ખ્યાલ પણ તપાવતો નથી. પણ એનું મન બ્રહ્મદશાની લઘુતાને-હળવાશને-સમતાને ધારણ કરે છે. આ પ્રજ્ઞાન(બ્રહ્મ)ને ધીર યોગીઓ પ્રાપ્ત કરે છે. ગીઓ તે સનાતન ભગવાનને પ્રત્યક્ષ જુએ છે.
આ શ્લોકમાં ઉપનિષદપ્રસિદ્ધ મધુવિદ્યા, પરિવ્રાજક અને શ્રમણ થવાનું રહસ્ય તથા પ્રજ્ઞાનપ્રાપ્તિને સંક્ષેપમાં ભાવવાહી સંગ્રહ કરે છે.
બૃહદારણ્યક'માં “વિશ્વમાં જે કંઈ છે તે એકબીજાનું, પરસ્પરનું “મધુ'-મધ આપનાર તત્વ -છે એમ કહ્યું છે. જેમ મધમાખે પરસ્પર સહકારથી મળીને મધ બનાવે છે, પછી એ મધ મધમાને ખાવા કામ લાગે છે, એમ જગતમાં પરસ્પર સંપ અને સહકારથી સાચો આનંદ પ્રાપ્ત થાય છે...આ દરેક પ્રાણી પદાર્થોમાં વસનાર–વ્યાપી રહેનાર પુરુષ એ જ આત્મા, અમર, બ્રહ્મ અને સર્વ કંઈ છે,” એમ કહ્યું છે. (બૃહદારણ્યક’ ૨-૫; વળી જુએ ‘છાંદેગ્ય’ ૩).
વળી બીજે સ્થળે “બૃહદારણ્યક ઉપનિષદ' કહે છે, “સમાનભાવને પામેલ ત્યાગી પરિવ્રાજક એષણા માત્રને ત્યાગીને અનાસક્ત, મુક્ત અને મૂંઝવણ વિનાનો થાય છે. આ આત્મજ્ઞને “મેં પાપ કર્યું, મેં પુણ્ય કર્યું' એવા બે વિચાર નથી થતા. એ બંનેને તરી જાય છે. એને “અમુક કર્યું કે અમુક ન કર્યું' એવો તાપ થતો નથી. આવો આત્મા શાન્ત, દાન, ઉપરત, તિતિક્ષુ અને સમાહિત થઈને આત્મામાં જ આત્માને તો આત્માની લઘુતા-હળવાશને પ્રાપ્ત કરે છે.” (“હદારણ્યક ૪-૪-૨૨,૨૩.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org